ગાંધીનગરમાં તમામ દુકાન, મોલ સંપૂર્ણ બંધ, જરૂરિયાતની વસ્તુઓ ઘરે પહોંચાડાશે

ગાંધીનગરમાં તમામ દુકાન, મોલ સંપૂર્ણ બંધ, જરૂરિયાતની વસ્તુઓ ઘરે પહોંચાડાશે
પ્રતિકાત્મક તસવીર

લોકો ઘર બહાર ન નીકળે તે માટે આજથી ઘરે- ઘરે જઈને કરિયાણું, દુધ જેવી જીવન જરૂરી વસ્તુઓ પહોંચાડવામાં આવશે

  • Share this:
ગુજરાતમાં કોરોના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, અને આજે કોરોનાથી વધુ એક મોત ભાવનગરના રહીશનું નોંધાયું છે. રાજ્ય સરકારે ગુજરાતને lockdown કરી દીધું છે, તેમ જ વડાપ્રધાને પણ ત્રણ અઠવાડિયા સુધી આખા દેશને lockdownની જાહેરાત કર્યા બાદ જીવનજરૂરી ચીજવસ્તુઓને લઈને જનતા પરેશાનીમાં - મૂંઝવણમાં મુકાઈ છે.

જોકે આ માટે ગાંધીનગર કોર્પોરેશન દ્વારા વિશેષ વ્યવસ્થા ઉભી કરવા મ્યુનિસિપલ કમિશનર દ્વારા તાકીદની બેઠક બોલાવીને આદેશ કરવામાં આવ્યા હતા જે અનુસાર આજે ૨૬ માર્ચથી ગાંધીનગરમાં એક પણ દુકાન ચાલુ નહીં કરવામાં આવે. જીવન જરુરિયાતની વસ્તુઓ જેવી કે દૂધ, શાકભાજી, અને કરિયાણાની સુવિધાઓ તમામ નાગરિકોને ઘરે- ઘરે જઈને પૂરી પાડવામાં આવશે.આ મુદ્દે શહેરના મ્યુનિસિપલ કમિશનરે- રિટેલર્સ એસોસિએશન સાથે ચર્ચા-વિચારણાકરીને આજે ૨૬ માર્ચથી આ પ્લાન અમલી કર્યો હતો. આજથી એક પણ દુકાન એક પણ માર્ટ કે મોલ ચાલુ નહી રાખવામાં આવે, દુકાન બહાર મોબાઈલ નંબર લખવાના રહેશે.

લોકો ઘર બહાર ન નીકળે તે માટે આજથી ઘરે- ઘરે જઈને જીવન જરૂરી વસ્તુઓ પહોંચાડવામાં આવશે. આગળથી માલ સપ્લાય કરવાની જવાબદારી કોર્પોરેશનને માથે લીધી છે. સવારે ૫ થી ૮ દરમ્યાન દૂધ પહોંચાડવાની રહેશે. તેમ જ જીવન જરૂરી વસ્તુઓ સાથે અંદાજે ચારથી આઠ જેટલા છોટાહાથી ઓ વિવિધ વિસ્તારોમાં ફેરવવામાં આવશે અને ઘરે ઘરે વસ્તુઓ પહોંચાડાશે.

દરેક સેકટર દીઠ એક વેપારીને કોર્પોરેશન દ્વારા નક્કી કરવામાં આવ્યા છે. આ ઉપરાંત શાકભાજીની લારી વાળાઓને પણ નિર્દેશ જારી કરવામાં આવ્યા છે. એક સેક્ટર દીઠ પાંચ લારી ઊભી રાખવા માટે મંજૂરી આપવામાં આવી છે. તેમજ હાલની પરિસ્થિતિને જોતાં જો કોઈ વેપારી દ્વારા ભાવ વધારો કરવામાં આવશે તો તેને પ્રતિબંધિત કરવામાં આવશે.

આ ઉપરાંત શહેરના રિલાયન્સ માટે પણ વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે. શહેરમાં જે પરિવારોને quarantine કરવામાં આવ્યા છે તેમને જીવન જરૂરી વસ્તુઓ પહોંચાડવાની જવાબદારી રિલાયન્સ માર્ટને સોંપવામાં આવી છે, તેનું તમામ પેમેન્ટ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે.
Published by:News18 Gujarati
First published:March 26, 2020, 15:22 pm

ટૉપ ન્યૂઝ