સરકારનો મહત્વનો નિર્ણય, 20 એપ્રિલે રાજ્યમાં માત્ર ગ્રામ્ય વિસ્તારના જ ઔધોગિક એકમો ચાલુ થશે


Updated: April 18, 2020, 10:22 PM IST
સરકારનો મહત્વનો નિર્ણય, 20 એપ્રિલે રાજ્યમાં માત્ર ગ્રામ્ય વિસ્તારના જ ઔધોગિક એકમો ચાલુ થશે
ફાઈલ તસવીર

શહેરી વિસ્તારોમાં ઉદ્યોગ એકમો શરૂ ક્યારે કરવા દેવા તે અંગે પરિસ્થિતિના સતત નિરીક્ષણ બાદ રાજ્ય સરકાર નિર્ણય કરશે.

  • Share this:
ગાંધીનગરઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીની (CM vijay rupani) અધ્યક્ષતામાં યોજાયેલી મહત્વ પૂર્ણ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. કે રાજ્યમાં આગામી 20 એપ્રિલ સોમવારથી માત્ર નગરપાલિકા મહાનગરપાલિકા હદ વિસ્તાર સિવાયના વિસ્તારોમાં જ ઔદ્યોગિક એકમો કાર્યરત કરી શકાશે.  શક્ય હોય ત્યાં સુધી આવા એકમોના કામદારોને ફેકટરી પ્રીમાઇસિસમાં જ રહેવાની વ્યવસ્થા અને બને એટલી ઓછી અવરજવર થાય તેની તકેદારી રાખવાની રહેશે.

શહેરી વિસ્તારોમાં ઉદ્યોગ એકમો શરૂ ક્યારે કરવા દેવા તે અંગે પરિસ્થિતિના સતત નિરીક્ષણ બાદ રાજ્ય સરકાર નિર્ણય કરશે. એમ પણ આ બેઠકમાં કરવામાં આવ્યો છે. શહેરી વિસ્તારમાં નિર્માણ હેઠળના બાંધકામ પ્રોજેક્ટ્સ પણ કામદારો શ્રમિકોની તે પ્રોજેક્ટ્સ સ્થળે રહેવાની વ્યવસ્થા સાથે ચાલુ રાખી શકાશે.

આ પણ વાંચોઃ-અમેરિકામાં દર્દીઓની સારવારમાં કોરોનાગ્રસ્ત થયું વડોદરાનું ડોક્ટર દંપતી, જણાવ્યું સાજા થવાનું રહસ્ય

રોજગાર આપનાર માલિકે કામદારો માટે સોશિયલ ડિસ્ટેન્સિંગ (social distansing) જાળવવા સાથે  સરકારની ગાઈડ લાઈન મુજબ જાહેરનામામાં દર્શાવ્યા મુજબની વ્યવસ્થાઓ  પણ કરવાની રહેશે.આ બેઠક માં મુખ્ય સચિવ અનિલ મૂકીમ મુખ્ય મંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન તેમજ અગ્ર સચિવ મનોજ દાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ લોકડાઉનની ફરજમાં તડકાથી બચવા પોલીસ માટે મુસ્લિમ યુવકે બનાવી ડિજિટલ છત્રી, જાણો વિશેષતા

ઉલ્લેખનીય છે કે લૉકડાઉનનો બીજો તબક્કો (Lockdown Phase 2) શરૂ થઈ ગયો છે પરંતુ રાજ્યમાં કોરોના (Coronavirus)નો કહેર અટકી નથી રહ્યો. કોરોનાના કુલ પોઝિટિવ (Corona Positive Cases) કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. 18મી એપ્રિલના રોજ સવારે 10 વાગ્યા પછી કોરોનાના કુલ 104 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ ગુજરાતમાં કોરોના પોઝિટિવ કુલ કેસની સંખ્યા 1376 પર પહોંચી છે.આ પણ વાંચોઃ-સાવધાન! રાજ્યના ત્રણ શહેરોના કર્ફ્યૂ ગ્રસ્ત વિસ્તારમાં IB રાખશે નજર, કડક કાર્યવાહી થશે

ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ (Gujarat Health Department) તરફથી આ માહિતી આપવામાં આવી છે. જેમાંથી અમદાવાદ શહેરમાં જ 96 કેસ મળી આવ્યા છે. અમદાવાદમાં 96 પૈકી 53 પુરૂષ અને 33 મહિલા, વડોદરામાં 3 પૈકી 2 પુરૂષ અને 1 મહિલા, ભાવનગરમાં 2 પૈકી 1 પુરૂષ અને 1 મહિલા, મહીસાગરમાં એક કેસ પુરૂષનો, પંચમહાલમાં 1 કેસ પુરૂષ અને સાબરકાંઠામાં 1 કેસ મહિલાનો સામે આવ્યો છે.

રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતિ રવિએ આપી હતી. અમદાવાદમાં સૌથી વધુ 96 કેસો નોધાયા છે. રાજ્યમાં 5 કોરોના પોઝિટિવના મોત થયા છે. જ્યારે 5 દર્દીઓ સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. અમદાવાદમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 861 થઈ છે. સુરતમાં 156 અને વડોદરામાં 155 કેસ છે.
First published: April 18, 2020, 9:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading