ભાજપ સરકાર અને સંગઠનને તેમના જ ધારાસભ્યો મુશ્કેલીમાં મૂકી રહ્યા છે?


Updated: January 24, 2020, 9:11 PM IST
ભાજપ સરકાર અને સંગઠનને તેમના જ ધારાસભ્યો મુશ્કેલીમાં મૂકી રહ્યા છે?
મધુ શ્રીવાસ્તવ અને કેતન ઈનામદારની ફાઈલ તસવીર

વડોદરાના ધારાસભ્ય કેતન ઇનમદાર બાદ વડોદરાના બીજા ધાસભ્ય મધુ શ્રીવાસ્તવે પણ સરકાર સામે મોર્ચો માંડ્યો છે.ત્યારે કોંગ્રેસે પણ ભાજપ સરકાર અને સંગઠન પર હુમલો કરવાનું ચાલુ કરી દીધું છે.

  • Share this:
ગાંધીનગરઃ રાજ્યની (Gujarat) વિજય રૂપાણી સરકારને (Rupani Sarkar)પોતાના જ પક્ષના ધારાસભ્યો (MLAs) દ્વારા હવે ઘેરવામાં આવી રહ્યા છે. વડોદરાના ધારાસભ્ય (Vadodara MLA) કેતન ઇનમદાર (Ketan Inamdar) બાદ વડોદરાના બીજા ધાસભ્ય મધુ શ્રીવાસ્તવે (MLA Madhu shrivastav) પણ સરકાર સામે મોર્ચો માંડ્યો છે.ત્યારે કોંગ્રેસે પણ ભાજપ સરકાર અને સંગઠન પર હુમલો કરવાનું ચાલુ કરી દીધું છે. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષે તો દાવો કર્યો કે અડધી પીચ પર બેટીંગ કરનાર મુખ્ય મંત્રી વિજય રૂપાણી ને તેનાજ પક્ષના ધારાસભ્યો સ્ટમ્પ આઉટ કરવા માગે છે.

કોંગ્રેસ (Gujarat congress) પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના (amit chavda) મુખ્યમંત્રી (chief minister) વિજય રૂપાણીને (vijay rupani) સ્ટમ્પ આઉટ કરવા મામલે  પ્રદેશ ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે  મુખ્યમંત્રી પ્રજા હિત ના કર્યો માટે અડધી પીચે રમવાની વાત છે ત્યારે કોંગ્રેસ થાકી ગઈ છે એટકે ફિલ્ડિંગ નથી કરી શકતી. કોઈ પણ મુદ્દે કોંગ્રેસ ને અતિઉત્સાહ માં આવવાની જરૂર નથી. કોંગ્રેસ ના નેતાઓ ની ભાષા પાકિસ્તાન તરફી કેમ હોય છે.

આ પણ વાંચોઃ-સોના-ચાંદીની કિંમતો ઉપર ચીનના જીવલેણ વાયરસની થઈ અસર, જાણો નવા ભાવ

વડોદરાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની ગેરવર્તણુક મામલે ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું  કે જાહેર જનતામાં કામ કરતા સમયે દરેક લોકોએ ભાષા અને વાણી વર્તન વ્યવસ્થિત રાખવી જોઈએ,મધુભાઈનું વર્તન અશોભનીય છે,વિસ્તારના કામના સંદર્ભમાં રજુઆત યોગ્ય ફોરમમાં કરવી જોઈએ,જિલ્લાના પ્રભારી હોય છે,ખાતાના મંત્રી હોય છે.તેમને રજૂઆત કરવી જોઈએ,સરકારના સેવા સેતુ કાર્યક્રમમાં અનેક લોકોના કામ થતા હોય છે.સંકલન સમિતિ અને વિધાનસભામાં પણ રજુઆત કરી શકાય છે.

આ પણ વાંચોઃ-72 વર્ષીય વૃદ્ધાનો AMTS બસની મુસાફરીનો કડવો અનુભવ સાંભળીને હલી જશો તમે

પબ્લિસિટી માટે આ પ્રકારે વર્તન ન કરવું જોઈએ મધુ શ્રીવાસ્તવને બરોડાના લોકો ઓળખે છે.તેમનો સ્વભાવ જનતા અને મીડિયાને અસર ન કરવો જોઈએ,તેમને ચૂંટણી સમયે પણ ટકોર કરવામાં આવી હતી,અધિકારીને લાફો મારવાની હિંસાત્મક વાત ન જ થઈ શકે,અધિકારી કામ ન કરે તો મંત્રી યોગ્ય ફોરમમાં છે.આ પણ વાંચોઃ-અમદાવાદના આ મહિલા PIની માનવતા જોઈને તમે પણ કરશો સો સો સલામ

પાર્ટી મધુ શ્રીવાસ્તવના આ વર્તન બદલ અવશ્ય પગલાં ભરશે મીડિયા કર્મીઓ સાથે કરેલા વ્યવહાર નિંદનીય.જાહેરજીવનમાં પ્રજાના પ્રતિનિધિ એ સંયમ રાખવો જોઈએ,જાહેર જીવન માં ઘણીવાર ઉશ્કેરણી જનક પ્રસંગો બનતા હોય છે.ભાજપ પ્રદેશ ધારાસભ્ય મધુ શ્રી વાસ્તવ મામલે નોંધ લેશે.ધારાસભ્ય ને કોઈ રજૂઆત હોય તો તે યોગ્ય ફોરમ મા કરવી  જોઈએ.માત્ર પબ્લિસિટી માટે આવું ન કરવું જોઈએ,કોંગ્રેસ આ બાબતે લાભ લેવાનો બંધ કરે,કોંગ્રેસ ના હિંસાત્મક કાર્યક્રમો લોકો જોયા છે. કોંગ્રેસ પોતાનું ઘર સાચવે.
First published: January 24, 2020, 8:39 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading