Home /News /north-gujarat /

ભારત બંધના એલાનને રાજકીય ગણાવતા રૂપાણી કહ્યું, 'ખેડૂતો કૉંગ્રેસ સાથે નથી, કાલે ગુજરાત બંધ નહીં થાય'

ભારત બંધના એલાનને રાજકીય ગણાવતા રૂપાણી કહ્યું, 'ખેડૂતો કૉંગ્રેસ સાથે નથી, કાલે ગુજરાત બંધ નહીં થાય'

વિજય રૂપાણીની ફાઇલ તસવીર

ભારત બંધનું એલાન કૉંગ્રેસ પ્રેરિત નથી, કૉંગ્રેસ તો ટેકો આપે છે : અમિત ચાવડા

  ગાંધીનગર : આવતીકાલે કૃષિ કાયદાના વિરોધમાં આંદલોન કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. જોકે, આ બંધને ભાજપ શાષિકતત રાજ્યોમાં લાગુ ન કરવા દેવા માટે તૈયારીઓ થઈ રહી છે. આ સ્થિતિમાં કૉંગ્રેસ સહિતના અનેક પક્ષોએ ભારત બંધનું એલાન આપ્યું છે. જોકે, રાજ્યમાં આ બંધને સરકારનું સમર્થન નથી. ભારત બંધના એલાનને વિજય રૂપાણીએ કૉંગ્રેસ પ્રેરરીત ગણાવ્યું હતું.

  વિજય રૂપાણીએ પ્રેસ કૉન્ફરન્સ દ્વારા જણાવ્યું હતું. 'ભારત બંધના આ એલાનને ગુજરાતમાં કોઈનો ટેકનો થન.ી ખેડૂતો કૉંગ્રેસ સાથે નથી. કૉંગ્રેસ જનાધાર ગુમાવી ચુકી છે. રાજ્યમાં 8 બેઠકોની પેટાચૂંટણી હોય કે પછી દેશની રાજકી. ધૂરા હોય કૉંગ્રેસ પાસે હવે જનાધાર બચ્યો નથી. કૉંગ્રેસ આ જ કાયદો લાવવા માંગતી હતી. કૉંગ્રેસ શાષિત યુપીએ સરકારના કૃષિ મંત્રી શરદ પવારે વર્ષ 2013માં જણાવ્યું હતું કે આ કાયદો 2013માં લાગુ થઈ જશે પરંતુ નરેન્દ્ર મોદી સરકારે આ કાયદો લાગુ કર્યો એટલે સરકારનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.'

  આ પણ વાંચો : ગઢડા : ગોપીનાથજી મંદિર ફરી વિવાદમાં આવ્યું, સત્તાની સાઠમારી માટે સંતો વચ્ચે 'લડાઈ'

  રૂપાણીએ ઉમેર્યુ કે 'જે અરવિંદ કેજરીવાલ આ બંધને સમર્થન આપી રહ્યા છે તેઓ નવેમ્બરમાં જ આ કાયદો લાગુ કરી ચુક્યા છે. કિસાનોએ કહ્યું હતું કે આંદોલનને રાજકીય રૂપનહીં આપીએ પરંતુ રાજકીય પક્ષો આમા કૂદી પડ્યા છે એટલે ખેડૂતોનું તો ખાલી નામ છે બાકી રાજકીય રીતે જ આંદોલન ચાલી રહ્યું છે. '

  આ કાયદો ભારતમાં કંપની રાજ પરત લાવશે : ચાવડા

  કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે આ કાયદો દેશમાં કંપની રાજ પાછું લાવશે. ખેડૂતની જમીન પર પ્રાઇવેટ કંપનીઓ કબ્જો લઈ લેશે અને કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં તે બિચારો બાપડો બનશે. એપીએમસી બંધ થઈ જવાથી વેપારીઓ બેરોજગાર બનશે. આ સરકાર ખેડૂત વિરોધી કાળો કાયદો લાવી છે તેના સમર્થનમાં કૉંગ્રેસ ઉતરી છે. આ આંદોલન કૉંગ્રેસ પ્રેરિત બિલકુલ નથી.'

  આ પણ વાંચો :  સુરત : અંત્રોલીમાં ડિઝાઈનરની હત્યા આડા સંબંધોમાં થઈ હોવાની પોલીસને આશંકા! ત્રણની અટકાયત

  કોઈ જોર જબરદસ્તી ન કરે તે માટે પૂરતો બંદોબસ્ત રખાશે : રૂપાણી

  વિજય રૂપાણીએ ઉમેર્યુ કે આ કાયદો ખેડૂતોના હિતમાં છે અને એટલે જ આ તમામ નેતાઓએ અગાઉ તેને લાગુ કરવાની વાત કહી હતી પરંતુ શરદ પવારથી લઈને રાહુલ ગાંધી સુધી બધા મગરના આંસુ સારી રહ્યા છે. રાજ્યમાં કાલે કોઈ વેપાર ધંધાને જોરજબરદસ્તીથી બંધ ન કરાવે, કાયદો હાથ ન લે તે માટે પૂરતો બંદોબસ્ત રાખવામાં આવશે.
  Published by:Jay Mishra
  First published:

  Tags: Amit chavada, Bharat Bandh, Vijay Rupani, કોંગ્રેસ, ગુજરાતી ન્યૂઝ, ભાજપ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन