ભરૂચ કોવીડ હૉસ્પિટલ આગ : મુખ્યમંત્રીએ મૃતકોનાં વારસને 4 લાખની સહાય જાહેરાત કરી, ન્યાયિક તપાસના આદેશ

ભરૂચ કોવીડ હૉસ્પિટલ આગ : મુખ્યમંત્રીએ મૃતકોનાં વારસને 4 લાખની સહાય જાહેરાત કરી, ન્યાયિક તપાસના આદેશ
સીએમ રૂપાણીની ફાઇલ તસવીર

મોડી રાત્રે 1.00 વાગ્યાના અરસામાં ભરૂચની વેલફેર કોવીડ હૉસ્પિટલમાં આગ લાગી હતી, દુર્ઘટનામાં 18 વ્યક્તિનાં કરૂણ મોત

  • Share this:
    ભરૂચ :  રાજ્યમાં વધુ એક કોવીડ હૉસ્પિટલ (Covid hospital fire) આગની ઝપટમાં આવી ગઈ છે. ભરૂચ શહેરની પટેલ વેલફેર (Patel Welfare Covid Hospital fire) કોવીડ હૉસ્પિટલનાં કોવીડ આઈસીયું વોર્ડમાં આગ લાગવાની ઘટના સામે આવતાં 18 વ્યક્તિનાં કરૂણ મોત નીપજ્યાના અહેવાલો છે જ્યારે અનેક વ્યક્તિઓ આગના કારણે દાજ્યા છે. આ દર્દીઓમાં 16 દર્દી હતા જ્યારે બાકીના સ્ટાફનો સમાવેશ થાય છે. જ્યારે અન્ય દર્દીઓ આગના કારણે દાજ્યા છે. આગ મોડી રાતે લાગી હોવાના અહેવાલો સામે આવ્યા હતા. ઘટના બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મૃતકોના પરિવાર પ્રત્યે દુ:ખ વ્યક્ત કર્યુ છે અને ઘટનામાં મૃત્યુ પામેલા પ્રત્યેક વ્યક્તિના વારસને 4 લાખ રૂપિયા સહાયની જાહેરાત કરી છે.

    આ બનાવ અંગે મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ ભરૂચની કોવીડ હૉસ્પિટલમાં સર્જાયેલી આગ ની દુઃખદ ઘટનામાં જાન ગુમાવનારા મૃતકો પ્રત્યે સંવેદના પ્રગટ કરી તેમના પરિવાર જનોને સંત્વના પાઠવી છે.


    મુખ્યમંત્રી એ આ આગ દુઘર્ટના માં જેમના દુઃખદ મૃત્યુ થયા છે તે પ્રત્યેક મૃતકોના વારસ ને 4 લાખ રૂપિયાની સહાય રાજ્ય સરકાર તરફથી મુખ્યમંત્રી રાહત નિધિ માંથી આપવાની પણ જાહેરાત કરી છે.

    પટેલ વેલફેર કોવીડ હૉસ્પિટલમાં આગ


    આ પણ વાંચો : ભરૂચ : વેલફેર હૉસ્પિટલનું ICU જ બન્યુ 'સ્મશાન,' દર્દી અને સ્ટાફ સહિત 16નાં મોત

    પ્રાથમિક માહિતી અનુસાર, ભરૂચની વેલફેર હૉસ્પિટલમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યાં હતા. તેવામાં તા. 30 એપ્રિલની મધ્યરાત્રીએ હોસ્પિટલાના કોવિડ આઈસીયુ વોર્ડમાં અચાનક આગ લાગતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. હોસ્પિટલમાં આગ લાગી હોવાની વાત વાયુ વેગની જેમ ફેલાતા ભરૂચના પશ્ચિમ વિસ્તારના 5થી 6 હજાર લોકો હૉસ્પિટલ બહાર દોડી આવ્યાં હતા. બીજી તરફ હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સ્વજનો તેમને બચાવવા માટે ધમપછાડાં કરી રહ્યાં હતા.

    આ પણ વાંચો : જૂનાગઢ : ભરડાવાવ હત્યા કેસ, રાજુની કુહાડીના ઘા ઝીંકી હત્યા કર્યા બાદ રાણો ડરના માર્યો ગટરમાં છૂપાઈ ગયો હતો

    ભરૂચ-જંબુસર બાયપાસ પર આવેલી વેલફેર હૉસ્પિટલને કોવીડ ડેઝિગ્નેટેડ હૉસ્પિટલ જાહેર કરવામાં આવી છે જેમાં છેલ્લા એક વર્ષથી કોવિડના દર્દીઓની નિશુલ્ક સારવાર કરવામાં આવી રહી હતી. ગત મધ્યરાત્રિએ હૉસ્પિટલના આઈસીયુમાં અચાનક આગ પ્રસરી ગઈ હતી.

    આ આગ શોર્ટ સર્કિટ અથવા તો ઑક્સીજન લીકેજના કારણે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે ત્યારે આગ લાગતા 12 દર્દી 2 નર્સ સહિત 16 વ્યક્તિનાં કરૂણ મોત થયા હતા જ્યારે 20થી વધુ દર્દીઓને રેસ્ક્યૂ કરી અને અન્ય હૉસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.

    આ પણ વાંચો : ભરૂચ : વેલફેર કોવીડ હૉસ્પિટલમાં ભીષણ આગ, દર્દી અને સ્ટાફ સહિત 16 વ્યક્તિનાં મોત

    આ દુર્ઘટનામાં મૃતાંક વધવાની પણ સંભાવના છે. આગમાં 16 દર્દીઓ સહિત 18નાં મોત થયા છે જ્યારે અન્ય દર્દીઓને બીજી હૉસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. રાત્ર આશરે 40 એમ્બ્યુલન્સને બચાવ કામગીરીમાં જોતરી દેવામાં આવી હતી તેમજ જિલ્લા પોલીસનો કાફલો અને ફાયરના લાશ્કરો રાહત અને બચાવની કામગીરીમાં જોતરાઈ ગયા હતા.

    ન્યાયિક તપાસના આદેશ

    મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ ભરૂચ કોવિડ હોસ્પિટલની આગ દુર્ઘટનાની તપાસ માટે રાજ્યના બે સિનિયર આઇ એ એસ અધિકારીઓ શ્રમ રોજગાર ના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રા અને કમિશનર મ્યુનિસિપાલીટીઝ એડમીનિસ્ત્રેશન રાજકુમાર બેનીવાલ ને ભરૂચ તાત્કાલિક પહોંચવા અને આ ઘટનાની તપાસ કરવા ના આદેશ કર્યા છે. મુખ્યમંત્રી એ એમ પણ જણાવ્યું છે કે રાજ્ય સરકાર આ દુર્ઘટના ની ન્યાયિક તપાસ સોંપવાની દિશામાં પણ કાર્યવાહી કરી રહી છે
    Published by:Jay Mishra
    First published:May 01, 2021, 08:42 am

    ટૉપ ન્યૂઝ