બનાસ ડેરીમાં ઇતિહાસ રચાયો, ડિરેક્ટરની તમામ 16 બેઠકો બિનહરિફ, શંકર ચૌધરીએ કહી આ વાત

News18 Gujarati
Updated: October 7, 2020, 7:32 PM IST
બનાસ ડેરીમાં ઇતિહાસ રચાયો, ડિરેક્ટરની તમામ 16 બેઠકો બિનહરિફ, શંકર ચૌધરીએ કહી આ વાત
શંકર ચૌધરીની ફાઇલ તસવીર

એશિયાની સૌથી મોટી ડેરીમાં આશરે 40 વર્ષ બાદ આવો ઇતિહાસ રચાયો, શંકર ચૌધરી ફરી ચેરમેન બનશે

  • Share this:
ગાંધીનગર : એશિયાની સૌથી મોટી બનાસડેરીની ચૂંટણીમાં તમામ 16 ડિરેક્ટરો બિનહરિફ (Banas Dairy Election) થઈ જતા ભાજપના નેતા અને પૂર્વ મંત્રી શંકર ચૌધરીનો દબદબો કાયમ રહ્યો છે. શંકર ચૌધરી (Shankar Chaudhry) ડેરીના ચેરમેન છે અને તેમના માટે આ ચૂંટણી પ્રતિષ્ઠાનો જંગ હતી જેમાં તેઓ વિજય સાબિત થયા છે. સમરસ પેનલ થયા બાદ ફોર્મ ભરવાના દિવસે જ 9 બેઠકો બિનહરિફ થઈ હતી.

આ બેઠકો બિનહરિફ થયા બાદ શંકર ચૌધરીએ ન્યૂઝ 18 ગુજરાતી સાથે ખાસ વાચચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે 'તમામ લોકોએ એકી અવાજે નક્કી કર્યુ હતું કે શંકરભાઈ જે પેનલ આપે તેને સમરસ બનાવવી. આ ડેરીમાં અમે કરેલા કામોના કારણે લોકોની આર્થિક ઉપાર્જનની શક્તિ વધી છે. નવા 1લાખ 70,000 પરિવારોને પશુપાલન થકી અમે રોજગારી આપી છે.'

આ પણ વાંચો : ખેડૂતો માટે મોટા સમાચાર,સરકાર વધુ 6 ઉપજની ટેકાના ભાવે ખરીદી કરશે, નોંધણી-ખરીદીની તારીખો જાહેર

શંકર ચૌધરીએ જણાવ્યું કે આજે 'આજે બનાસ એક બની છે, હું જિલ્લાના તમામ પશુપાલકોનો આભાર માનું છું. નેતૃત્વનો આભાર માનું છું. જિલ્લાના પશુપાલકોનો અવાજ નેતૃત્વએ સાંભળ્યો તે બદલ તેમનો આભાર માનું છું.' 40 વર્ષ બાદ બનાસ ડેરી સમરસ થઈ છે.

શંકર ચૌધરીએ ઉમેર્યુ કે આ જીત જિલ્લાના પશુપાલકોની છે. લોકોની ઘણી બધી અપેક્ષાઓ છે. આ એક માત્ર સંસ્થા નથી. એશિયાની સૌથી મોટી ડેરી છે. અમારી પાંચ વર્ષ પહેલાં રોજની 9 કરોડ હતી તેના બદલે અમે 24 કરોડ ચુકવતા થયા છીએ. દર મહિને 750 કરોડ ચુકવીએ છે. અમે આગામી 5 વર્ષમાં ડેરીનું ટર્ન ઑવર 25,000 કરોડ સુધી પહોંચાડવામાં માંગીએ છીએઆ પણ વાંચો :  અમદાવાદ : આ નિયમો તોડવા બદલ અમદાવાદીઓ 'દેવામાં', 112 કરોડ રૂપિયા ચુકવવાના બાકી

પશુપાલકો દૂધના ધંધા સિવાય, રાયડો, મગફળી, ઘઉ, દાડમ ખેતીના પાકોમાંથી કમાય તેના માટે હરિયાળી ક્રાંતિ અને સુકા પ્રદેશમાં પાણી આવે તેના માટે કામ કરવું છે. નવા વ્યવસાયો બનાસ ડેરીમાં જોડવાના છે.

અમે હાઇએસ્ટ ભાવ આપ્યા, ભાવો વધાર્યા. પ્રજાનો અવાજ મને સંભળાતો હતો અને તેના કારણે મને સમજાતું હતું કે આ સામાન્ય રીતે આવું નથી થતું હોતું ત્યારે હું એ તમામ લોકોનો આભાર માનું છું.
Published by: Jay Mishra
First published: October 7, 2020, 7:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading