અમિત શાહ ગુજરાતની મુલાકાતે, બીજેપીનો તાજ કોને સોંપવો કરશે નક્કી!


Updated: January 9, 2020, 7:31 PM IST
અમિત શાહ ગુજરાતની મુલાકાતે, બીજેપીનો તાજ કોને સોંપવો કરશે નક્કી!
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ (ફાઈલ ફોટો)

અમિત શાહની એક દિવસની મુલાકાત મહત્વની બની રહેશે. સરકારી કાર્યક્રમોની સાથે પ્રદેશ બીજેપીના સંગઠનનો કોયડો ઉકેલશે

  • Share this:
કેન્દ્રીય ગૃહ પ્રધાન અને બીજેપી ના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની ગુજરાતની 11 જાન્યુઆરીના રોજ એક દિવસની મુલાકાત મહત્વની બની રહેશે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સરકારી કાર્યક્રમોની સાથે પ્રદેશ બીજેપીના સંગઠનનો કોયડો ઉકેલશે. મહત્વની વાત તો એ છે કે, ગુજરાત બીજેપી શહેર બીજેપીના પ્રમુખ કે જિલ્લા પ્રમુખ નક્કી કરી શકી નથી. ત્યારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે તેમનો બપોરનો સમય સીએમ નિવાસસ્થાન પર પ્રદેશ બીજેપીના નેતાઓ અને સરકારના સિનિયર પ્રધાનો સાથે સંગઠન અને સરકારની કામગીરી બાબતે મનોમંથન કરશે. આ બેઠકમાં આગામી સમયમાં રાજયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઇને તેઓ માર્ગદર્શન આપશે.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ 10 જાન્યુઆરીના રોજ મોડી રાત્રે ગુજરાત આવશે. તેઓ 11 જાન્યુઆરીના રોજ ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે આયોજિત કાર્યક્રમમાં સવારે 10.30 વાગ્યે વિશ્વાસ પ્રોજેક્ટને લોન્ચ કરશે. આ ઉપરાંત તેઓ કમાન્ડિંગ ઈન કંટ્રોલ રૂમની મુલાકાત લઇ ખુલ્લો મુકશે. તેઓ ગાંધીનગર રેલવે સ્ટેશનની મુલાકાત લેશે તેમ ગૃહ રાજય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ માહિતી આપી હતી. તેમણે વધુમાં કહ્યું હતુંકે જીટીયુના પદવીદાન સમારોહમાં તેઓ ઉપસ્થતિ રહી દીક્ષાંત પ્રવચન કરશે, જયારે તેઓ ગાંધીનગર રેલવે સ્ટેશન પર નવ નિર્મિત હોટેલનું નિરીક્ષણ કરશે.

બપોર બાદ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સીએમ હાઉસમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, પ્રદેશ બીજેપીના પ્રમુખ જીતુ વાઘાણી, પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા સહીતના પ્રદેશ બીજેપીના ટોચના નેતાઓ સાથે ગુજરાતના પડતર પ્રશ્નો ઉપરાંત પ્રદેશ બીજેપીના સંગઠન બાબતે ચર્ચા કરી જિલ્લા પ્રમુખથી માંડી પ્રદેશ ટીમને આખરી રૂપ આપશે.

સાંજે તેઓ અમદાવાદમાં સીએએના સમર્થનમાં નારણપુરા વિધાનસભામાં બીજેપી દ્વારા શનિવારે કાર્યક્રમનું, જેમાં 5 લાખ કરતા વધુ સહીઓ વાળા પત્રો અર્પર્ણ કરવામાં આવશે. આ બેઠકમાં નારણપુરા વિધાનસભા મતક્ષેત્ર આવતી સોસાયટીના તમામ ચેરમેન અને સેક્રેટરીઓને પણ હાજર રહેવા આમંત્રણ અપાયું છે. તેમની સાથે ભોજન લેશે. આ કાર્યક્રમમાં મહેસુલ પ્રધાન કૌશિક પટેલ, શહેર બીજેપી પ્રમુખ જગદીશ પંચાલ, પ્રદેશ બીજેપીના પ્રભારી આઈ.કે. જાડેજા ઉપરાંત શહેર બીજેપીના હોદેદારો ઉપસ્થિત રહેશે.
First published: January 9, 2020, 7:23 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading