અંબાલાલ પટેલ Vs હવામાન વિભાગ: કમોસમી વરસાદને લઈને કોણે શું આગાહી કરી?

અંબાલાલ પટેલ Vs હવામાન વિભાગ: કમોસમી વરસાદને લઈને કોણે શું આગાહી કરી?
અંબાલાલ પટેલ, ડૉ. જયંત સરકાર

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે (Ambalal Patel) ન્યૂઝ18 ગુજરાતી સાથે વાતચીત કરતા કમોસમી વરસાદ અને ઠંડીના આગમને અને શિયાળું પાકને થનારા નુકસાન અંગે વાતચીત કરી હતી.

  • Share this:
    ગાંધીનગર: ગુજરાતમાં આગામી 10થી 12મી દરમિયાન કમોસમી વરસાદ (Unseasonal Rain) થવાની આગાહી હવામાન વિભાગ (Weather Department) તરફથી આપવામાં આવી છે. તો બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે (Ambalal Patel) ન્યૂઝ18 ગુજરાતી સાથે વાતચીત કરતા કમોસમી વરસાદ અને ઠંડીના આગમને અને શિયાળું પાકને થનારા નુકસાન અંગે વાતચીત કરી હતી.

    અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, "સામાન્ય રીતે શિયાળામાં કમોસમી વરસાદ પડતો હોય છે પરંતુ આ વર્ષે વિશિષ્ટ પરિસ્થિતિને પગલે હજુ સુધી ઠંડી પણ આવી નથી. બંગાળ અને અરબ સાગરમાં ચક્રવાતની અસરને પગલે આવું થઈ રહ્યું છે. જોકે, આ ચક્રવાત દરમિયામાં સમાઇ જશે અથવા ઓમાન તરફ ફંટાય જશે. જેની અસરને પગલે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આગામી 10થી 12મી તારીખ દરમિયાન વાદળો જોવા મળશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના કિનારાના ભાગોમાં હળવો વરસાદ પડી શકે છે. વરસાદને પગલે જીરુ, કપાસ અને અન્ય પાકો પર વિપરીત અસર પડશે. પાકમાં જીવાત કે ઇયળો આવવાની સંભાવના રહેલી છે."



    આ પણ વાંચો: 

    અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે માવઠાથી જીરુના પાકને નુકસાન થઈ શકે છે. આ ઉપરાંત ઠંડી ગાયબ થવાથી ઘઉંના પાકને અસર પહોંચી શકે છે. જોકે, દિલ્હી અને ઉત્તર ભારતમાં માવઠા બાદ 14 ડિસેમ્બર દરમિયાન ગુજરાતમાં ઠંડી પાછી આવવાની સંભાવના છે.

    હવામાન વિભાગની આગાહી

    હવામાન વિભાગની અમદાવાદ ઓફિસ તરફથી જણાવ્યા પ્રમાણે આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવી શકે છે. જેના પગલે આગામી 10થી 12મી ડિસેમ્બરના રોજ છૂટો-છવાયો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ દિવસો દરમિયાન સોમનાથ, સુરત, ભાવનગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, આણંદમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના અમુક વિસ્તારોમાં વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગ તરફથી આપવામાં આવી છે.

    આ પણ જુઓ-

    આ મામલે હવામાન વિભાગ અમદાવાદના ડાયરેક્ટર ડૉક્ટર જયંત સરકાર જણાવ્યું હતું કે, "10મી તારીખે એટકે કે પ્રથમ દિવસે ગીર-સોમનાથ જિલ્લામાં હળવો વરસાદ પડી શકે છે. બીજા દિવસે એટલે કે 11 તારીખના રોજ દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લામાં થોડો વરસાદ પડવાની સંભાવના રહેલી છે. 12મી તારીખના રોજ ભાવનગર, દાહોદ, પંચમહાલ, આણંદ અને વડોદરા જિલ્લામાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે.
    Published by:Vinod Zankhaliya
    First published:December 08, 2020, 17:34 pm

    ટૉપ ન્યૂઝ