વિજય રૂપાણીની ખુરશી ખેંચવાની સ્ક્રિપ્ટ લખાઇ ચુકી છે, આ કારણે તેઓ વેદના વ્યક્ત કરે છે : અમિત ચાવડા

News18 Gujarati
Updated: March 11, 2020, 2:42 PM IST
વિજય રૂપાણીની ખુરશી ખેંચવાની સ્ક્રિપ્ટ લખાઇ ચુકી છે, આ કારણે તેઓ વેદના વ્યક્ત કરે છે : અમિત ચાવડા
અમિત ચાવડા.

રૂપાણી Vs ચાવડા : 'સરકાર કોણ ચલાવે છે તે તમામ લોકો જાણે છે, કયા રિમોટથી સરકાર ચાલે છે તે ગુજરાતના લોકો જ નહીં, દેશ પણ જાણે છે.'

  • Share this:
ગાંધીનગર : આજે એટલે કે બુધવારે કેબિનેટ બેઠક પહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani)એ મધ્યપ્રદેશ (Madhyra Pradesh Crisis)ની સરકાર પર ઉભા થયેલા સંકટ અને ગુજરાતમાં કૉંગ્રેસ (Gujarati Congress) ની સ્થિતિ પર વાતચીત કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, ગુજરાતમાં કૉંગ્રેસની સ્થિત ખૂબ જ ખરાબ છે. ગુજરાત કૉગ્રેસની નેતાગીરી બદલવા માટે પ્રયાસો ચાલી રહ્યા હોવાનું પણ સીએમ રૂપાણીએ જણાવ્યું હતું. સીએમ રૂપાણીના આવા નિવેદનનો જવાબ આપતા ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા (Gujarat Pradesh Congress President Amit Chavda)એ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીની ખુરશી પર જોખમ હોવાથી તેઓ આ પ્રકારનું નિવેદન આપી રહ્યા છે. સાથે જ અમિત ચાવડાએ રાજ્યસભાની ગુજરાત (Gujarat Rajya Sabha Seat)ની બંને બેઠક જીતવાની પણ આશા વ્યક્ત કરી હતી.

ગુજરાતની સરકાર રિમોટથી ચાલે છે : અમિત ચાવડા

મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપની સરકાર પર આકરા પ્રહારો કરતા અમિત ચાવડાએ જણાવ્યું કે, "ગુજરાતની જનતા, સરકારના મંત્રીઓ અને અધિકારીઓને એક પ્રશ્નો પૂછવો જોઈએ કે તેઓ વિજયભાઈને સીએમ તરીકે ગણે છે કે નહીં? સરકાર કોણ ચલાવે છે તે તમામ લોકો જાણે છે. કયા રિમોટથી સરકાર ચાલે છે તે ગુજરાતના લોકો જ નહીં પરંતુ દેશ પણ જાણે છે. વિજયભાઈએ કૉંગ્રેસની ચિંતા કરવાને બદલે પ્રજાએ તેમને જે મેન્ટેડ આપીને ચૂંટ્યા છે તે કામોની ચિંતા કરવાની જરૂર છે. અડધી પીચે રમીશું અને ભ્રષ્ટાચાર નાબૂદ કરીશું જેવા નિવદનો કરવા માટે જાણીતા સીએમએ રાજ્યના ખેડૂતોની ચિંતા કરવાની જરૂરી છે. બિનસચિવાયલની પરીક્ષાની તારીખો જાહેર નથી થઈ રહી તેની ચિંતા કરવાની જરૂર છે. મુખ્યમંત્રીના હોમટાઉન રાજકોટમાં ગાંધીજીએ સ્થાપેલી શાળામાં દારૂ પકડાય છે તેની ચિંતા કરવાની જરૂર છે."

આ પણ વાંચો : જ્યોતિરાદિત્યનો નિર્ણય યોગ્ય, કૉંગ્રેસ અંદરોઅંદરની લડાઈમાં હોમાઈ ગઈ છે : વિજય રૂપાણી

મુખ્યમંત્રીની ખુરશી ખેંચવાની સ્ક્રિપ્ટ લખાઈ ચુકી છે : ચાવડા

વિજય રૂપાણીના નિવેદન મામલે આકરા પ્રહારો કરતા અમિત ચાવડાએ વધુમાં જણાવ્યું કે, "મુખ્યમંત્રીની ખુરશી ખેંચવાની સ્ક્રિપ્ટ દિલ્હીથી લખાઈ ચુકી છે. આ કારણે જ તેમના ધારાસભ્યો તેમની વિરુદ્ધ બોલી રહ્યા છે. હું માનું છું કે આ કારણે જ તેમના અંદર રહેલી વેદના બહાર આવી રહી છે. એમની જ પાર્ટીના લોકો મુખ્યમંત્રી બદલવા માટે જે અંદરોઅંદર રમત રમી રહ્યા છે તેની વેદના તેઓ રજૂ કરી રહ્યા છે. મુખ્યમંત્રીને રાત્રે ઊંઘ નહીં આવી હોય, એટલે સવારે જાગીને આવું નિવેદન કર્યું હશે. કેતન ઇનામદાર અને બીજા ધારાસભ્યોએ જે નિવેદનો કર્યા છે તેનાથી સીએમ ફફડી ગયા છે. ગુજરાતમાં કૉંગ્રેસ ખૂબ જ મજબૂત છે અને રાજ્યસભાની બંને બેઠકો જીતશે."આ પ્રસંગે મધ્ય પ્રદેશના રાજકીય સંકટ વિશે અમિત ચાવડાએ જણાવ્યું કે, "ભાજપના શાસકો પોતાના નીતિ અને કાર્યોને કારણે જીતી નથી શકતા ત્યારે તડ-જોડનો પ્રયાસ કરે છે. સત્તા, પૈસા અને ધાકધમકી આપીને લોકોને પોતાની તરફ ખેંચીને સત્તા હાંસલ કરવાનો પ્રયાસ થાય છે. મધ્ય પ્રદેશની ઘટના દુઃખદ છે. મધ્ય પ્રદેશમાં ફ્લોર ટેસ્ટ થશે ત્યારે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે."
First published: March 11, 2020, 12:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading