ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, 60 લાખ પરિવારને Freeમાં ચોખા, દાળ, ખાંડ આપશે

ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, 60 લાખ પરિવારને Freeમાં ચોખા, દાળ, ખાંડ આપશે
મુખ્યમંત્રી વિજય રૂપાણી

ચીજવસ્તુઓની ભવિષ્યમાં પણ તકલીફ ના પડે તે માટેનું આયોજન સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. જેથી વસ્તુઓનો સંગ્રહ કરવાનું કે આવી ચીજવસ્તુઓ મળશે નહી તેવો ડર રાખવાની જરૂરત નથી

 • Share this:
  કોરોના વાયરસના કારણે ઉભી થયેલી વર્તમાન પરિસ્થિતિને જોતા રાજ્ય સરકાર દ્વારા નાગરીકો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. લોક ડાઉનના પગલે ધંધા-રોજગારને અસર પડતા જે લોકો રોજ કમાઈને રોજ ખાતા હોય તે લોકોની સ્થિતિ દયનીય બની હતી, જેને પગલે આજે સરકારે મહત્વના નિર્ણયની જાહેરાત કરી છે.

  60 લાખ પરિવારને મફતમાં રાશન અપાશે  સરકારે જાહેરાત કરી છે કે, ગરીબ, મધ્મ વર્ગ જેવા 60 લાખ પરિવારોને મફતમાં રાશન કાર્ડની દુકાન પરથી રાશન આપવાનો સરકારે નિર્ણય લીધો છે. આ મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરાત કરતાકહ્યું કે, ગરીબ, શ્રમજીવી અને મધ્યમવર્ગના 60 લાખ જેટલા પરિવારના 3.25 કરોડ લોકોને લોક ડાઉનના પગલે ખાવા પીવાની ચીજ વસ્તુઓની તકલીફ ન પડે તે માટે આવા રેશનકાર્ડ ધારકોને 1 એપ્રિલથી એક મહિના માટે મફતમાં રાશન આપવાનો નિર્ણય લીધો છે.

  વ્યક્તિ દીઠ કેટલું રાશન આપવામાં આવશે

  1 એપ્રિલથી રાજ્યની સરકાર માન્ય અનાજની દુકાન પરથી વ્યક્તિ દીઠ 1.50 કિલો ચોખા, કટુંબ દીઠ 1 કિલો ખાંડ, 1 કિલો દાળ અને 1 કિલો મીઠુ વીના મુલ્યે આપવામાં આવશે.

  કોઈએ ચીજ-વસ્તુનો સંગ્રહ કરવો નહીં

  મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના દરેક નાગરીકને અપીલ કરી છે, રાજ્ય સરકાર દ્વારા કોઈ નાગરીકને તકલીફ ન પડે તે માટે સંવેદના પૂર્વક આ નિર્ણય લીધો છે. કેમણે અપીલ કરી કે, કોરોનાથી બચવા માટે કોઈ પોતાના ઘરની બહાર ન નીકળે, અને સમાજને આ વાયરસથી બચાવે. જીવન આવશ્યક તમામ ચીજવસ્તુઓની ભવિષ્યમાં પણ તકલીફ ના પડે તે માટેનું આયોજન સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. જેથી વસ્તુઓનો સંગ્રહ કરવાનું કે આવી ચીજવસ્તુઓ મળશે નહી તેવો ડર રાખવાની જરૂરત નથી.
  Published by:News18 Gujarati
  First published:March 25, 2020, 15:16 pm

  ટૉપ ન્યૂઝ