Home /News /north-gujarat /

Gujarat New CM Oath ceremony: આજે બપોરે 2.20 વાગ્યે ગુજરાતના 17મા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ લેશે શપથ

Gujarat New CM Oath ceremony: આજે બપોરે 2.20 વાગ્યે ગુજરાતના 17મા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ લેશે શપથ

ભૂપેન્દ્ર પટેલના શપથસમારંભમાં અમિત સાથે ચાર રાજ્યના સીએમ રહેશે ઉપસ્થિત

Gujarat New CM Bhupendra Patel: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદ આવશે, રાજભવનમાં ભૂપેન્દ્ર પટેલ લેશે શપથ, શું ભૂપેન્દ્ર સરકારના મંત્રીમંડળમાં પણ પીએમ મોદી આપશે 'સરપ્રાઇઝ'

    ગાંધીનગર : શનિવારે રાજ્યના મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીએ રાજીનામું ધરી દીધું હતું (Cm vijay rupani resigns). દરમિયાન ત્યારબાદથી નવા મુખ્યમંત્રીના (New CM of Gujarat) નામોની અટકળો ચાલી રહી હતી. દરમિયાન આજે ગાંધીનગરના કોબા ખાતે આવેલી ભારતીય જનતા પાર્ટીની વડી કચેરી (BJP Head Quarter Kamlam) ખાતે ગુજરાતના નવા મુખ્યમંત્રીની જાહેરાત માટે ભાજપના ધારાસભ્યોની બેઠક (Gujarat MLA Meeting)માં નામ જાહેર કરવામાં આવ્યું હતું. ભાજપે ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલની (Bhupendra Patel)ની નવા મુખ્યમંત્રી તરીકે વરણી કરી હતી (New chief Minister of Gujarat Bhupendra Patel) આજે સોમવારે બપોરે 2.20 કલાકે ભૂપેન્દ્ર પટેલ ધારાસભ્ય તરીકે શપથ લેશે (Bhupendra patel Oath ceremony) કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit shah) આવતીકાલે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તેમની સાથે શપથ સમારંભમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ (Shivrajsinh chauhan) ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત (Goa CM Pramod Savant) કર્ણાટકના મુખ્યમંત્રી બોસમ્માઇ (Karnataka CM Bosmai) આ ઉપરાંત હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર (Haryana CM Manoharlal Khattar) ઉપસ્થિત રહેશે

    ભૂપેન્દ્ર પટેલ આજે એકલા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. આ કાર્યક્રમમાં અમિત સાથે ચાર રાજ્યના મુખ્યમંત્રી ઉપસ્થિતિ રહેશે. અમિત શાહ સાથે ભાજપના નેતાઓની કાલે મુલાકાત થશે અને ત્યારબાદ ભૂપેન્દ્ર સરકારના કેબિનેટ અંગે નિર્ણય કરવામાં આવશે. નવી કેબિનેટમાં નાયબ મુખ્યમંત્રીનું પદ હશે કે નહીં તેના પરથી પણ પરદો ઉંચકાશે. જોકે, પાટીદાર મુખ્યમંત્રી બનતાની સાથે જ ગુજરાતમાંથી ડેપ્યુટી સીએમની શક્યતાઓ દૂર થઈ ગઈ છે. હવે ભાજપ નવી કેબિનેટમાં કોને કોને સ્થાન આપે છે તેના પર સૌની નજર છે.

    આ પણ વાંચો : નીતિન પટેલની બેટિંગ, 'હું નહીં ભલભલા રહી ગયા; જનતાના હ્યદયમાંથી કોઈ કાઢી નહીં શકે'

    નીતિન પટેલ અંગે બોલ્યા સીઆર પાટીલ

    ગાંધીનગરના કોબામાં કમલમ ખાતે પત્રકારોને સવાલના જવાબમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે નીતિન પટેલને શું જવાબદારી સોંપવામાં આવશે તે અંગે નિવેદન આપ્યું હતું. નવી સરકારમાં કેટલા મંત્રી હશે, નાયબ મુખ્યમંત્રી હશે કે નહીં હોય આ તમામ સસ્પેન્સ પરથી બે દિવસમાં પરદો ઉઠી જશે પરંતુ નીતિન પટેલ મંત્રીમંડળનો ભાગ નહીં હોય તે સ્પષ્ટ થઈ ગયું છે.

    નીતિન પટેલના ભવિષ્ય અંગે સવાલ પૂછાતા સીઆર પાટીલે કહ્યું, 'આગામી બ-ત્રણ દિવસોમાં મંત્રીમંડળ અંગે નિર્ણય કરીશું. કાલે ફક્ત ભૂપેન્દ્ર ભાઈ પટેલ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. નીતિન ભાઈને પણ પાર્ટી કામગીરી સોંપશે તેમને પાર્ટી જે જવાબદારી સોંપવામાં આવશે.'

    સીઆર પાટિલના આ નિવેદન સાથે જ નીતિન પટેલના સરકારી રાજકીય ભવિષ્યનો ગુજરાતના રાજકારણમાંથી અંત આવ્યો છે. આમ ગુજરાતે ન ફક્ત નવા મુખ્યમંત્રી મેળવ્યા છે પરંતુ નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈની પણ વિદાય થઈ ગઈ છે. લાંબો સમય સચિવાલય સાથે જોડાયેલા નીતિન પટેલને સચિવાલય યાદ કરશે તે ચોક્કસ છે.

    આ પણ વાંચો : Gujarat New CM: નીતિન પટેલ હવે નાયબમુખ્ય મંત્રી નહીં રહે? CR પાટિલે આપ્યું મોટું નિવેદન

    નીતિન પટેલને મંત્રીમંડળમાં ન સમાવાય તો રાજ્યપાલ બનાવે તેવી આશંકા

    દરમિયાન રાજકીય વર્તૂળોમાં ચર્ચા થઈ રહી છે કે નીતિન પટેલને આ સાથે નિવૃત્તિ આપવામાં નહીં આવે તેમને કોઈ પણ રાજ્યના રાજ્યપાલ તરીકે ઓફર આપવામાં આવશે. અગાઉ પણ તેમના નામની રાજ્યપાલ તરીકેની ચર્ચાઓ ઉઠી હતી પરંતુ જ્યારથી નીતિન પટેલે ગાંધીનગરમાં હિંદુત્વનું નિવેદન આપ્યું ત્યારથી તેઓ દેશ અને રાજ્યની મીડિયામાં ચર્ચાના ચગડોળે આવી ગયા હતા ત્યારે હવે નીતિન પટેલની મંત્રી અને નાયબ મુખ્યમંત્રી તરીકેની કારકીર્દીનો અંત આવ્યો તે નક્કી છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Bhupendra Patel, Gujarat New CM, Gujarat Politics, ભાજપ

    આગામી સમાચાર