નીતિન પટેલનો દાવો : હજુ પણ ઘણા કૉંગ્રેસના ધારાસભ્યો ભાજપના સંપર્કમાં, આજે વધુ રાજીનામાની શક્યતા

News18 Gujarati
Updated: March 16, 2020, 11:53 AM IST
નીતિન પટેલનો દાવો : હજુ પણ ઘણા કૉંગ્રેસના ધારાસભ્યો ભાજપના સંપર્કમાં, આજે વધુ રાજીનામાની શક્યતા
નાયબમુખ્ય મંત્રી નીતિન પટેલની ફાઇલ તસવીર

ભાજપનું નેતૃત્વ અને કામગીરી જોઈ કૉંગ્રેસ છોડી ચૂકેલા ધારાસભ્યો પક્ષમાં જોડાયા ઉત્સુક છે : નીતિન પટેલ

  • Share this:
ગાંધીનગર : ગુજરાત (Gujarat)માં રાજ્યસભા ચૂંટણી (Rajya Sabha Elections) પહેલા રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. રવિવારે કૉંગ્રેસ (Congress)ના 4 ધારાસભ્યો (MLAs)એ રાજીનામા આપ્યા બાદ સોમવારે ડાંગ (Dangs)ના ધારાસભ્ય મંગળ ગાવિત (Mangal Gavit)એ પણ રાજીનામું આપતાં ગુજરાત કૉંગ્રેસમાં અસંતોષ ચરમસીમાએ પહોંચી ગયો હોય તેવું લાગી રહ્યું છે. કૉંગ્રેસના ધારાસભ્યોએ આપેલા રાજીનામાં અંગે પ્રતિક્રિયા આપતાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (Nitin Patel)એ જણાવ્યું કે, કૉંગ્રેસમાં આંતરિક જૂથવાદના કારણે ધારાસભ્યો રાજીનામાં આપી રહ્યા છે. આ ઉપરાંત નીતિન પટેલે દાવો કર્યો કે, હજુ પણ ઘણા ધારાસભ્યો ભાજપ (BJP)ના સંપર્ક છે અને આજે પણ કૉંગ્રેસના બીજા ધારાસભ્યોના રાજીનામા પડી શકે છે. કૉંગ્રેસના રાજ્યસભા ઉમેદવારનો કારણે ઊભી થયેલા અસંતોષનું આ પરિણામ છે.

નાયબ મુખ્યમંત્રીએ પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું કે, કૉંગ્રેસના ધારાસભ્યોના રાજીનામા પાછળનું કારણ પાર્ટીની અંદરનો જૂથવાદ છે. તેમના આંતરિક જૂથવાદ સાથે ભાજપને કોઈ લેવાદેવા નથી. કૉંગ્રેસના કેટલાક લોકોને સાચવવામાં આવતા હતા તેથી સ્વાભાવિક રીતે અસંતોષ ઊભો થયો છે જેના કારણે ધારાસભ્યો રાજીનામાં આપી રહ્યા છે. કૉંગ્રેસને ધારાસભ્યોનું વિશ્વાસ સંપાદન કરતાં પણ આવડ્યું નહીં.

નીતિન પટેલે દાવો કર્યો છે કે, ભાજપનું નેતૃત્વ અને કામગીરી જોઈ કૉંગ્રેસ છોડી ચૂકેલા ધારાસભ્યો પક્ષમાં જોડાયા ઉત્સુક છે. બીજા પણ ધારાસભ્યો અમારા સંપર્કમાં છે. ભાજપ સરકાર ગુજરાતના લોકો માટે કામ કરી રહી છે. વિકાસ કરવો હોય તો સારા સંપર્ક હોવા જોઈએ.

આ પણ વાંચો, બે દિવસથી 'ગુમ' કોંગ્રેસના ડાંગના ધારાસભ્ય મંગળ ગાવિતનું રાજીનામું

નીતિન પટેલે જણાવ્યું કે, જો કૉંગ્રેસથી નારાજ ધારાસભ્યો ભાજપમાં જોડાવા માંગે છે તો અમારા પક્ષના સિદ્ધાંતોને અનુસરીને જોડાઈ શકે છે.

કૉંગ્રેસના ધારાસભ્યો ક્રોસ વોટિંગ કરશે : જીતુ વાઘાણીબીજી તરફ, ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું છે કે, ડાંગના ધારાસભ્યના રાજીનામાની વિગતો મને મળી છે. વિધાનસભા અધ્યક્ષને તે અંગેની માહિતી હશે. કૉંગ્રેસના રાજ્યસભા ઉમેદવારની હુંસાતુંસીના કારણે કૉંગ્રેસના ધારાસભ્યો નારાજ હોય એવું લાગી રહ્યું છે. રાજ્યની જનતા કૉંગ્રેસને ક્યારેય માફ નહીં કરે. કેટલાક કૉંગ્રેસના ધારાસભ્યો સંપર્ક વિહોણાં છે. મારું માનવું છે કે રિસોર્ટમાં લઈ ગયેલા કૉંગ્રેસના ધારાસભ્યો પણ ક્રોસ વોટિંગ કરીને ભાજપના ઉમેદવારને મત આપી શકે છે. કૉંગ્રેસ પોતાના ધારાસભ્યોને સાચવવા માટે રૂપિયા આપ્યા છે. તેથી કૉંગ્રેસે ભાજપ પર દોષારોપણ કરવાની જરૂર નથી.

આ પણ વાંચો, રાજકોટ : GPCBના પૂર્વ અધિકારીએ ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત કર્યો, કારણ અકબંધ
First published: March 16, 2020, 11:31 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading