Home /News /north-gujarat /

Assembly Election: BJP ઈલેક્શન મોડમાં! ભાજપ રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી એલ સંતોષે શું કહ્યું?

Assembly Election: BJP ઈલેક્શન મોડમાં! ભાજપ રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી એલ સંતોષે શું કહ્યું?

ભાજપ ચૂંટણી મૂડમાં

Gujarat Assembly election: રાષ્ટ્રીય સંગઠન મંત્રી બી એલ સંતોષ 2 દિવસ ગુજરાત મુલાકાતે ( Gujarat visit) છે. આ પ્રવાસ દરમિયાન સંતોષે પ્રદેશ નેતાઓને લેશન આપ્યું છે.

ગાંધીનગરઃ બીજેપી ઇલેક્શન મોડમાં (BJP election mood) આવી ગયો છે. એક બાદ એક નેતાઓ કાર્યકર્તાઓને બુસ્ટ કરવા માટે ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે. રાષ્ટ્રીય સંગઠન મંત્રી બી એલ સંતોષ 2 દિવસ ગુજરાત મુલાકાતે ( Gujarat visit) છે. આ પ્રવાસ દરમિયાન સંતોષે પ્રદેશ નેતાઓને લેશન આપ્યું છે.

પહેલા પીએમ મોદી બાદમાં અમિત શાહ જે બાદ પ્રભારી ભુપેન્દ્ર યાદવ અને હવે રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી એલ સંતોષ ગુજરાત પ્રવશે છે. એક બાદ એક નેતાઓ ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે અને ગુજરાતની એક એક રાજકીય અને સામાજિક પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. અને તેના આધારે રણનીતિ પર ચૂંટણી લક્ષી કામગીરી કરશે.

સૂત્રો જણાવી રહ્યા છે કે બી એલ સંતોષ દવરા પ્રદેશના નેતાઓને લેશન આપ્યું છે અને કેટલાક ચોક્કસ મુદ્દાઓ પર કામગીરી કરવા માટે આદેશ કર્યો હોવાનું સામે આવી રહ્યું છે. સંતોષે નેતાઓને કહ્યું છે કે  SC અને ST સમુદયા લોકો વધુ ભાજપમાં જોડવા માટે પ્રયાસ કરવા જણાવવામાં આવ્યું છે.

ભાજપમાં SC અને ST સમુદાય લોકો કેમ જોડતા નથી તે અંગે તારણો શોધવા આદેશ કરવામાં આવ્યો છે. સમાજની વિવીધ જ્ઞાતિઓમા ભાજપની વિચારધારા ફેલાવા અંગે જણાવ્યું વિરોધીઓની વચ્ચે રહીને ભાજપની વિધારધારા મજબૂત કરવી.

આ પણ વાંચોઃ-કમકમાટીભરી હત્યા! ગુરૂગ્રામમાં ટોળાએ કરી યુવકની ક્રૂરતા પૂર્વક હત્યા, માંગતો રહ્યો રહેમની ભીખ

આ સમુદાયના યુવાનોને ભાજપ માટે જોડવા જેમાં હોસ્ટેલ શાળાની મુલાકાત દર માસ યોજવા જણાવ્યું. જ્યાં સુધી અશપુષ્યતા છે,ત્યાં સુઘી અનામત હતાવશે નહિ તેવી ખાત્રી લોકોને આપવી. અમે સવિધાન કોઈ બદલાવ લાવવાના નથી તેની ખાત્રી આપવા પણ જણાવ્યું. સંવિધાનમા  ફક્ત 370 કલમ માટે જ ભાજપે સંશોધન કર્યુ છે તે લોકો સુધી પહોંચાડવું.

આ પણ વાંચોઃ-Crime: પંજાબી બોલવા પર પત્નીને મારતો હતો માર, પેટ્રોલ છાંટી કરી જાનથી મારી નાંખવાની કોશિશ

આ સિવાય સંતોષે સ્પષ્ટ શબ્દ માં કહ્યું છે કે જ્યાં સુધી SC અને ST સમુદાયના લોકો મુખ્ય પ્રવાહમાં નહીં જોડાય ત્યાં સુધી બીજેપી આ સમુદાય સુધી નહીં પહોંચી શકે. સાથે બીજા શબ્દોમાં વાત કરીએ તો એસ સી અને એસટી મતદારો વર્ષો સુધી કોંગ્રેસ સાથે જોડાયેલા છે.

જેને હવે જો 150 પલ્સ સીટ ના લક્ષને પહોંચવું હોય તો બીજેપી તરફ લાવવા જરૂરી છે. અને એટલા માટે હવે બીજેપી એસ સી અને એસટી સમુદાય તરફ ધ્યાન આપી રહ્યા છે. અને 2022 ચૂંટણી દરમિયાન આ તમામ વોટ બીજેપી તરફ રહે તેના માટે પ્રયાસ કરી રહ્યા છે.
Published by:ankit patel
First published:

Tags: Assembly Election, Gandhinagar News, Gujarati news

આગામી સમાચાર