ગુજરાત કૉંગ્રેસનાં બે ધારાસભ્યએ મોડી રાતે રાજીનામા આપ્યા, હવે ભાજપમાં જોડાશે : સૂત્ર

News18 Gujarati
Updated: March 15, 2020, 8:14 AM IST
ગુજરાત કૉંગ્રેસનાં બે ધારાસભ્યએ મોડી રાતે રાજીનામા આપ્યા, હવે ભાજપમાં જોડાશે : સૂત્ર
ગુજરાત કોંગ્રેસનાં બે ધારાસભ્યએ મોડી રાતે રાજીનામા આપ્યા છે.

26મીએ યોજાનારી ચૂંટણી માટે ભાજપનાં 103 સભ્ય સંખ્યા ધરાવતા ભાજપે અભય ભારદ્વાજ, રમીલાબહેન બારા સાથે ત્રીજા ઉમેદવાર તરીકે નરહરિ અમીનના નામની જાહેરાત કરી હતી.

  • Share this:
ગાંધીનગર : કેન્દ્રની સાથેસાથે હાલ રાજ્યમાં (Gujarat) પણ રાજકારણ (Politics) અને જોડતોડની રાજનીતિ ગરમાતી દેખાઇ રહી છે. ગુજરાતની રાજ્યસભાની (Gujarat Rajyasabha) ચાર બેઠકો માટેની ચૂંટણી આગામી 26મી માર્ચે યોજાવવાની છે. શાસક પક્ષ ભાજપે (BJP) નરહરિ અમીનને (Narhari Amin) ત્રીજા ઉમેદવાર તરીકે મૂકતાં તડજોડ અને ધારાસભ્યોના ખરીદ-વેચાણની શક્યતાઓ સેવાઇ રહી છે. માનવામાં આવી રહ્યું છે કે, ભાજપ ખૂટતા ઉમેદવાર માટે, કોંગ્રેસનાં સભ્યોને ક્રોસવોટિંગ માટે અજમાવે તેવી ભીતિનાં પગલે કૉંગ્રેસનાં (Congress) 20 ધારાસભ્યોને રાજસ્થાનનાં રિસોર્ટમાં (Resort) મોકલી દેવામાં આવ્યાં છે. આ સાથે સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, સુરેન્દ્રનગર લીંબડીનાં ધારાસભ્ય (Surendranagar) સોમા ગાંડા જે કોળી પટેલ છે જ્યારે ધારીનાં (Dhari) ધારાસભ્ય જે.વી.કાકડીયા બંન્ને મોડી રાતે અધ્યક્ષને મળ્યા હતાં. આ બંન્ને લોકોએ કૉંગ્રેસમાંથી રાજીનામું આપી દેવાની ચર્ચાએ જોર પકડ્યું છે. આ સાથે ત્રીજા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ પણ હાલ તબિયત સારી હોવાને કારણે જયપુર જવાની ના પાડી દીધી છે. તેથી તેઓ પણ ભાજપમાં જોડાઇ શકે તેવી અટકળો સેવાઇ રહી છે.

આ પણ વાંચો : અમદાવાદ : કોંગ્રેસમાં હોર્સ ટ્રેડિંગનો ભય, ધારાસભ્યોને રાજસ્થાન મોકલ્યા

કૉંગ્રેસને એનસીપી અને બીટીપીના ટેકાનો આશાવાદ

26મીએ યોજાનારી ચૂંટણી માટે ભાજપનાં 103 સભ્ય સંખ્યા ધરાવતા ભાજપે અભય ભારદ્વાજ, રમીલાબહેન બારા સાથે ત્રીજા ઉમેદવાર તરીકે નરહરિ અમીનના નામની જાહેરાત કરી હતી. આવી જાહેરાત સાથે જ એ બાબત નિશ્ચિત થઇ ગઇ હતી કે મતોની ભાંગફોડ થશે જ. સામા પક્ષે કૉંગ્રેસે પોતાના 73 અને એક અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીનાં મતનું સંકલન કરી જરૂરી 74 મત સાથે શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીનાં નામ આપ્યાં છે. મહત્વનું છે કે, કોંગ્રેસને પોતાના અને એક અપક્ષના મત ઉપરાંત એનસીપીના કાંધલ જાડેજા તેમજ છોટુ વસાવાની પાર્ટી બીટીપીના બે સભ્યોનો ટેકો મળી રહે તેવો આશાવાદ છે.

આ પણ વાંચો : અમદાવાદમાં પોલીસ ડ્રાઈવઃ હેલ્મેટ ન પહેરવાના વાહન ચાલકોએ આપ્યા અજીબોગરીબ કારણો, જાણીને હશી હશીને પેટ દુખશે

કૉંગ્રેસનાં ધારાસભ્યએ એરપોર્ટ પર શું કહ્યું?કૉંગ્રેસનાં ધારાસભ્યો જયપુર જાય તે પહેલાં હર્ષદ રીબડીયા, ગેનીબેન ઠાકોર, ચંદનજી ઠાકોર સહિત અન્ય સિનિયર ધારાસભ્યો ગાંધીનગર ખાતે પ્રદેશ પ્રમુખ સાથે બંધબારણે બેઠક કરી હતી. એરપોર્ટ પર પહોંચેલા ધારાસભ્ય લાખાભાઈ ભરવાડે કહ્યું હતું કે, જે કંઈ પૂછવું હોય તે પાર્ટીને પૂછો. હું તો મારા કામ માટે બહારગામ જઈ રહ્યો છું. પૂનમ પરમારે કહ્યું હતું કે, પાર્ટીનો આદેશ છે એ મુજબ અમે અહીં આવી ગયા છીએ. બોર્ડિંગ પાસ મળશે એટલે ખબર પડશે કે ક્યાં જવાનું છ. જ્યારે ગેનીબેન ઠાકોરે જણાવ્યું કે, અમે તો જઈ રહ્યા છે. સોમવારે પાછા આવીને વિધાનસભામાં કામગીરી બજાવીશું.

આ વીડિયો પણ જુઓ : 
First published: March 15, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading