અમદાવાદ: નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે 108 ઇમરજન્સી કંટ્રોલરૂમના અધિકારીઓને ખખડાવ્યા

અમદાવાદ: નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે 108 ઇમરજન્સી કંટ્રોલરૂમના અધિકારીઓને ખખડાવ્યા
નીતિન પટેલ

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે (Dy CM Nitin Patel) આજે કઠવાડા ખાતે આવેલા 108ના ઇમરજન્સી કંટ્રોલરૂમ (108 Emergency Control Room)ની મુલાકાત કરી હતી.

 • Share this:
  ગાંધીનગર: અમદાવાદ અને રાજ્યના અન્ય શહેરોમાં વધી રહેલા કોરોના વાયરસ (Coronavirus)ના કેસને લઈને સરકાર ચિંતિત છે. તકેદારીના ભાગરૂપે સરકાર વિવિધ શહેરોમાં સરકારી હૉસ્પિટલોમાં બેડની સંખ્યા પણ વધારી રહી છે. બીજી તરફ આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે (Dy CM Nitin Patel) આજે અચાનક  કઠવાડા ખાતે આવેલા 108ના ઇમરજન્સી કંટ્રોલરૂમ (108 Emergency Control Room)ની મુલાકાત કરી હતી અને અહીંની કામગારીની સમિક્ષા કરી હતી. આ દરમિયાન એક સમયે નાયબ મુખ્યમંત્રીએ અધિકારીઓને ઉધડો લીધો હતો. સાથે જ ખાનગી રિપોર્ટ કરાવતા લોકોને સરકારી હૉસ્પિટલમાં શા માટે દાખલ નથી કરવામાં આવતા તેવો પ્રશ્ન પણ કર્યો હતો.

  નીતિન પટેલે ગુરુવારે કઠવાડા ખાતે 108 ઇમરજન્સી ઓફિસનું નિરીક્ષણ કર્યું હતું. અહીં તેઓએ કોરોના દર્દીઓ તરફથી મળતા ફોન કૉલ અંગે સમીક્ષા કરી હતી. આ દરમિયાન તેમણે 108 સેવા અંગે અધિકારીઓ પાસેથી માહિતી પણ માંગી હતી. આ દરમિયાન તેઓએ અધિકારીઓને ખખડાવ્યા પણ હતા. સાથે જ એવો સવાલ પણ પૂછ્યો હતો કે ખાનગી લેબમાં રિપોર્ટ કરાવતા દર્દીઓને શા માટે સરકારી હૉસ્પિટલોમાં દાખલ નથી કરતા?  આ પણ વાંચો: રાજકોટ પોલીસની સપાટો: મહિલા બુટલેગર સહિત આઠ લોકોની વિદેશી દારૂ સાથે ધરપકડ

  આ મામલે નીતિન પટેલે જણાવ્યું હતું કે, "કોરોનાના દર્દીઓને 108ની સેવા મળે છે. આ કામગીરીનું નિરીક્ષણ કરવા માટે કંટ્રોલરૂમની મુલાકાત લીધી હતી. દર્દીઓને ઝડપથી હૉસ્પિટલમાં ખસેડી શકાય તે માટે અહીં કંટ્રોલરૂમ બનાવવામાં આવ્યો છે. અહીં 24 કલાક દેખરેખ રાખવામાં આવી રહી છે. કોરોના પોઝિટિવ આવ્યા બાદ દર્દીને કઈ હૉસ્પિટલમાં મોકલવો તેના અંગે મૂંઝણવ થતી હતી. આ અંગે અહીંથી તમામ આયોજન થઈ રહ્યું છે. આ ઉપરાંત જે દર્દીને દાખલ કરવાની જરૂર ન હોય તેમને અહીંથી દવા અંગે માહિતી આપામાં આવે છે."

  આ પણ વાંચો: જૂનાગઢ લીલી પરિક્રમા: પરંપરા ન તૂટે તે માટે 25 લોકોને પરિક્રમાની છૂટ આપવામાં આવી

  નીતિન પટેલ વધુમાં જણાવ્યું હતું કે, અહીં તમામ વ્યવસ્થા સુચારુ રીતે ચાલે તે માટે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રાણાને તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત કોઈ પણ દર્દીએ ખાનગી લેબમાં પોતાના રિપોર્ટ કરાવ્યો હોય તેમને પણ સરકારની 1,200 બેડની હૉસ્પિટલ તેમજ સરકારે જે હૉસ્પિટલો કોરોના માટે રોકી છે તેમાં દાખલ કરવામાં આવશે. જો કોઈ દર્દી ખાનગી હૉસ્પિટલમાં દાખલ હોય અને બિલ વધારે આવી રહ્યું હોય તે તેવા દર્દીઓને સરકારી હૉસ્પિટલમાં દાખલ કરવા માટે શું કરવું તેનો નિર્ણય મુખ્યમંત્રી સાથે ચર્ચા કરીને લેવામાં આવશે."

  આ પણ જુઓ-

  ગુજરાતમાં લૉકડાઉન કે કર્ફ્યૂ નહીં લાગે: વિજય રૂપાણી

  ગુજરાતમાં ફરીથી લૉકડાઉન કે પછી કર્ફ્યૂ લગાવવાની સંભાવના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નકારી કાઢી છે. ગાંધીનગર ખાતે મીડિયાને સંબોધતા મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યુ હતુ કે, "હાલ ચાર મહાનગરમાં રાત્રી કર્ફ્યૂ ચાલી રહ્યો છે. કોરોનાની મહામારીને રોકવા માટે સરકાર કટિબદ્ધ છે. ગુજરાતમાં પરિસ્થિતિ એટલી ખરાબ નથી, માટે લોકોએ ડરવાની જરૂર નથી. લોકો બહાર નીકળતી વખતે અવશ્ય માસ્ક પહેરે અને અન્ય માર્ગદર્શિકાનું પાલન કરે તે જરૂરી છે. આ ઉપરાંત લોકો લૉકડાઉન અંગે ફરી રહેલી અફવાઓ પર ધ્યાન ન આપે. રાજ્યમાં લૉકડાઉન કે કર્ફ્યૂ નહીં લગાવવામાં આવે."
  Published by:Vinod Zankhaliya
  First published:November 26, 2020, 14:33 pm