ગાંધીનગર IITમાં Ph.D કરતી વિદ્યાર્થિનીએ જીવન ટૂંકાવ્યુ, વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયામાં છેડી જંગ

News18 Gujarati
Updated: July 11, 2020, 9:29 AM IST
ગાંધીનગર IITમાં Ph.D કરતી વિદ્યાર્થિનીએ જીવન ટૂંકાવ્યુ, વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયામાં છેડી જંગ
વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયામાં 'Justice for Piue Ghosh' કેમ્પેઈન ચલાવી રહયા છે.

વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયામાં 'Justice for Piue Ghosh' કેમ્પેઈન ચલાવી રહયા છે.

  • Share this:
ગાંધીનગર શહેર નજીક આવેલા પાલજમાં આઈઆઈટી (IIT) ગાંધીનગરમાં (Gandhinagar) પીએચડીનો (Ph.D) અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ આપધાત કરી લીધો છે. મૂળ પશ્ચિમ બંગાળની 33 વર્ષની પિયુ ઘોષે (Piue Ghosh) તેના જ રૂમમાં જીવન ટૂંકાવી દીધું (Suicide) છે. 6 જુલાઇ એટલે કે, ગત સોમવારના રોજ આ ઘટના પ્રકાશમાં આવી હતી. ચિલોડા પોલીસે સ્થળ ઉપર પહોંચી અકસ્માતે મોતનો ગુનો નોંધીને પેનલ ડોકટર મારફતે તેણીનું પોસ્ટમોર્ટમ કરાવી વધુ તપાસ શરૂ કરી હતી. હજી સુધી આ આપઘાતનું કારણ બહાર આવ્યું નથી. ચાલતી ચર્ચા પ્રમાણે તેણે ભણવાના ભાર અને પેટન્ટ સંબંધી વિવાદના પગલે તેણે આવું પગલું ભર્યું છે. આ ઘટનાના વિદ્યાર્થી જગતમાં ઘેરા પ્રત્યાઘાત ઉઠયાં છે. સમગ્ર દેશમાંથી રિસર્ચ સ્કોલરોએ અવાજ ઉઠાવ્યો છે. CHANGE.ORG નામની પિટિશનમાં અત્યાર સુધીમાં એક હજાર વિદ્યાર્થીઓએ સહી કરી છે. આ અંગે વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયામાં 'Justice for Piue Ghosh' કેમ્પેઈન ચલાવી રહયા છે.

3 જુલાઇની સાંજથી કોઇના ફોન રિસિવ કર્યા ન હતા

યુવતી વતનથી પરત ફર્યા બાદ કોલેજ કેમ્પસમાં અલગ ક્વૉરન્ટાઈ કરાઈ હતી. જે બાદ 6 જુલાઈએ તેનો મૃતદેહ રૂમમાં લટકતી હાલતમાં મળી આવ્યો હતો. યુવતીએ 3 જુલાઈની રાત્રે આપઘાત કર્યો હોવાની શંકા છે, કારણ કે 3 જુલાઈની સાંજ પછી તેને કોઈના ફોન રિસિવ કર્યા ન હતા.

'હું દુનિયાને અલવિદા કરૂ છું, બોડી ડોનેટ કરજો'

પિયુ ઘોષે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે ત્યારે પોલીસને તેણીએ અંગ્રેજીમાં લખેલી એક ચિઠ્ઠી પણ મળી આવી છે. પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે, જેમાં લખ્યું હતું કે, હું દુનિયાને અલવિદા કરૂ છું. મારૂ બોડી ડોનેટ કરી દેજો.. લેબોરેટરીનો સામાન લેબોરેટરીમાં અને પૂજાનો સામાન કોલેજના પૂજાઘરમાં આપી દેજો. પોલીસે આ ચિઠ્ઠીને પણ તપાસ અર્થે એફએસએલમાં મોકલવા માટેની તજવીજ શરૂ કરી છે.

આ પણ વાંચો - અમદાવાદ : MBA વિદ્યાર્થીએ માસ્કનો ઓર્ડર કર્યો, ઠગ ટોળકીએ 60 હજાર ખંખેરી લીધામૃતકનો પતિ અમેરિકા છે

મૃતક પિયુ ઘોષના મેરેજ થયા હતા અને તેનો પતિ અમેરિકા રહે છે. જ્યારે તેના માતા-પિતા પશ્ચિમ બંગાળમાં રહે છે. યુવતી છેલ્લા 5 વર્ષથી અહીં અભ્યાસ કરતી હતી. જેનું પીએચડી પૂર્ણતાના આરે જ હતું અને ઘટનાના થોડા દિવસમાં તો તેનું સબમિશન હતું.

આ પણ જુઓ - 

પરિવારે કોઇના પર આક્ષેપ નથી કર્યો

સમગ્ર ઘટના અંગે પીએસઆઈ એમ. એચ. સોલંકીને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, ‘સમગ્ર મુદ્દે યોગ્ય રીતે તપાસ ચાલી રહી છે. પરિવાર તરફથી આપઘાત માટે કોઈને જવાબદાર ઠેરવવામાં આવ્યા નથી. પેનલ ડોક્ટરોથી લાશનું પીએમ કરાવ્યું છે. જેનો રિપોર્ટ આવવાનો બાકી છે.’ આઈઆઈટી ગાંધીનગર દ્વારા કોઈ વિગતો કે કોમેન્ટ કરવાનો ઈનકાર કરાયો હતો. આઈઆઈટીના રજિસ્ટ્રાર ચોપ્રાને પૂછતા તેમણે કહ્યું કે હોસ્ટેલના રૂમમાં ગળાફાંસો ખાધો હતો. પંદર દિવસ પહેલાં જ તે પરત આવી હતી. તે સિવાય કોઈ માહિતી તેમણે આપી નથી.

આ પણ વાંચો - સુરતથી અમદાવાદ આવી રહેલા 574 લોકોમાંથી 23 કોરોના પોઝિટિવ, 19 લોકોને પરત મોકલ્યા
Published by: Kaushal Pancholi
First published: July 11, 2020, 9:29 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading