ગુજરાતમાં ખેડૂતોને અતિવૃષ્ટિથી થયેલા નુકસાનના સર્વેની કામગીરી 15 દિવસમાં પૂર્ણ કરાશે : કૃષિ પ્રધાન

News18 Gujarati
Updated: September 2, 2020, 2:31 PM IST
ગુજરાતમાં ખેડૂતોને અતિવૃષ્ટિથી થયેલા નુકસાનના સર્વેની કામગીરી 15 દિવસમાં પૂર્ણ કરાશે : કૃષિ પ્રધાન
ફાઇલ તસવીર

રાજ્ય સરકારની ટીમો આગામી 15 દિવસમાં એસડીઆરએફનાં ધારાધોરણો પ્રમાણે, 33 ટકાથી વધુ નુકસાન થયું હોય તેવા ખેડૂતોને વળતર આપવામાં આવશે.

  • Share this:
આ વર્ષે ગુજરાતમાં (Gujarat) સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. પરંતુ અનેક વિસ્તારોમા એટલો વરસાદ (Monsoon) થયો છે કે જેનાથી ખેડૂતોનાં ઉભા પાકને ધોવાઇ ગયા છે. આ અંગે રાજ્ય સરકારે  (Gujarat Government) મહત્વની જાહેરાત કરી છે. રાજ્યનાં કૃષિ મંત્રી આર. સી. ફળદુએ (R C faldu) જાહેરત કરી છે કે, રાજ્ય સરકારની ટીમો આગામી 15 દિવસમાં એસડીઆરએફનાં ધારાધોરણો પ્રમાણે, 33 ટકાથી વધુ નુકસાન થયું હોય તેવા ખેડૂતોને વળતર આપવામાં આવશે. મહત્વનું છે કે, અતિવૃષ્ટિનાા કારણે પાકને નુકશાન થયું છે. અંદાજે રાજ્યમાં 6થી 6500 કરોડનું રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને નુકશાની પેટે પેકેજ જાહેર કરે તેવી પણ શક્યતાઓ ચર્ચાઇ રહી છે.

'બે વર્ષ સુધી સારી રીતે ખેતી કરી શકાશે'

આ સાથે કૃષિ પ્રધાને જણાવ્યું કે, રાજ્યમાં આ વખતે ખૂબ સારો વરસાદ થયો છે. ખેડૂતોના બોર અને કૂવા પાણીથી ઉભરાયા છે. જોકે, બીજીતરફ ખરીફ પાકોના ખેતરમાં પણ પાણી ભરાઇ જવાને કારણે ખેડૂતોને ઘણું જ નુકશાન થયું છે. પરંતુ ભગવાને આટલો વરસાદ આપ્યો છે તેનાથી ધરતી રિચાર્જ થઇ ગઇ છે. ખેડૂતો અત્યારે સંગ્રહ કરેલા પાણીનો ઉનાળુ પાકમાં ઉપયોગ કરી શકશે. આવતા બે વર્ષ સુધી સારી રીતે ખેતી કરી શકાશે. રાજ્યમાં વરસાદ બંધ થયો છે તો હવે ખેડૂતો ખેતરમાં જઇ શકશે. આ સાથે અમારી ટીમ પણ ખેતરોમાંથી પાણી ઉતરવા સર્વેની કામગીરી શરૂ કરશે અને આગામી 15 દિવસોમાં સર્વેની કામગીરી પુરી કરી લેવામાં આવશે.

'કોઇ ખેડૂતો ગેરમાર્ગે ન દોરવાશો'

કૃષિ પ્રધાને વધુમાં જણાવ્યું કે, ખેડૂતોને કોઇ ગેરમાર્ગે દોરવતા હોય કે ખોટી વાતો કરતા હોય તો ખેડૂતો દોરવાશો નહીં. રાજ્યની ભારતીય જનતા પાર્ટી ખેડૂતોની પડખે ઉભી છે. અમે આર્થિક રીતે મદદ કરીશું. આ પહેલા પણ જ્યારે જ્યારે ખેડૂતોને જરૂર પડી છે ભારતીય જનતા પાર્ટી તેમની પડખે ઉભી રહી છે અને અત્યારે પણ જ્યારે ખેડૂતોને જરૂર છએ અમે તેમની પડખે ઉભા રહી શું.

આ પણ વાંચો - Coronavirus: BJPનાં નેતાઓ કોરોનાની ઝપટમાં, રાજકોટના મેયર, વડોદરાના બાહુબલી MLA Covid-19 પોઝિટિવ'મુખ્યમંત્રી કિસાન યોજના' અંગે પણ જાણો

જિલ્લા પ્રમાણે જો જોવામાં આવે તો અનેક જિલ્લામાં એવા છે જ્યાં ખેડૂતોની હાલત કફોડી બની છે. સતત વરસાદને પગલે તેમનો પાક ધોવાયો છે. આ મામલે સરકાર તરફથી જાહેર કરવામાં આવેલી 'મુખ્યમંત્રી કિસાન યોજના' અંતર્ગત વળતર મળવાપાત્ર છે. 10મી ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેર કરેલી યોજના આ પ્રમાણે છે.

આ પણ જુઓ - 

મુખ્યમંત્રી કિસાન યોજનામાં નાના, મોટા, સીમાંત બધા જ ખેડૂતોને આવરી લેવાયા છે. આ યોજના માટે ખેડૂતે કોઈ જ પ્રીમિયમ ભરવાનું રહેશે નહીં. એસ.ડી આર એફના લાભો યથાવત રાખીને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાના લાભ અપાશે. આ યોજના હેઠળ 1. અનાવૃષ્ટિ (દુષ્કાળ), અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદ (માવઠું)ના જોખમોથી થયેલા પાક નુકસાનને સહાય માટે પાત્ર ગણવામાં આવશે. આ ત્રણેય જોખમો સામે સહાયના ધોરણો અને અન્ય વિગતો નીચે પ્રમાણે રહેશે.
Published by: Kaushal Pancholi
First published: September 2, 2020, 2:23 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading