ગાંધીનગરઃ આશા વર્કર બહેનોએ પોલીસને કહ્યું 'તમે તો અમારા નોકર છો નોકર'


Updated: January 23, 2020, 9:51 PM IST
ગાંધીનગરઃ આશા વર્કર બહેનોએ પોલીસને કહ્યું 'તમે તો અમારા નોકર છો નોકર'
ઘટના સ્થળની તસવીર

કુલ છ માંગણીઓને લઇને આશાવર્કર બહેનો આજે આંદોલન કરનારા હતા. સ્થાનિક પોલીસને ડિટેઇન કરે તે પહેલા જ સ્થાનિક પોલીસ અને આશાવર્કર બહેનો વચ્ચે શાબ્દિક તણખા પણ જર્યા હતા.

  • Share this:
ગાંધીગનરઃ સત્યાગ્રહ છાવણી ખાતે આજે આશાવર્કર બહેનો અને આશા ફેસિલિટેટર બહેનો તેમની માંગણીને લઇને આંદોલન પર ઉતરનાર હતી. અહીંથી શાંતિપૂર્ણ રીતે કૂચ કરીને ગાંધીનગર કલેક્ટરને તેઓ આવેદનપત્ર આપવા જવાના હતા. પરંતુ છાવણી ખાતે તેમના આંદોલનની શરૂઆત કરે તે પહેલા જ સ્થાનિક મહિલા પોલીસ (women police) દ્વારા તેમને ડિટેઇન કરવામાં આવી હતી.

કુલ છ માંગણીઓને લઇને આશાવર્કર બહેનો આજે આંદોલન કરનારા હતા. સ્થાનિક પોલીસને ડિટેઇન કરે તે પહેલા જ સ્થાનિક પોલીસ અને આશાવર્કર બહેનો વચ્ચે શાબ્દિક તણખા પણ જર્યા હતા. પોલીસે મંજૂરી અંગે સવાલ કરતા આશાવર્તર બહેનો ભડકી હતી અને બહેનોના પ્રતિનિધિએ પોલીસને નોકર કહી ગાળ આપી હતી.

આ પણ વાંચોઃ-7 બાળકોની માતા, 5ની દાદી 22 વર્ષીય યુવકના પ્રેમમાં પડી, 60 વર્ષની મહિલા ઘરેથી ભાગી

બહેનોએ કહ્યું હતું કે તમે અમને પૂછવા વાળા કોણ છો ?!તમે તો અમારા નોકર છો નોકર. જેને લઇને વાત વણસી હતી અને પોલીસે તાત્કાલિક ધોરણે તેમને ડિટેઇન કર્યા હતા ..આશાવર્કર બહેનોને મંજૂરી વગર વિરોધ કરવા મુદ્દે મેદાન મા થી ઢસડી ને બહાર લઇ જવાયા હતા.

આ પણ વાંચોઃ-યુવકે શરીર ઉપર બનાવડાવ્યા બધા રાજ્યોના 'ટેટૂ નકશા', કારણ છે જોરદાર

તેઓની પહેલી માંગણી હતી - વર્ગ-૪ નું મહેકમ ઉભુ કરીને કાયમી કર્મચારી બનાવવામાં આવેબીજી માંગણી - બહેનોને બંધારણીય અધિકાર
અનુસાર  સાતમા પગાર પંચ મુજબ વેતન
આપવામાં આવે

આ પણ વાંચોઃ-MGએ લાન્ચ કરી ઈલેક્ટ્રિક એસયુવી ZS EV, મળી રહ્યું છે એક લાખનું ડિસ્કાઉન્ટ

ત્રીજી માંગણી - ચાર લાખ રૂપિયાનો આરોગ્ય વીમો ચૂકવવામાં આવે

ચોથી માંગણી - આશાવર્કર બહેનો ને 180 દિવસની પગાર સહિતની પ્રસુતિની રજા આપવામાં આવે

પાંચમી માંગણી - આશાવર્કર બહેનો ને અનુભવના આધારે પ્રમોશન આપવામાં આવે.

છઠ્ઠી માંગણી - ૪૦ વર્ષની ઉંમરની આશાવર્કર બહેનો તેમજ આશા ફેસિલિટેટર બહેનોને પેન્શન યોજના માં સમાવવામાં આવે.

આ ૬ માંગણીને લઇને આ મહિલાઓ આજે આંદોલન કરનાર હતી. અને શાંતિપૂર્ણ રીતે કૂચ કરીને કલેકટર અને જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપનાર હતી. પરંતુ એ પહેલા જ પોલિસ દ્વારા ડિટેઇન કરવામાં આવી હતી.
First published: January 23, 2020
વધુ વાંચો
अगली ख़बर