રાજ્યનાં કેદીઓનું લોકોને કોરોનાથી મુક્તિ અપાવવાનું અભિયાન, બનાવ્યાં અધધ માસ્ક

રાજ્યનાં કેદીઓનું લોકોને કોરોનાથી મુક્તિ અપાવવાનું અભિયાન, બનાવ્યાં અધધ માસ્ક
પ્રતિકાત્મક તસવીર

રાજ્યની જેલોમાં બંદીવાનોએ તેમની ફરજના ભાગરૂપે લોકોને કોરોનામાંથી મુક્તિ અપાવવાનું અનોખું અભિયાન હાથ ધર્યું છે.  

  • Share this:
ગાંધીનગર : કોરોનાની મહામારીએ વિશ્વ આખાને ભરડામાં લીધું છે. વાયરસનું સંક્રમણ અટકાવવા સોશિયલ ડિસ્ટન્સિંગની સાથે સાથે માસ્ક, ગ્લોવ્સ જેવા રક્ષાત્મક સાધનોની અનિવાર્યતા છે. રાજ્યની જેલોમાં બંદીવાનોએ તેમની ફરજના ભાગરૂપે લોકોને કોરોનામાંથી મુક્તિ અપાવવાનું અનોખું અભિયાન હાથ ધર્યું છે.

અમદાવાદ, વડોદરા અને રાજકોટની ત્રણેય મધ્યસ્થ જેલ દ્વારા કુલ 67,809 માસ્કનું ઉત્પાદન કરવામાં આવ્યું છે. જેલ દીઠ 25 એમ કુલ 75 કેદીઓ માસ્ક બનાવવાની કામગીરીમાં જોડાયા છે. અમદાવાદ મધ્યસ્થ જેલમાં 28,300, રાજકોટ મધ્યસ્થ જેલમાં 30,909 અને વડોદરા મધ્યસ્થ જેલમાં 8.600 મસ્કનું ઉત્પાદન કરવામાં આવ્યું છે.આ પણ વાંચો -  રાજકોટમાં કોરોનાના શંકાસ્પદ દર્દીનું મોત, આજે આવશે રિપોર્ટ

જેલમાં બનેલા કુલ માસ્કમાંથી રાજ્યના નાગરીકો દ્વારા 7954, માસ્કની ખરીદી કરવામાં આવી છે. જેલમાં બનેલા બહુધા માસ્ક અન્ય સરકારી વિભાગ દ્વારા ખરીદવામાં આવ્યા છે. વિવિધ સરકારી વિભાગ અને નિગમ દ્વારા હજુ પણ માસ્કની માંગ હોવાથી ત્રણેય મધ્યસ્થ જેલમાં માસ્ક ઉત્પાદન ચાલુ છે.  અત્રે ઉલ્લીખનીય છે કે, મધ્યસ્થ જેલ સહિતની અન્ય જેલના કેદીઓને પણ જેલમાં બનેલા માસ્ક જ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.

આ પણ જુઓ-  
Published by:News18 Gujarati
First published:April 14, 2020, 09:37 am

ટૉપ ન્યૂઝ