Home /News /north-gujarat /

Gandhinagar: IIT ગાંધીનગરના 50 ટકા જેટલા પૂર્વ વિદ્યાર્થીઓએ કર્યું લાખોનું ડોનેશન

Gandhinagar: IIT ગાંધીનગરના 50 ટકા જેટલા પૂર્વ વિદ્યાર્થીઓએ કર્યું લાખોનું ડોનેશન

1375 વિદ્યાર્થીઓએ 3453 રૂપિયા ડોનેટ કર્યા

IIT ગાંધીનગરના (Gandhinagar) સ્ટુડન્ટ્સ (Students) અને કોમ્યુનિટી વેલફેર ઇનિશિયેટિવ (Initiative) માટે પૂર્વ વિદ્યાર્થાઓના ભગીરથી પ્રયાસથી કોઈ પણ ભારતીય શિક્ષણ સંસ્થાનના પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલા દાનનો વિક્રમ સર્જાયો. જેમાં અત્યાર સુધીમાં 50 લાખ જેટલું ડોનેશન (Donation) કર્યું.

વધુ જુઓ ...
    ગાંધીનગર: IIT ગાંધીનગરના (Gandhinagar) સ્ટુડન્ટ્સ (Students) અને કોમ્યુનિટી વેલફેર ઇનિશિયેટિવ (Initiative) માટે પૂર્વ વિદ્યાર્થાઓના ભગીરથી પ્રયાસથી કોઈ પણ ભારતીય શિક્ષણ સંસ્થાનના પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલા દાનનો વિક્રમ સર્જાયો. જેમાં અત્યાર સુધીમાં 50 લાખ જેટલું ડોનેશન (Donation) કર્યું.

    નાણાકીય વર્ષમાં ડોનેશનનો એક અનોખો વિક્રમ

    કોલેજ કે ઇન્સ્ટિટયૂટમાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ પણ વિદ્યાર્થીઓ સંસ્થાના વિકાસ અને વેલફેર (Welfare) એક્વિટી સાથે વિદ્યાર્થીઓને મદદરૂપ થવા માટે અનેક પ્રકારે કામ કરતા હોય છે. ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજી (IIT) ગાંધીનગરના એલ્યુમનાઈ (Alumni) દ્વારા 2021-22ના નાણાકીય વર્ષમાં ડોનેશનનો (Donation) એક અનોખો વિક્રમ સર્જ્યો છે. સામાન્ય રીતે પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવતી દાનની રકમ લાખો કે કરોડો સુધી હોય છે પણ ટોટલ એલ્યુમનાઈની ટકાવારી 10થી 25 ટકા સુધી જ હોય છે. પરંતુ આઈઆઈટી (IIT) ગાંધીનગરના ટોટલ પૂર્વ વિદ્યાર્થીમાંથી 50 ટકા વિદ્યાર્થીઓએ દાન કર્યુ છે જે આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈ પણ શૈક્ષણિક સંસ્થાનમાં પૂર્વ વિદ્યાર્થીઓની સૌથી ઊંચી ટકાવારી છે. આઈઆઈટી ગાંધીનગરના 50 ટકા પૂર્વ વિદ્યાર્થીઓએ 2021-22માં 50 લાખ ડોનેશન (Donation) કરનાર દેશની પ્રથમ શૈક્ષણિક સંસ્થાન બની છે.

    આ પણ વાંચો: અમદાવાદ: 9 વર્ષની છોકરીને હતી વાળ ખાવાની ટેવ, કરવું પડ્યુ ઓપરેશન

    1375 વિદ્યાર્થીઓએ 3453 રૂપિયા ડોનેટ કર્યા

    આઈઆઈટી ગાંધીનગરની સ્થાપનાથી લઈને અત્યાર સુધીના ટોટલ 2750 એલ્યુમનાઈ (Alumni) છે. તે પૈકી 1375 જેટલા પૂર્વ વિદ્યાર્થીઓએ 2021-22માં સ્ટુડન્ટ્સ અને ઇન્સ્ટિટયૂટ વેલફેર એક્ટિવિટીઝ (Activities) માટે દાન કર્યુ છે. દેશ-વિદેશની શૈક્ષણિક સંસ્થાનમાં દાનની રકમ કરોડોમાં હોય છે પરંતુ કુલ એલ્યુમનાઈના 50 ટકા વિદ્યાર્થીઓએ ડોનેશન કર્યુ હોય તેવી આ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રથમ ઘટના છે. આ સાથે કુલ પૂર્વ વિદ્યાર્થીઓની ટકાવારી છેલ્લા બે વર્ષમાં 50 ટકાથી વધી રહી છે. પૂર્વ વિદ્યાર્થીઓએ ત્રણ વર્ષમાં 21 જેટલી સ્કોલરશિપ (Scholarship) લોંચ કરી છે.

    આ પણ વાંચો: રાખડી બાંધતી સગી બહેને જ ભાઈ-ભત્રીજીની કરી હતી હત્યા

    ફી ભરી ના શકનાર વિદ્યાર્થીની મદદ માટે સ્કોલરશિપ શરૂ કરી

    આઈઆઈટી ગાંધીનગરમાં અભ્યાસ કરીને મલ્ટિનેશનલ (Multinational) કંપનીઓમાં કામ કરતા અથવા પોતાનો સક્સેસ બિઝનેસ (Business) કરતા એલ્યુમનાઈ દ્વારા આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે ફી ભરી ના શકનાર વિદ્યાર્થીની મદદ માટે છેલ્લા ત્રણ વર્ષમાં 21 જેટલી સ્કોલરશિપ શરૂ કરી છે. આ સ્કોલરશિપમાં વિદ્યાર્થીઓની ફી (Fee) ભરવાની સાથે તેમને અભ્યાસમાં જરૂરી સાધનો પણ આપવામાં આવ્યા છે. આ સાથે કોવિડ-19ની પરિસ્થિતિમાં પણ વિદ્યાર્થીઓની આર્થિક અને અન્ય સમસ્યાઓના (Problems) સમાધાન લાવવા માટે પણ મદદરૂપ સાબિત થયા છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Ahmedaabad, Gandhinagar News, અમદાવાદ, ગાંધીનગર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन