ગાંધીનગર : સરકારી વિભાગમાં ભ્રષ્ટાચારનું (Corruption) પ્રમાણ ઓછું થાય તે માટે એન્ટી કરપ્શન બ્યુરો (ACB Gujarat) દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તેમ છતાં સરકારી બાબુએ (Governmet Officers) જાણે કે ન સુધારવાની હઠ પકડી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે રોજ બરોજ અનેક સરકારી બાબુ ઓ લાંચ લેતા એ સી બી ના હાથે ઝડપાય છે. ત્યારે આજે એ.સી.બીએ મોટી સફળતા મળતા ટાઉન પ્લાનર એન.એન. મહેતા (ઊદૈલ ઝતોલલાી) (વર્ગ-1), ગાંધીનગર અને અન્ય આસી. પ્લાનરને રૂપિયા 15 લાખ ની લાંચ લેતા ઝડપાયા છે.
એ.સી.બીના ફરિયાદીના પત્નીના શેરથા ગામ ગાંધીનગર ખાતે હાઇવે ઉપર બે ફાઈનલ પ્લોટ ના પઝેશન કલેક્ટર ગાંધીનગર એ સોંપેલ હતા. જે બન્ને પ્લોટના ફાઇનલ માપ માટે ફરિયાદીએ ગુડામાં અરજી કરેલ હતી. જે બન્ને પ્લોટના માપ કાઢવા તથા અભિપ્રાય માટે ગુડા માંથી અરજી નગર રચના અધિકારીની કચેરી, ગુ.ડા. એકમ, બહુમાળી ભવન, બીજો માળ, સેક્ટર-૧૧, ગાંધીનગર ખાતે મોકલ આપેલ હતી.
લાંચ લેવાના આરોપમાં ઝડપાયેલા વર્ગ 3 અધિકારી
15 લાખની લાંચની માંગણી
જે અરજી અનુસંધાને બન્ને પ્લોટ ના માપ કાઢવાની તથા તેનો અભિપ્રાય આપવાની સત્તા આ ગુનાના આરોપી નયનભાઇ નટવરલાલ મહેતા, ટાઉન પ્લાનરની હોય, આ બન્ને પ્લોટનું માપ કાઢવાના તથા અભિપ્રાય આપવાના અવેજ પેટે રૂ.15 લાખની માંગણી કરેલ.
આ હેતુલક્ષી વાતચીતનું ફરિયાદીએ રેકોર્ડીગ કરી લીધું હતું અને આ ગુનાના ફરિયાદી આ લાંચના રૂપિયા આપવા માંગતા નહોતા તેથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો. જે ફરીયાદીની ફરીયાદ આધારે લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ છટકામાં આ ગુનાના આરોપી પ્લાનીંગ આસીસ્ટન્ટ સંજયકુમાર હઠીલાને આરોપી નયનભાઇ નટવરલાલ મહેતા, ટાઉન પ્લાનરના કહેવાથી ફરિયાદીએ રૂ.એક લાખ આપેલ અને બાકીના રૂપિયા 14 લાખ આરોપી નયનભાઇ મહેતા એ સ્વીકારતા એ સી બી એ તેઓ ને રંગે હાથે ઝડપી લીધા છે. હાલ માં એ સી બી એ આ સમગ્ર મામલે ફરિયાદ નોંધી ને વધુ કાર્યવાહી શરૂ કરી છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર