રાજ્યના 5 જિલ્લાઓનાં 100% ઘરોમાં 2જી ઓકોટોબર સુધીમાં નળ દ્વારા શુદ્ધ પેય જળ પહોંચાડવામાં આવશે

રાજ્યના 5 જિલ્લાઓનાં 100% ઘરોમાં 2જી ઓકોટોબર સુધીમાં નળ દ્વારા શુદ્ધ પેય જળ પહોંચાડવામાં આવશે
ફાઈલ તસવીર

જાણો ક્યા જિલ્લાને મળશે લાભ, ઉપરાંત 2020-21 દરમિયાન 11.15 લાખ ઘરોમાં નળ જોડાણ આપવાની યોજના

 • Share this:
  ગાંધીનગર : ભારત સરકારના જલ શક્તિ વિભાગના મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ​​વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગુજરાતમાં 'જલ જીવન મિશન'ના આયોજન અને અમલીકરણની સંયુક્તપણે કરેલી સમીક્ષા દરમ્યાન મુખ્યમંત્રીએ આ નેમ વ્યક્ત કરી હતી.
  આ સંદર્ભમાં વિજય રૂપાણીએ કહ્યું કે ગુજરાતના ગાંધીનગર બોટાદ વડોદરા પોરબંદર અને મહેસાણાનાં ગામોમાં 100 ટકા ઘરોમાં પીવાનું શુદ્ધ પાણી નળ મારફતે પહોંચાડવાનું આયોજન રાજ્ય સરકારે કર્યું છે.  મુખ્યમંત્રીએ જણાવ્યું કે, 'જલ જીવન મિશન'નો લક્ષ્યાંક 2024 સુધીમાં પૂર્ણ કરવાનો છે પરંતુ ગુજરાતે જે આગોતરું આયોજન કર્યું છે તેના પરિણામે બે વર્ષ વહેલો એટલે કે 2022 માં જ આ લક્ષ્યાંક ગુજરાત પૂર્ણ કરી દેશે.

  મુખ્યમંત્રીએ આ વીડિયો કોન્ફરન્સ બેઠક દરમિયાન જણાવ્યું કે, રાજ્ય સરકારે 2002 માં એક નવિન પહેલ રૂપે પાણી ના વિતરણ માટે ગ્રામીણ જન સમુદાય ની ભાગીદારી થી પાણી અને સ્વચ્છતા વ્યવસ્થાપન સંગઠન- વાસ્મો (વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઈઝેશન) મારફતે વિકેન્દ્રિત, માંગ આધારિત અને સમુદાય સંચાલિત પેયજળ વિતરણ કાર્યક્રમનો સફળતા પૂર્વક અમલ કર્યો છે.
  આ સફળ પ્રયત્નોને પરિણામે રાજ્યના 70%થી વધુ ઘરોમાં નળ જોડાણ દ્વારા પીવાના શુદ્ધ પાણી મળવું સાકાર થયું છે.

  આ પણ વાંચો :   Rain Alert : 16-17 ઑગસ્ટ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં પડી શકે છે મૂશળધાર

  તેમણે કહ્યું કે, ગ્રામ પંચાયત અને પાણી સમિતિને ગામડાઓમાં પાણી પુરવઠા યોજનાઓનું સંચાલન, અમલીકરણ અને જાળવણી માટે પ્રોત્સાહન આપીને 'વાસ્મો' જળ વિતરણ સેવાનું એક સફળ વિકેન્દ્રિત મોડેલ બન્યું છે.

  મુખ્યમંત્રીએ રાજ્ય ના ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી ની સ્થિતિ અંગે ની વિસ્તૃત વિગતો આપતા કહ્યું કે, રાજ્યના 93.03 લાખ ગ્રામીણ ઘરોમાંથી 68.63 લાખને નળ જોડાણો પૂરા પાડવામાં આવ્યા છે.

  એટલું જ નહિ 2020-21 દરમિયાન 11.15 લાખ ઘરોમાં નળ જોડાણ આપવાનું પણ આયોજન છે. આ વર્ષે રાજ્યમાં 1 એપ્રિલ થી અત્યાર સુધીમાં 2.46 લાખ ગ્રામીણ ઘરોને પીવાના પાણી માટેના જોડાણો થી આવરી લેવાયા છે એમ પણ મુખ્યમંત્રી એ ઉમેર્યું હતું.

  તેમણે જણાવ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2020-21માં ગુજરાત ને રૂપિયા 883.08 કરોડની ફાળવણી કરવામાં આવી છે અને તેમાં રાજ્યના હિસ્સા સાથે કુલ 1,777.56 કરોડની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં આવી છે.

  મુખ્યમંત્રીએ જણાવ્યું કે, 15માં નાણા આયોગ અંતર્ગત રાજ્યનસ્થાનિકસ્વરાજ્ય ની સંસ્થાઓને રુ. 3,195 કરોડની ફાળવણી કરવામાં આવી છે અને તેમાંથી પણ 50% પાણી પુરવઠા અને સેનિટેશન માટે ફરજિયાત પણે ખર્ચ કરવાનો છે.

  મુખ્યમંત્રીએ એમ પણ જણાવ્યું કે રાજ્યના 18,191 ગામોમાંથી, 17,899 ગામોમાં હાલ પાઇપલાઇન દ્વારા પીવાના પાણીના વિતરણની વ્યવસ્થા અમલી છે,હવે આગામી ડિસેમ્બર મહિના સુધીમાં 6,000 ગામડાઓ 100% નળ જોડાણ ધરાવતા થઈ જશે.

   વાંચો :   પણટંકારા : શ્રાવણિયો જુગાર શરૂ હતો અને આરઆર સેલ ત્રાટકી, 50 લાખનો મુદ્દામાલ, 7 જુગારી ઝડપાયા

  મુખ્યમંત્રી કહ્યું કે, રાજ્યના બાકીના ગામડાઓને પીવાનું શુધ્ધ પાણી પહોંચાડવા માટે ર્સફેસ બેઝ્ડ પાણીની વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે તે આગામી બે વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે. તેમણે કેન્દ્રીય મંત્રીને એવી પણ ખાતરી આપી કે ગામોમાં પાણી પુરવઠો અને સ્વચ્છતાના કામો માટે નાણાં પંચની ગ્રાન્ટનો ઉપયોગ રાજ્ય સરકાર કરશે.

   વાંચો :  અમદાવાદ : 'તમે માં-દીકરી બંને લૂંટેરી છો, પોલીસ ફરિયાદ કરી તો જાનથી મારી નાખીશ', જાણીતા બિલ્ડર સામે FIR

  મુખ્યમંત્રીએ ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (આઇ.ઓ.ટી.) આધારિત સેન્સર મોનિટરિંગ સિસ્ટમના પાઇલોટ પ્રોજેક્ટ અંગે કેન્દ્રીય મંત્રીને માહિતગાર કર્યા હતા.
  રાજ્યના બે જિલ્લાના 1,000 ગામોમાં આ પાઇલટ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે અને તેની કાર્યક્ષમતાનું નિરીક્ષણ કરવામાં આવે છે.  આ પાયલોટ પ્રોજેક્ટ સફળ થયેથી રાજ્યના બધા જ ગામડાઓમાં પાણી પુરવઠાની સ્થિતિની ઓનલાઇન દેખરેખ માટે તેનો ઉપયોગ કરવાના છીએ તેમ પણ વિજય રૂપાણી એ જણાવ્યું હતું.
  Published by:Jay Mishra
  First published:August 16, 2020, 16:15 pm

  ટૉપ ન્યૂઝ