અમદાવાદ : મહામારીના સમયમાં કાગળ ખરીદીનું કૌભાંડ, બજાર ભાવ કરતા 6 હજાર રૂપિયા વધુ ચૂકવાયાનો આક્ષેપ


Updated: June 13, 2020, 11:23 PM IST
અમદાવાદ : મહામારીના સમયમાં કાગળ ખરીદીનું કૌભાંડ, બજાર ભાવ કરતા 6 હજાર રૂપિયા વધુ ચૂકવાયાનો આક્ષેપ
કાગળ ખરીદીનું કૌભાંડ

આ બાબતે રાજયના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા એ કોઈ તથ્ય ન હોવાનું કહ્યું હતું. નિયમ મુજબ જ કોન્ટ્રાકટરને ઓર્ડર અપાયો છે.

  • Share this:
ગાંધીનગર : ગુજરાત પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પુસ્તકો માટેના કાગળની ખરીદીમાં કોઈ કૌભાંડ થયું ન હોવાનું શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ખુલાસો કર્યો છે. જોકે સૂત્રોની વાત માનીએ તો ગુજરાત રાજય પાઠયપુસ્તક મંડળ દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરાયેલ ઈ પોર્ટલ જીઈએમમાં રિપીટ ઓર્ડરની જોગવાઈ ન હોવા છતાં એજ કંપનીને 7500 ટન કાગળ ન ખરીદી માટે ઓર્ડર આપવામાં આવ્યો છે, એટલે કે જીઈએમની જોગવાઈનો છડે ચોક ભંગ થયો છે. આ રિપીટ ઓર્ડર આપવાને લીધે બજાર ભાવ કરતા 6 હજાર રૂપિયા વધુ ચૂકવીને સરકારની તિજોરીનું નુકશાન કર્યું હોવાનું સૂત્રો કહી રહ્યા છે.

ગુજરાત રાજય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પુસ્તકો માટેના કાગળની ખરીદીને લઈને વિવાદ ઉભો થયો છે. ગુજરાત રાજય પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા પુસ્તકો માટેના 7500 ટન કાગળ ખરીદી માટેનો ઓર્ડર એજન્સીને આપ્યો છે. જીઈએમમાં કોન્ટ્રાકટરને રિપીટ ઓર્ડરની જોગવાઈ ન હોવા છતા, આ બે કંપનીઓ એન આર પેપર્સ વાપી અને ચડ્ડા પેપર મિલ પંજાબને કાગળની ખરીદીનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે.

કોરોનાની મહામારીમાં રાજય સરકાર ખરીદી અને વિકાસ કાર્યો પર રોક લગાવી રહી છે. રાજ્ય સરકારે દરેક કામોમાં કરકસર પૂર્વક વર્તવા માટે વિભાગોને સૂચના આપી છે, તેવા સંજોગોમાં ગુજરાત પાઠ્યપુસ્તક મંડળના અધિકારીઓ દ્વારા કેન્દ્ર સરકારના જીઈએમના પોર્ટલમાં સ્પષ્ટ જોગવાઈ કરાયેલી છે કે, ટેન્ડર વગર કોન્ટ્રાકટરને ઓર્ડર ન આપવો, તેમ છતાં નિયમોનો ભંગ કરીને ટનદીઠ અંદાજે 6000 રૂપિયા વધારે આપીને કોન્ટ્રાકટરને ફાયદો કરાવ્યો હોવાનું સૂત્રો કહી રહ્યા છે.અગાઉ આજ કંપની દ્વારા ટનદીઠ 70000 રૂપિયા વસૂલવા માં આવતા હતા. જોકે આ માનીતા કોન્ટ્રાકટરને જ ટેન્ડર મળે તે માટે અધિકારીઓ દ્વારા ટેન્ડરની શરતો નક્કી કરાતી હતી. જોકે કેટલાક લોકોએ મુખ્યપ્રધાનનું ધ્યાન દોરતા ટેન્ડરની શરતો બદલવાની ગત વર્ષે ફરજ પડી હતી. જેને લીધે આ કંપનીને 70 હજારના બદલે ટનદીઠ 46000 રૂપિયામાં કાગળ સપ્લાય કરવાની ફરજ પડી હતી, અત્યારે પણ કાગળના ભાવ નીચા છે, જે 40 હજારની આસપાસ મળી શકે તેમ છે, ત્યારે કેટલાક ભષ્ટ અધિકારીઓએ કોરોનાની મહામારીની વચ્ચે કાયદામાં જોગવાઈ ન હોવા છતાં રિપીટ ઓર્ડર આપીને કૌભાંડ કર્યું છે, જોકે આ બાબતે રાજયના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા એ કોઈ તથ્ય ન હોવાનું કહ્યું હતું. નિયમ મુજબ જ કોન્ટ્રાકટરને ઓર્ડર અપાયો છે.
First published: June 13, 2020, 11:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading