કેન્દ્રની જેમ ગુજરાત સરકારે પણ કર્મચારીઓને LTC રોકડથી આપવાની જાહેરાત કરી

કેન્દ્રની જેમ ગુજરાત સરકારે પણ કર્મચારીઓને LTC રોકડથી આપવાની જાહેરાત કરી
નીતિન પટેલની ફાઇલ તસવીર

 • Share this:
  કોરોનાના કહેર વચ્ચે ગુજરાત સરકારે પણ કેન્દ્ર સરકારની માફક જ તેના કર્મચારીઓને લીવ ટ્રાવેલ કન્વેયન્સ રોકડેથી આપવાની જાહેરાત કરી છે. લોકડાઉનને કારણે ટ્રાન્સપોર્ટેશન નોર્મલ સમયગાળા જેવું ન હોવાથી અને હોટેલ રેસ્ટોરન્ટ બરાબર ચાલુ ન થઈ હોવાથી અને દેશના તમામ વિસ્તારોમાં સંપૂર્ણપણે લોકડાઉન ન ઊઠી ગયા હોવાથી સરકારે રોકડેથી એલટીસી આપવાનો નિર્ણય લીધો છે. 2016-2019ના ગાળા માટેના એલટીસી માટે આ યોજના જાહેર કરવામાં આવી છે.

  આ અંગેના પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે છઠ્ઠા પગાર પંચ મુજબ રૂપિયા 7600 પ્લસનો ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓને રૂપિયા 20,000નું વ્યક્તિદીઠ ભાડું એલટીસી હેઠળ ચૂકવવામાં આવશે. રૂપિયા 7600થી ઓછો ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓને રૂપિયા 6000નું વ્યક્તિદીઠ ભાડું ચૂકવવામાં આવશે.  પ્રયાગરાજઃ IFFCO પ્લાન્ટમાં અમેનિયા ગેસ લિકેજથી 2 અધિકારીનાં મોત, 15ની તબિયત ખરાબ

  કયા કર્મચારીઓને આ લાભ નહીં મળે?

  આ મહત્ત્વના નિર્ણય અંગે નાણાં મંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, જે કર્મચારીઓએ દિવાળીમાં કે નવરાત્રિના સમયમાં એલટીસીનો ઉપયોગ કરી લીધો હશે તેમને આ સુવિધાનો લાભ આપવામાં આવશે નહિ. ગુજરાતના અર્થતંત્રને વેગ આપવા માટે આ યોજના જાહેર કરવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, વીમા પ્રીમિયમના ખર્ચને પણ આ યોજના હેઠળ કરેલા ખર્ચ ગણી લેવામાં આવશે. પરિપત્ર બહાર પાડયા પછીના દિવસોમાં જમા કરાવેલી વીમાના પ્રીમિયમની રકમને આ યોજના હેઠળ કરેલા ખર્ચ તરીકે માન્ય રાખવામાં આવશે.

  કર્મચારીએ જીએસટી નંબર અને ચૂકવેલી રકમનું બિલ રજૂ કરવાનું રહેશે

  લીવ ટ્રાવેલ કન્વેયન્સને બદલે રોકડમાં નાણાં લેવાનું પસંદ કરનાર કર્મચારીઓ ભાડાંની રકમ મેળવવા માટે પાત્ર બનવા જીએસટીનું રજિસ્ટ્રેશન ધરાવતા વેપારી પાસેથી 12 ટકાથી ઓછો જીએસટી ન હોય તેવી વસ્તુઓ ખરીદીને તેના બિલ રજૂ કરવાના રહેશે. આ ખરીદી માટેની ચૂકવણી ડિજિટલ માધ્યમથી કરવામાં આવી હશે તો જ તેમને એલટીસી આપવામાં આવશે. કર્મચારીએ જીએસટી નંબર અને ચૂકવેલી રકમનું બિલ પણ રજૂ કરવાનું રહેશે. તેને ભાડા પેટે મળનારી રકમની ત્રણ ગણી રકમ ખર્ચવાની રહેશે.

  બ્રિટનથી અમદાવાદ આવેલા ચાર કોરોના દર્દીઓનાં રિપોર્ટમાં વાયરલ લોડ વધારે, આનો મતલબ શું?

  કર્મચારીઓ રજા લીધા વિના, પ્રવાસ કર્યા વિના એલટીસી મેળવી શકશે

  રજાનું રોકડમાં રૂપાંતર કરવા માટે ખર્ચેલી હશે તો જ તેમને આ યોજના હેઠળના લાભ મળશે. રજાનું રોકડમાં રૂપાંતર કરનારા કર્મચારીઓને ચૂકવવામાં આવનારી રકમમાંથી ટીડીએસ કરવામાંઆવશે. રજાનું રોકડમાં રૂપાંતર કરવાની રકમ આવકવેરા માટે ગણતરીમાં લેવામાં આવશે નહિ. એલટીસીના ભાડાંને સરભર કરતી વખતે ટીડીએસ કરવાનો રહેશે નહિ. કર્મચારીઓ રજા લીધા વિના અને પ્રવાસ કર્યા વિના પણ એલટીસી મેળવી શકશે.  એલટીસીની અવેજીમાં પ્રવાસ કર્યા વિના રોકડમાં એલટીસી મેળવવા ઇચ્છનાર કર્મચારીઓએ તેમને મળવાપાત્ર ભાડાંની રકમ કરતાં ત્રણ ગણી રકમ જીએસટી રજિસ્ટ્રેશન ધરાવતા વેપારી પાસેથી કરવાની રહેશે. તેમની પાસેથી ખરીદેલી વસ્તુઓના એકથી વધુ બિલ રજૂ કરવાની સરકાર દ્વારા છૂટ આપવામાં આવેલી છે.
  Published by:Kaushal Pancholi
  First published:December 23, 2020, 12:15 pm

  ટૉપ ન્યૂઝ