મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા 7000થી વધુ કર્મચારીઓની ઓનલાઈન ભરતી કરાશે

મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા 7000થી વધુ કર્મચારીઓની ઓનલાઈન ભરતી કરાશે
મહિલા બાલ કલ્યાણ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી વિભાવરીબેન દવે (ફાઈલ ફોટો)

જેમાં મહિલાઓએ તમામ દસ્તાવેજો ઓનલાઈન સબમિટ કરવાના રહેશે. જેની સાથે તમામ બાબત કોમ્પ્યુટરાઈઝ કરવામાં આવી છે.

  • Share this:
ગાંધીનગર : કોરોનાની મહામારી ને લઈ સમગ્ર દેશમાં ભેગા થવા પર પ્રતિબંધ છે, ત્યારે ગુજરાતમાં મહિલા બાળ કલ્યાણ વિભાગે આંગણવાડીમાં ઓન લાઈન ભરતી કરવાનો નિર્ણય કર્યો છે.

સમગ્ર દેશમાં ગુજરાતમાં આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનની ઓનલાઇન ભરતી કરવામાં આવનાર છે. જે બાબતે મહિલા બાલ કલ્યાણ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી વિભાવરીબેન દવેએ જણાવ્યું હતું કે, આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતી ઓનલાઇન કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.જેમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે મહેસાણા જિલ્લામાં 319 અગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતી કરવામાં આવી છે. સમગ્ર દેશમાં આ પ્રથમ પ્રોજેક્ટ છે. આ સમગ્ર પ્રક્રિયા દરમ્યાન ઓનલાઇન અરજદારો પાસે અરજી મંગાવાઈ હતી. જેમાં મહિલાઓએ તમામ દસ્તાવેજો ઓનલાઈન સબમિટ કરવાના રહેશે. જેની સાથે તમામ બાબત કોમ્પ્યુટરાઈઝ કરવામાં આવી છે. ગ્રામપંચાયત, તાલુકા પંચાયતમાંથી ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની તમામ માહિતી મળી શકશે.

આ પણ વાંચોહવે ગરીબ અને મધ્યમ વર્ગને સરળતાથી મળશે Loan, સરકારે બતાવી રીત શરૂ કરી આ ખાસ સર્વિસ

આ બન્ને જગ્યાઓ માટે ઉમેદવારને રૂબરૂ ઇન્ટરવ્યૂ લેવા માટે બોલાવવામાં નહીં આવે, ઉમેદવારના ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને લાયકાતના આધારે પસંદગી પામેલ ઉમેદવારોને નિમણુંક પત્ર પણ ઓનલાઇન આપી દેવામાં આવશે.

આમ આગામી સમય માં મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા ચાલુ વર્ષે 7000 થી વધુ આંગણવાડી કાર્યકર અને તેડાગર ની ભરતી પણ ઓનલાઇન પ્રક્રિયાથી કરવામાં આવશે. મહત્વપૂર્ણ વાત તો એ છે કે મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા નિવૃત થનાર કર્મચારીઓ ની સંખ્યા ને ધ્યાન માં રાખી ને ભરતી માટે આગોતરું આયોજન કરી ને જગ્યા ભરી દેવાશે.
Published by:kiran mehta
First published:July 24, 2020, 18:48 pm