ટીમ પાટીલમાં અપાયું તમામ જ્ઞાતિઓને સ્થાન, જીતુ વાઘાણીની ટીમમાંથી ચાર હોદ્દેદારો રિપીટ

ટીમ પાટીલમાં અપાયું તમામ જ્ઞાતિઓને સ્થાન, જીતુ વાઘાણીની ટીમમાંથી ચાર હોદ્દેદારો રિપીટ
ટીમ પાટીલ

પ્રદેશ ભાજપની છેલ્લા 20 વર્ષેની રાજનીતિમાં પહેલી વખત 90 ટકા નવા ચહેરા સાથે સી આર પાટીલે પ્રદેશ ભાજપમાં નવું લોહી પુરવાનું કામ કરતું છે.

  • Share this:
ગાંધિનગરઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ (local body polls) પહેલા જ પ્રદેશ અધ્યક્ષ (BJP Gujarat president) સી આર પાટીલે (C.R. Patil) પોતાના નવા સંગઠનની જાહેરાત કરી દીધી છે. 22 હોદેદારોની ટીમ પાટીલમાં 90 ટકા નવા ચહેરાઓનો સમાવેશ કરવામાં અયો છે. જીતુ વાઘાણીની (jitu vaghani) ટીમમાંથી ચાર હોદેદારોને રિપીટ તો બે હોદેદારોને પ્રમોશન આપવામાં આવ્યા છે.

નવસારીના સાંસદ (Navsari MP) સી આર પાટીલને 20 જુલાઈ 2020ના રોજ ગુજરાત ભારતીય જનતાપાર્ટીના 13 પ્રદેશ અધ્યક્ષ તરીકેની જવાબદારી મળ્યાના 6 મહિના બાદ પ્રદેશ સંગઠની જાહેરાત 7 જાન્યુઆરી 2021ના રોજ કરવામાં આવી છે. ટીમ પાટીલમાં 22 હોદેદારો ને સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં તમામ જ્ઞાતિઓને સમવાનો પ્રયાસ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે કર્યો છે. તો પ્રદેશ અધ્યક્ષ પદ સંભાળ્યા બાદ એક વ્યક્તિ -એક હોદાની વાત પણ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલના સંગઠનમાં જોવા મળે છે.આ પણ વાંચોઃ-

તો જીતુ વાઘાણીની ટીમમાંથી માત્ર અગળીના વેઢે ગણતા નેતાઓને ટીમ પાટીલમાં સ્થાન મળેલ છે. આર સી ફળદુ બાદ વિજય રૂપાણી જ્યારે પ્રદેશ પ્રમુખ બન્યા ત્યારે તે પણ માત્ર 40 ટકા હોદેદારોને બદલી શક્ય હતા. જ્યારે જીતુ વાઘાણીએ તો વિજય રૂપાણીની ટીમને જ આગળ ધપાવી હતી. એટલે કે પ્રદેશ ભાજપની છેલ્લા 20 વર્ષેની રાજનીતિમાં પહેલી વખત 90 ટકા નવા ચહેરા સાથે સી આર પાટીલે પ્રદેશ ભાજપમાં નવું લોહી પુરવાનું કામ કરતું છે.

પ્રદેશ મહામંત્રીઓ


પ્રદેશ સંગઠન મહામંત્રી:-
ભાજપના સંગઠન માં પ્રદેશ પ્રમુખનું જેટલું મહત્વ છે તેના જેટલું જ મહત્વ એ સંગઠન મહામંત્રી નું હોય છે.સંગઠન મહામંત્રી એ રાષ્ટીય સંયમ સેવક સંઘ ના પ્રચારક ને બનાવામાં આવે છે.ગુજરાત ભાજપના પ્રથમ સંગઠન મહામંત્રી તરીકે નાથાલાલ જગડા,બીજા સંગઠન મહામંત્રી તરીકે નરેન્દ્ર મોદી,ત્રીજા સંગઠન મહામંત્રી તરીકે સંજય જોશી, ચોથા સંથન મહામંત્રી તરીકે સુરેશ ગાંધી અને પાંચમા સંગઠન મહામંત્રી તરીકે ભીખુભાઇ દલસાણીયા કાર્ય કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ-

ભીખુભાઇ દલસાણીને પણ ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી તરીકે બે દસકાનો સમય થઈ ગયો છે. એટલા માટે જ થોડા સમય પહેલા ભીખુભાઇ દલસાણીયાને પ્રમોશન આપી ગુજરાત બહાર લઈ જવાની વાતે પણ જોર પકડ્યું હતું.અને તેમના સ્થાને ભાગર્વ ભટ્ટ,દિલીપ દેસમુખ,ચિંતન ઉપાધ્યાય અને મથુર જીવાણી ને બેસાડવાની વાતો પણ સામે આવી હતી.પરંતુ સંગઠન મહામંત્રી નો નિર્ણય અંતે તો ભારતીય જનતા પાર્ટી નહિ પરંતુ સંઘ કરતું હોય છે.એટલા માટે જ ટીમ પાટીલ માં ભીખુભાઇ દલસાણીયા ને સંગઠન મહામંત્રી તરીકે જાળવી રાખવામાં આવ્યા છે.

અધ્યક્ષ પ્રદેશ સહઅધ્યક્ષ


પ્રદેશ મહામંત્રીનું જ્ઞાતિ ગણિત:-
પ્રદેશ ભાજપ ના સંગઠનમાં ઉપાધ્યક્ષ કરતા મહામંત્રીનો હોદો એ ખૂબ મહત્વનો ગણાય છે.પ્રદેશ સંગઠનમાંક સંગઠન મહામંત્રી ઉપરાંત ચાર પ્રદેશ મહામંત્રી હોય છે. જે જુદા જુદા ચાર ઝોન પ્રમાણે પ્રદેશ ભાજપની કમાન સંભાળે છે. સી આર પાટીલે પોતાની ટીમ માં જુના ચારે ચાર મહામંત્રીઓ ને બદલી નવા ચહેરાને સ્થાન આપ્યું છે. તેમાં પણ ભાજપ માં હમેશા પરંપરા રહી છે કે ચાર પ્રદેશ મહામંત્રીઓ માંથી બે પાટીદાર પ્રદેશ મહામંત્રી બનાવવા જેમાં ઉત્તર ગુજરાત માંથી કડવા પાટીદાર અને સૌરાષ્ટ્ માંથી લેવા પાટીદાર ને મહામંત્રી તરીકે સ્થાન આપવામાં આવતું પરંતુ સી આર પાટીલે આ પરંપરા તોડતા ઇતિહાસમાં પહેલી વખત સૌરાષ્ટ્-કચ્છમાંથી દલિત ચહેરા તરીકે  કચ્છ ના સાંસદ વિનોદ ચાવડા ને મહામંત્રી બનાવ્યા છે. વિનોદ ચાવડાએ સંઘ અને નરેન્દ્ર મોદીના વિશ્વાસુ માનવામાં આવે છે.

પ્રદેશ મંત્રીઓ


શિક્ષકમાંથી સાંસદ સભ્ય તરીકેની સફરએ વિનોદ ચાવડાએ ખેડલ છે. એટલા માટે જ ટીમ પાટીલમાં વિનોદ ચાવડાને મહામંત્રી તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. આ પહેલા જીતુ વાઘાણી ટીમમાં સૌરાષ્ટ્ ઝોનના મહામંત્રી તરીકે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવયા આવતા હતા. તો તેજ રીતે ઉત્તર ગુજરાત ઝોનમાંથી સંઘ અને આનંદી બેન પટેલના નજીક ગણાતા પૂર્વે ગૃહ મંત્રી રજની પટેલને મહામંત્રી તરીકે ટીમ પાટીલમાં સ્થાન આપવામાં આવ્યું. રજની પટેલ પણ નરેન્દ્ર મોદીની ગુડ બુકમાં આવે છે. જીતુ વાઘાણીની ટીમમાં ઉત્તર ઝોનમાંથી કે સી પટેલ મહામંત્રી તરીકે કામ કરતા હતા.

તે જ રીતે જો મધ્ય ઝોનની વાત કરવામાં આવે તો ભાર્ગવ ભટ્ટને મહામંત્રી તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. ભાર્ગવ ભટ્ટએ જીતુ વાઘાણી ટીમમાં ઉપાધ્યક્ષ હતા પરંતુ ટીમ પાટીલમાં તેમને પ્રમોશન આપી મહામંત્રી બનવવામાં આવ્યા છે. ભાર્ગવ ભટ્ટની નિમણુંક એ સંઘ દ્વારા થઈ છે તો સાથે જ ભાર્ગવ ભટ્ટએ નરેન્દ્ર મોદીની ગુડ બુકમાં આવે છે .જીતુ વાઘાણીની ટિમમાંથી મધ્ય ઝોનના મહામંત્રી તરીકે શબ્દસરણ બ્રહ્મભટ્ટએ હોદ્દો ધરાવતા હતા.

પ્રદેશ ઉપપ્રમુખો


તો ચોથા મહામંત્રી તરીકે પૂર્વે પ્રદેશ મંત્રી, પૂર્વે યુવા મોર્ચાના પ્રમુખ એવા પ્રદીપસિંહ વાઘેલાને સંગઠન મહામંત્રી તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. પ્રદીપસિંહ વાઘેલાની વાત કરવામાં આવે તો ખૂબ નરેન્દ્ર મોદી અને અમિત શાહ બન્નેની ગુડ બુકમાં તેમનું નામ આવે છે. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે તે મને પ્રદેશ ભાજપના યુવા મોર્ચાના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. પ્રદેશ ભાજપ યુવા મોરચાની જવાબદાર એ પ્રદીપસિંહ વાઘેલા દ્વારા બે ટર્મ નિભાવમાં આવી હતી. ત્યાર બસદ જીતુ વાઘાણી ટીમમાં પ્રદીપસિંહ વાઘેલાને પ્રદેશ મંત્રી તરીકે સ્થાનું આપવામાં આવ્યું હતું. જ્યારે હવે ટિમ પાટીલમાં પ્રદીપસિંહ વાઘેલાને પ્રમોશન આપી પ્રદેશ મહામંત્રી તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. એટલે કે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે સંગઠમાં મહત્વના ગણાતા ચાર મહામંત્રી ને બદલી ચાર નવા ચહેરા આપ્યા છે.જેમાં પાટીદાર,બ્રાહ્મણ, ક્ષત્રિય અને દલિત ને સ્થાન આપવામાં આવ્યું છે.

પ્રદેશ ઉપાધ્યક્ષ નું જ્ઞાતિ ગણિત:-
પ્રદેશ ભાજપમાં હોદા ની દ્રષ્ટિએ પ્રદેશ અધ્યક્ષ બાદ પ્રદેશ ઉપાધ્યક્ષ નો હોળો આવે છે.સામન્ય રીતે ભાજપમાં પરંપરા રહી હતી કે પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે સિનિયર નેતાઓને સ્થાન આપવામાં આવે પરંતુ ટીમ પાટીલમાં પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે માત્ર ગોરધન ઝડફિયાને રિપીટ કરવામાં આવ્યા છે.તે સિવાઈ ના તમામ મોટા નેતાઓને રિપીટ કરવામાં આવ્યા નથી. પ્રદેશ ઉપાધ્યક્ષની ટીમમાં પણ સી આર પાટીલે જ્ઞાતિ ગત સમીકરણ જાળવતા  બે લેવા પટેલ એક કડવા પટેલ બે ક્ષત્રિય એક ઠાકોર એક વણિક એમ કુલ મળીને સાત ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.જીતુ વાઘાણીની ટીમમાં 8 પ્રદેશ ઉપાધ્યક્ષ હતા. જેના સ્થાને સી આર પાટીલે માત્ર 7 પ્રદેશ ઉપાધ્યક્ષ રાખ્યા છે.

પ્રદેશ મંત્રીનું જ્ઞાતિ ગણિત:-
જો પ્રદેશ મંત્રીની વાત કરવામાં આવે તો જીતુ વાઘાણીની ટીમમાંથી નૌકાબેન પ્રજાપતિ સિવાઇ બીજા કોઈને રિપીટ કરવામાં આવ્યા નથી. પ્રદેશમંત્રીમાં પણ સી આર પાટીલે જ્ઞાતિગત સમીકરણ ધ્યાનમાં રાખ્યું છે. જેમાં એક લેવા પટેલ એક આહીર,એક ચૌધરી,એક સોની, એક પ્રજાપતિ,એક બ્રહ્માંણ અને એક આદિવાસીનો સમાવેશ થાય છે.ભારતીય જનતા પાર્ટીમાં હમેશા પાટીદાર સમાજનો દબદબો રહ્યો છે. સી આર પાટીલની 22 લોકોની પ્રદેશ સંગઠની ટીમમાં પણ સાત પાટીદાર નેતાઓને સમવામાં આવ્યા છે. તો ત્રણ ક્ષત્રિય અને બે બ્રાહ્મણ નેતાને સ્થાન આપવામાં આવ્યું છે. તો સાથે સાથે દલિત, વણિક, સોની, આદિવાસી, પ્રજાપતિ,લુહાણા, ચૌધરી, ઠાકોર, આહીર સમાજને સ્થાન મળ્યું છે. એટલે કે તમામ સમાજને પ્રતિનિધિત્વ ટીમ સી આર પાટીલમાં મળેલ છે.
Published by:ankit patel
First published:January 08, 2021, 16:08 pm

ટૉપ ન્યૂઝ