ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ (Gujarat BJP President) પ્રમુખ તરીકે સીઆર પાટીલ (CR Patil)ની નિમણૂક કરવામા આવી છે. સી.આર પાટીલ ભાજપના (cr patil BJP president) નવસારી લોકસભા મત વિસ્તારના સાંસદ છે. ભાજપના ઇતિહાસમાં સી.આર પાટીલ પહેલા નૉન ગુજરાતી પ્રદેશ પ્રમુખ છે. આ નિર્ણય બાદ કૉંગ્રેસે ભાજપ પર અનેક પ્રહાર કર્યાં છે. કૉંગ્રેસનાં પ્રદેશ પ્રમુખ હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, ભાજપ પાસે કોઇ ખમીરવંતો ગુજરાતી નથી એટલે ભાજપને સી.આર પાટીલને, કે જે મરાઠી છે તેમને આ પદ આપવું પડે છે. ત્યારે ટ્વિટરમાં થોડા કલાકોથી #સવાયા_ગુજરાતી_સીઆરપાટીલ હેશટેગ ટ્રેન્ડ થઇ રહ્યું છે.
ટ્વિટર પર કેવા કેવા ટ્વિટ થયા?
ટ્વિટટર (Twitter) પર ટ્વિટ થઇ રહ્યું છે કે, પોલીસ સેવામાં ફરજ બજાવતા હતા ત્યારે પોતાના સહ-પોલીસકર્મીઓની ભલાઈ માટે તેમને થતા અન્યાય સામે અવાજ ઉઠાવતા સી.આર.પાટીલે સરકારી નોકરી છોડી દીધી અને સંઘર્ષનો માર્ગ અપનાવ્યો. તેન સાથે સાથે તેમની અંદર રહેલા નેતૃત્વ અને સંગઠનના ગુણોથી લોકોને પરિચય થયો. #સવાયા_ગુજરાતી_સીઆરપાટીલ જ્યારે અન્ય એક યુધર કહી રહ્યાં છે કે, એક ગુજરાતી તરીકે આપણને ગર્વ થાય તેવા સી.આર.પાટીલે અનેક કાર્યો કર્યા જે તેમની પેહલા સમગ્ર દેશમાં કોઈ સાંસદે નથી કર્યા. સાંસદની કચેરીમાં ISO હોય એવુ આઝાદ ભારતમાં કોઈને જે વિચાર ના આવ્યો તેનો અમલ પણ તેમણે કર્યો. એક ટ્વિટર યુઝરે તો એમ પણ લખ્યું કે, વર્ષ 2019 ની લોકસભાની ચૂંટણીમાં સીઆર પાટીલ રેકોર્ડબ્રેક 6 લાખથી વધુ મતોની સરસાઈથી જીત્યા જે તેમની લોકચાહના દર્શાવે છે. #સવાયા_ગુજરાતી_સીઆરપાટીલ
નોંધનીય છે કે, સી.આર પાટીલનો જન્મ મહારાષ્ટ્રની હાલની સીમાની અંદર જલગાંવ જિલ્લામાં થયો હતો. જોકે, 16 માર્ચ 1955ના રોજ પાટીલનો જન્મ થયો હતો ત્યારે ન તો મહારાષ્ટ્ર નામનું કોઇ રાજ્ય અસ્તિત્વમાં હતું કે ન તો ગુજરાત હતું. આ બંન્ને રાજ્યો ત્યારે બૃહદ મુંબઈ પ્રાંતનો ભાગ હતા. પાટીલના જન્મના થોડા સમય બાદ તેમના પિતા રોજગાર માટે સુરત આવ્યા હતા. 1 મે 1960ના તત્કાલીન બૃહદ મુંબઈ પ્રાંતનુ ભાષાના આધારે વિભાજન થયુ અને ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યા. ત્યારે પાટીલ ગુજરાતના થઇ ગયા હતા.
આ પણ જુઓ-
પાટીલે રોજગાર મેળવવા માટે ઇન્ડસ્ટ્રિયલ ટ્રેનિંગ ઇન્સ્ટીટ્યૂટ એટલે કે આઈઆઈટીમાંથી અભ્યાસ કર્યો હતો. પરંતુ ફેક્ટરીમાં કામ કરવાને બદલે તેઓએ પિતાની જેમ જ ગુજરાત પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે 1975માં નોકરીની શરૂઆત કરી.