Home /News /north-gujarat /

દોઢ વર્ષ પછી કેતુનો કરશે રાશિ પરિવર્તન, આ 3 રાશિના ખુલી જશે નસીબના દ્વાર

દોઢ વર્ષ પછી કેતુનો કરશે રાશિ પરિવર્તન, આ 3 રાશિના ખુલી જશે નસીબના દ્વાર

કોઇ એવી સફળતા મળી શકે છે જેના કારણે તમારું નામ થઇ જાય

એપ્રિલ મહિનામાં બદલશે કેતુ પોતાની રાશિકોઇ એવી સફળતા મળી શકે છે જેના કારણે તમારું નામ થઇ જાયકંઇક નવું કામ કરવાનું વિચારી રહ્યા છો તો એપ્રિલ મહિનો બેસ્ટ છે

    પ્રિલ મહિનામાં કેતુ પોતાની રાશિ બદલવા જઇ રહ્યો છે. કેતુનું રાશિ પરિવર્તન લગભગ દોઢ વર્ષમાં થાય છે. હાલમાં કેતુ વૃશ્વિક રાશિમાં છે. 12મી એપ્રિલે તુલા રાશિમાં પ્રવેશશે. કેતુને કર્મ પ્રબળ ગ્રહ માનવામાં આવે છે. આમ, કેતુનું રાશિ પરિવર્તન ત્રણ રાશિઓ માટે ભાગ્યશાળી સાબિત થઇ શકે છે.

    કન્યા રાશિ

    કન્યા રાશિ માટે એપ્રિલ મહિનો ખૂબ સારો રહેશે. આ મહિનામાં કન્યા રાશિના લોકોને અનેક સારી સફળતા મળી શકે છે. આ સાથે જ એપ્રિલ મહિનામાં તમને વધુ પૈસા કમાવવાની પણ તક મળી શકે છે. આ માટે એપ્રિલ મહિનો તમારા માટે ખૂબ ફળદાયી સાબિત થાય છે. જો તમે બિઝનેસ કરો છો તો તમને આ મહિનામાં અનેક સફળતા મળી શકે છે અને તમે ક્યાંય સુધી આગળ પહોંચી શકો છો.

    કોઇ એવી સફળતા મળી શકે છે જેના કારણે તમારું નામ થઇ જાય

    આમ, જો તમારી અથવા તમારા ઘરમાં કોઇની કન્યા રાશિ છે તો તમારે આ સારા સમાચાર એમને આપવા જોઇએ. જેથી કરીને તેઓ ખુશ થઇ જાય. એપ્રિલ મહિનામાં તમને કોઇ એવી સફળતા મળી શકે છે જેના કારણે તમારું નામ થઇ જાય છે.

    આ પણ વાંચો: પ્રેમીની એક ફેસબુક પોસ્ટે લઇ લીધી આ ટીચરની નોકરી, જાણો શું હતુ પોસ્ટમાં

    ધન રાશિ

    કેતુ ગ્રહ ધન રાશિના 11માં ભાવમાં ગોચર કરી રહ્યો છે. જો તમારી રાશિ ધન છે તો એપ્રિલ મહિનો તમારા માટે ખૂબ સારો સાબિત થઇ શકે છે. પૈસા કમાવવા માટેનો આ ઉત્તમ મહિનો છે. પણ જો તમે આ મહિનામાં બેદરકારક રહેશો તો તમને અનેક ઘણી ખોટ તમારા ધંધામાં અને નોકરીમાં થઇ શકે છે. આ માટે તમે એપ્રિલ મહિનામાં ખાસ સચેત રહેજો. જેથી કરીને તમને અનેક કામમાં સફળતા મળી શકે. જે લોકો નોકરી કરે છે અને જેમની ધન રાશી છે એમને આ સમયે જોબમાં ઇન્ક્રીમેન્ટ સારું એવું મળી શકે છે. આ તમારા માટે એક બહુ મોટો ફાયદો છે.

    મકર રાશિ

    કેતુ મકર રાશિના દસમાં ભાવમાં સંક્રમણ કરશે. આ દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો કરિયરની દ્રષ્ટિએ મકર રાશી માટે સારો સમય છે. તમે જેટલી મહેનત કરશો એના કરતા પણ વધારે ફળ તમને આ મહિનામાં મળી શકે છે. એપ્રિલ મહિનામાં તમને સારી નોકરીની ઓફર પણ મળી શકે છે.

    આ પણ વાંચો: સમગ્ર દેશમાં ઓપરેશનલ રનવેનાં કામમાં અમદાવાદ એરપોર્ટે નોંધાવ્યો રેકોર્ડ

    કંઇક નવું કામ કરવાનું વિચારી રહ્યા છો તો એપ્રિલ મહિનો બેસ્ટ છે

    જો તમે બિઝનેસ કરી રહ્યા છો તો એપ્રિલ મહિનો તમારા માટે સૌથી બેસ્ટ છે. એપ્રિલ મહિનામાં તમને અનેક કામમાં સફળતા મળી શકે છે. આ માટે જો તમે કંઇક નવું કામ કરવાનું વિચારી રહ્યા છો તો એપ્રિલ મહિનો તમારા માટે સૌથી બેસ્ટ છે
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: ધર્મ ભક્તિ, રાશિ ભવિષ્ય, રાશિફળ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन