આયુષ મંત્રાલયની માર્ગદર્શિકા અનુસાર કોરોના સંક્રમણ સામે રોગ પ્રતિકારક શક્તિ વધારવા આટલું કરો


Updated: May 30, 2020, 8:57 AM IST
આયુષ મંત્રાલયની માર્ગદર્શિકા અનુસાર કોરોના સંક્રમણ સામે રોગ પ્રતિકારક શક્તિ વધારવા આટલું કરો
ભારત સરકાર દ્વારા કોરોના સામે ખાસ કરીને શ્વસનતંત્ર સંબધિત આરોગ્યની જાળવી માટે રક્ષણાત્મક પગલાં અને રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટેની માર્ગદર્શિકા સૂચવવામાં આવી છે.

ભારત સરકાર દ્વારા કોરોના સામે ખાસ કરીને શ્વસનતંત્ર સંબધિત આરોગ્યની જાળવી માટે રક્ષણાત્મક પગલાં અને રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટેની માર્ગદર્શિકા સૂચવવામાં આવી છે.

  • Share this:
ગાંધીનગર : પ્રવર્તમાન કોરોના મહામારી દરમિયાન વ્યકિતગત સારસંભાળ માટે આયુર્વેદ રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં ખુબ ઉપયોગી સાબિત થઈ રહી છે, ત્યારે આયુષ મંત્રાલય, ભારત સરકાર દ્વારા કોરોના સામે ખાસ કરીને શ્વસનતંત્ર સંબધિત આરોગ્યની જાળવી માટે રક્ષણાત્મક પગલાં અને રોગ પ્રતિકારક શક્તિ વધારવા નીચે મુજબ વ્યકિતગત સંભાળ માટેની માર્ગદર્શિકા સૂચવવામાં આવી છે.

▪સામાન્ય પગલાઓ - દિવસભર ગરમ પાણી પીવું. ઓછામાં ઓછા 30 મિનિટ માટે વિવિધ યોગાસન, પ્રાણાયામ અને ધ્યાનનો દૈનિક અભ્યાસ કરવો જોઈએ. હળદર, જીરૂ, ધાણા અને લસણનો રસોઈમાં ઉપયોગ કરવો.

▪રોગપ્રતિકારક શક્તિ વધારવા માટેના આયુર્વેદિક પગલાં -

-સવારે એક ચમચી ( ૧૦ ગ્રામ) ચ્યવનપ્રાશ, (ડાયાબિટીઝના દર્દીઓએ સુગર ફ્રી ચ્યવનપ્રાશ લેવો જોઈએ).
-હર્બલ ટી/ઉકાળો જેમાં દિવસમાં એક કે બે વાર તુલસી, તજ, કાળા મરી, સૂંઠ અને કાળી દ્રાક્ષમાંથી બનાવેલ હર્બલ ચા / ઉકાળો પીવો. જેમાં ગોળ અથવા તાજા લીંબુનો રસ જરૂર મુજબ ઉમેરી શકાય.
-ગોલ્ડન મિલ્કનો પ્રયોગ કરવો જેમાં અડધી ચમચી (૧૫૦ મિલી) હળદર ગરમ દૂધમાં મિક્ષ કરી દિવસમાં એક કે બે વાર સેવન કરવું.આ ફણ વાંચો - કાચી કેરી ખાવાના આવા ફાયદા નહીં જ જાણતા હોવ તમે

નાસ્ય:

- સરળ આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિ બંને નસકોરામાં તલનું તેલ / નારિયેલનું તેલ અથવા ઘી લગાવો. સવાર અને સાંજ ૧ ચમચી તલ અથવા નારિયેલનું તેલ મોંમાં લઈ બે થી ત્રણ મિનિટ રાખવું અને કોગળા દ્વારા કાઢી નાંખવું. (પીવુ નહી). ત્યારબાદ ગરમ પાણીના કોગળા કરવા, જે દિવસમાં એક કે બે વાર કરી શકાય.
- સુકી ઉધરસ/ગળામાં બળતરા થતી હોય ત્યારે તાજા ફુદીનાના પાંદડા અથવા અજમાના ગરમ પાણીની વરાળનો નાસ લેવો.
- ઉધરસ અથવા ગળામાં બળતરાના કિસ્સામાં દિવસમાં એક વખત લવિંગ પાવડર સાકર અથવા મધ સાથે મિક્ષ કરી લઇ શકાય છે. આ પગલાં સામાન્ય રીતે સામાન્ય સુકી ઉધરસ અને ગળાની બળતરાની સારવારમાં કરી શકાય, પરંતુ આ લક્ષણો ચાલુ રહે તો નજીકના આરોગ્ય કેન્દ્રના ડોકટરની સલાહ લેવી શ્રેષ્ઠ છે.

આ વીડિયો પણ જુઓ - 
First published: May 30, 2020, 8:52 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading