Home /News /north-gujarat /Surat News: AAPમાં મોટું ગાબડું, 5 કોર્પોરેટરો ગૃહમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં કેસરીયો ધારણ કર્યો

Surat News: AAPમાં મોટું ગાબડું, 5 કોર્પોરેટરો ગૃહમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં કેસરીયો ધારણ કર્યો

આપના કોર્પોરેટરો ભાજપમાં જોડાયા

Surat News: આમ આદમી પાર્ટીના પાંચ કોર્પોરેટરોએ (five corporators of the Aadmi Party) આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડીને આજે શુક્રવારે કેસરીયો ધારણ કર્યો હતો.

    સુરતઃ આગામી સમયમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) આવનારી છે. ત્યારે દરેક પાર્ટીઓ અત્યારથી વિધાનસભાની ચૂંટણીમાં પોતાની જીત પાક્કી કરવા માટે તમતોડ મહેનત કરી રહ્યા છે. ત્યારે સુરતમાં (Surat News) રાજકિય દુનિયામાં ભૂકંપ આવ્યો છે. આમ આદમીનો (Aam Adami Party) ગઢ ગણાતા સુરતમાં જ ગાબડું પડ્યું હતું. આમ આદમી પાર્ટીના પાંચ કોર્પોરેટરોએ (five corporators of the Aadmi Party) આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડીને આજે શુક્રવારે કેસરીયો ધારણ કર્યો હતો. આ પ્રસંગે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી (State Home Minister Harsh Sanghvi) પણ ઉપસ્થિતિ રહ્યા હતા. અને તેમામ કોર્પોરેટરોને ભાજપમાં (corporators joine BJP) વિધિવત આવકાર્યા હતા.

    મળતી માહિતી પ્રમાણે ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, પ્રશાંત કોરાટની ઉપસ્થિતિમાં પાંચેય કોર્પોરેટરો વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા.

    આપના કોર્પોરેટરો વિપુલ મોવલિયા, ભાવનાબેન સોલંકી, જ્યોતિકાબેન લાઠિયા, મનિષાબેન કુકડિયા અને રૂતા દૂધાતરા ભાજપમાં જોડાયા છે. ગાંધીનગર કમલમ ખાતે આજે તમામ આપ નેતાઓને વિધિવત પક્ષમાં સામેલ કરવામાં આવ્યા હતા. પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ભાજપ યુવા મોર્ચા પ્રમુખ ઋત્વિજ પટેલ પણ સામેલ થયા હતા.



    બીજી તરફ સુરત આમ આદમી પાર્ટીના નેતાઓએ આક્ષેપ કર્યો છે કે, ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સમર્થન મેળવનાર આમ આદમી પાર્ટીના કાઉન્સિલરોને તોડવાનું કામ રાજ્યના સત્તાધારી ભાજપ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટીના વિરોધ પક્ષના નેતા દ્વારા ગંભીર આક્ષેપો ભાજપ ઉપર કરવામાં આવ્યા છે.



    આપ ભાજપ દ્વારા આપ પાર્ટીના કોર્પોરેટરોને ખરીદવા માટે લાલચ આપી રહ્યા હોવાના ફોન આવતા હોવાનો ખુલાસો કર્યો હતો. આમ આદમી પાર્ટીના એક પુરુષ કોર્પોરેટર અને બે મહિલા કોર્પોરેટરો પર એક જ વ્યક્તિના નંબર પરથી ફોન કરવામાં આવ્યો હતો. ત્રણેય કોર્પોરેટરોને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઇ જવા માટે લાલચ આપવાનો પ્રયાસ કર્યો છે.

    આ પણ વાંચોઃ-Surat News: કરોડોની સંપતિ છોડીને 14 વર્ષીય પુત્ર દીક્ષા ગ્રહણ કરી સંયમનો માર્ગ અપનાવશે

    ઉલ્લેખનીય છે કે સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના 27 કાઉન્સિલરો ચૂંટાયા હતા. સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીની એન્ટ્રીએ રાજ્યમાં સત્તાધારી પક્ષ ભાજપ માટે પણ મોટો અપસેટ સર્જ્યો હતો, પરંતુ હવે એ જ ભાજપ આમ આદમી પાર્ટીના કાઉન્સિલરોને તમામ પ્રકારના લોભામણે ભાજપમાં જોડાવા માટે બોલાવી રહી છે, એવો આક્ષેપ સુરત મહાનગર પાલિકાના વિરોધ પક્ષના નેતા ધર્મેશભાઈ ભંડેરી દ્વારા કરવામાં આવ્યા છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Gujarati news, Political Party, Surat news

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन