Home /News /north-gujarat /

ધરમ કરતા ધાડ પડવા જેવો ઘાટ! એક્ટિવાને ધક્કો મારવા જતાં અમદાવાદના યુવકે પોતાનું બાઈક ગુમાવ્યું

ધરમ કરતા ધાડ પડવા જેવો ઘાટ! એક્ટિવાને ધક્કો મારવા જતાં અમદાવાદના યુવકે પોતાનું બાઈક ગુમાવ્યું

અડાલજ પોલીસ સ્ટેશન

Gandhinagar Crime News: એક બાઈક ચાલક પાસે ગઠીયાએ પેટ્રોલ પંપ (petrol pump) સુધી ધક્કો મારી આપવાની મદદ માંગી. જો કે બાઈક ચાલકે ધક્કો મારતા ના આવડતા ગઠીયા એ બીકે લઈને ફરિયાદીને તેનું એક્ટિવા (activa) આપ્યું.

ગાંધીનગર: ગાંધીનગરના (Gandhinagar news) અડાલજ વિસ્તારમાં રમુજ ઉભુ કરતો કિસ્સો (OMG theft case) પ્રકાશમાંમાં આવ્યો છે. એક્ટિવામાં પેટ્રોલ (petrol) ખૂટી ગયું હોવાનુ કહીને એક બાઈક ચાલક પાસે ગઠીયાએ પેટ્રોલ પંપ સુધી ધક્કો મારી આપવાની મદદ માંગી. જો કે બાઈક ચાલકે ધક્કો મારતા ના આવડતા ગઠીયા એ બીકે લઈને ફરિયાદીને તેનું એક્ટિવા આપ્યું. પરંતુ જ્યારે પેટ્રોલ પંપ આવ્યો ત્યારે આ ગઠિયો ફરિયાદીનું બાઈક (fraud man runaway with bike) લઇને રફુચક્કર થઈ ગયો છે.

ગાંધીનગરના જમિયતપુરામાં રહેતો અને કેટરર્સનું કામ કરતા વિસત પટેલ ગઈકાલે સાંજના સમયે કલોલ જમિયત પુરા જઈ રહ્યા હતા તે દરમિયાન શેરથા ટોલટેક્સ પસાર કરીને ટોલટેકસની ઓફિસ નજીક પહોંચતા જ એક એક્ટિવા ચાલક કે તેઓને રોકીને તેના એક્ટિવામાં પેટ્રોલ પતી ગયું હોવાથી પેટ્રોલ પંપ સુધી ધક્કો મારી આપવા માટેની મદદ માંગી હતી. જેથી ફરિયાદીએ એક મદદના આશયથી તેના બાઈક વડે એકટીવાને ધક્કો મારવા લાગ્યો હતો.

પરંતુ તેને ધક્કો મારતા આવ્યું ન હતું. જેથી ફરિયાદીએ તેનું બાઈક આરોપીને આપી અને આરોપીનું એકટીવા તેણે લીધું હતું. અને ધક્કો મારતા મારતા તેઓ અડાલજ પેટ્રોલ પંપ સુધી પહોંચ્યા હતા. જો કે આ દરમિયાન ફરિયાદીએ એકટીવા પેટ્રોલ પંપ તરફ આવતા જ આરોપી તેનું બાઇક લઇને અડાલજ તરફ રફુચક્કર થઇ ગયો હતો.

આ પણ વાંચોઃ-અરવલ્લીઃ કમકમાટી ભરી ઘટના! પતિએ શરીરે ડાયનામાઈટ બાંધીને પત્ની સાથે કર્યો બ્લાસ્ટ, બંનેના મોત

ફરિયાદીએ તેને ઉભો રાખવા માટે બૂમાબૂમ પણ કરી હતી પરંતુ આરોપી ફરાર થઈ ગયો હતો. જે અંગેની જાણ ફરિયાદીને પોલીસને કરતા જ પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ પતિએ પહેલાં લગ્ન છુપાવ્યા તો નણંદોઈએ પરિણીતાની સાડી ખેંચી નાજુક અંગ સ્પર્શ કરવા કરી કોશિશ

અન્ય એક બનાવની વાત કરીએ તો સોલા વિસ્તારમાં (Sola) એક પરિણીતાને (Married Woman) પરિચિત વ્યક્તિ ને સોનાના દાગીના (Gold Jewelry) સાચવવા માટે આપવા ભારે પડ્યું છે. દાગીના પરત માંગતા આ યુવકે પરિણીતા સાથે પ્રેમ સબંધ (Love) રાખવાની માંગણી કરી.

જોકે પરિણીતાએ ઇનકાર કર્યો તો નરાધમ આરોપીએ પરિણીતાને તેના સ્નાન કરતા ફોટો બતાવી (Video of Bath) વિડીયો વાયરલ (Video Viral) કરવાની ધમકી આપી અને પરિણીતા સાથે શરીર સુખ માણવા માટેની માંગ કરી. આરોપીનો ત્રાસ એટલી હદે વધી ગયો કે પરિણીતા એ દવા ખાઈ ને આત્મ હત્યાનો Attempt of Suicide) પ્રયાસ કરવો પડ્યો છે.
Published by:ankit patel
First published:

Tags: Ahmedabad news, Crime news, Gandhinagar News, Gujarati news

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन