lockdown 4.0: અમદાવાદને બે ભાગમાં વહેચવામાં આવ્યું, કયા વિસ્તારમાં કેવી છૂટ?

News18 Gujarati
Updated: May 18, 2020, 9:19 PM IST
lockdown 4.0: અમદાવાદને બે ભાગમાં વહેચવામાં આવ્યું, કયા વિસ્તારમાં કેવી છૂટ?
પ્રતિકાત્મક તસવીર

ગુજરાતમાં લોકડાઉન 4.0ના અમલમાં પાન-માવાની દુકાનો, લારી ગલ્લા ખુલ્લા રાખવા આવ્યા છે. આ ઉપરાંત સલૂન અને બ્યૂટી પાર્લર અંગે પણ નિયમો જાહેર કર્યા છે.

  • Share this:
ગાંધીનગરઃ કોરોના વાયરસ (coronavirus) સામે લડવા માટે સમગ્ર ભારતમાં ચોથા તબક્કાનું લોકડાઉન ચાલું છે ત્યારે ગુજરાત રાજ્ય સરકારે lockdown 4.0ના અમલની જાહેરાત કરી છે. લોકો જેની આતૂરતાથી રાહ જોઈ રહ્યા હતા એ અંગે મુખ્યમંત્રીએ પણ જાહેરાત કરતા આવા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ (cm vijay rupani) લોકડાઉન 4.0ના અમલમાં અમદાવાદના પશ્વિમ વિસ્તારમાં પાન-માવાની દુકાનો, લારી ગલ્લા ખુલ્લા રાખવા જણાવ્યું હતું. આ ઉપરાંત સલૂન અને બ્યૂટી પાર્લર અંગે પણ નિયમો જાહેર કર્યા છે.

લોકડાઉનના નવા નિયમોમાં અમદાવાદ શહેરને પૂર્વ અને પશ્ચિમ એમ બે ઝોનમાં વહેચવામાં આવ્યું છે. ઝોનના આધારે શહેરમાં અલગ અલગ સેવાઓની શરૂઆત કરવામાં આવી છે. જેમાં અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં પાન-ગલ્લા, દુકાનો ખુલ્લા રાખવામાં આવશે સાથે સાથે સલૂન અને બ્યૂટી પાર્લર અંગે પણ નિયમો જાહેર કરવામાં આવ્યા છે. નોન કન્ટેઈન્મેન્ટ ઝોનમાં હેર સલૂન ખોલવામાં આવશે. આ તમામ છૂટમાં સોશિયલ ડિસ્ટેન્સિગ રાખીને મળશે.  જ્યારે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ટેક્સ સેવા શરૂ કરાશે.

આ પણ વાંચોઃ-કોરોનાને ડામવા સુરત મનપાએ આટલા કરોડથી વધુનો કર્યો ખર્ચ, ઉધનામાં સૌથી વધારે ખર્ચ

હેર કટિંગ સલુન, બ્યુટીપાર્લરને ખોલવાની મંજૂરી, પબ્લિક લાયબ્રેરી ખુલી રખાશે. કેબ, ટેક્સીમાં ડ્રાઇવર પ્લસ બેને છુટ. ખાનગી ગાીડીમાં ડ્રાઇવર પ્લસ બે વ્યક્તિ. પૂર્વ અમદાવાદમાં કેબ, ટેક્સીની સેવા બંધ. હોમ ડિલિવરી માટે જ રેસ્ટોરન્ટને છુટ. ડિવિલરી બોય્ઝના હેલ્થ કાર્ડ લેવાના રહેશે.

આ પણ વાંચોઃ-લોકડાઉનનો લાભ લઈ ઠગાઈ! અમદાવાદમાં પરપ્રાંતીઓને વતન મોકલવા ના બહારે નકલી ટોકનનું કૌભાંડ ઝડપાયું

અમદાવાદ અને સુરત સિવાય બધે ઓટો રિક્ષા ચાલશે, માર્કેટ કોમર્શિયલ વિસ્તારમાં દુકાનો ખુલ્લી રહેશે. પણ દુકાનમાં પાંચ કરતાં વધારે ગ્રાહકો રહી શકશે નહીં. કન્ટેન્ટમેન્ટ ઝોનમાં બધું જ સ્થગિત. પશ્ચિમ અમદાવાદમાં કન્ટેન્ટમેન્ટ ઝોનમાં નદી પાર વેપાર, ધંધા, ઓફિસ ચાલુ કરવા દેવાશે. ઓડ ઇવન થશે.આ પણ વાંચોઃ-શાપર તોડફોડ ઘટનાઃ 'ફતેપુર કા લકડા ગુજરાત આયા હૈ' કહીને ટોળાને ઉશ્કેર્યું હતું, વીડિયો વાયરલ

ગુજરાતમાં 19 મેથી 31 મે સુધી આ બધી છુટછાટ લાગુ રહેશે. કન્ટેન્ટમેન્ટ અને નોન કન્ટેન્ટન્ટ વિસ્તારમાં બીજા તબક્કાની જાહેરાત ૩૧ મે પહેલાં જાહેર થશે. હાલ અમદાવાદ અને સુરતમાં કન્ટેન્ટમેન્ટ વિસ્તાર જાહેર કરાયો છે જોકે, કન્ટેન્ટેમેન્ટ વિસ્તારમાં કયો ભાગ રહેશે એની જાહેરાત હવે થશે.
First published: May 18, 2020, 8:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading