Home /News /north-gujarat /

Rajasthan Day: ગાંધીનગરમાં બુધવારે રાજસ્થાન દિવસની પરંપરાગત રીતે ભવ્ય ઉજવણી કરાશે

Rajasthan Day: ગાંધીનગરમાં બુધવારે રાજસ્થાન દિવસની પરંપરાગત રીતે ભવ્ય ઉજવણી કરાશે

ગાંધીનગર

Celebration 

આવતીકાલે તા.30 માર્ચ બુધવારના રોજ ગાંધીનગર (Gandhinagar)ના સેક્ટર-24માં રંગમંચ ખાતે રાજસ્થાન સ્થાપના દિવસ (Rajasthan Foundation Day)ની ઉજવણીનુ આયોજન કરાયુ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, સમાજ કલ્યાણ મંત્રી પ્રદીપ પરમાર, રાજસ્થાન પ્રદેશ ભાજપ અધ્યક્ષ, ગાંધીનગર શહેરના મેયર  હિતેશ મકવાણા ઉપસ્થિત રહેશે.

આ કાર્યક્રમમાં સાહિત્યિક, સાંસ્કૃતિક અને રંગારંગ કાર્યક્રમ, રક્તદાન કેમ્પ, ફ્રી મેડિકલ કેમ્પ, ગાંધીનગર શહેરના 44 કોર્પોરેટરોનું સન્માન, ભામાશાહ દાતાઓનું સન્માન અને રાજસ્થાન ગૌરવ સન્માન અર્પણ સમારોહ વગેરે જેવા વિવિધ કાર્યક્રમો યોજાશે.

આ મુદ્દે ન્યુઝ 18 સાથે વાત કરતા રાજસ્થાન સમાજ સાર્વજનિક સેવા ટ્રસ્ટ, ગાંધીનગરના પ્રમુખ તુલસીભાઇ માલી જણાવ્યું હતું કે,"આવતીકાલે રાજસ્થાન સ્થાપના દિવસ છે અને ગાંધીનગરમાં દર વર્ષની જેમ પરંપરાગત રીતે રાજસ્થાની સંસ્કૃતિ અનુસાર ધામધૂમથી ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સામાજિક સાંસ્કૃતિક તેમજ સેવાકીય કાર્યોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો- ગુજરાત ચૂંટણીમાં BJPને કોંગ્રેસ-આપથી ડર? મુખ્યમંત્રી પટેલે કહ્યુ, 'અમારી જીત નિશ્ચિત'

રાજસ્થાન અમારી જન્મભૂમિ છે અને ગુજરાત અમારી કર્મભૂમિ છે, અમે અહીં દૂધમાં સાકર ભળે તેમ ભળી ગયાં છીએ. અમે પોતાના પરિવાર સહિત ધંધા-રોજગાર અર્થે રાજસ્થાનથી આવીને ગાંધીનગરમાં વર્ષોથી વસેલી કુલ 36 જ્ઞાતિઓનું એક સંગઠન રાજસ્થાન સમાજ સાવર્જનિક સેવા ટ્રસ્ટના નેજા હેઠળ બનાવ્યું છે, આ સંગઠનનો હેતુ જન્મભૂમિ રાજસ્થાનના સંસ્કાર તથા સંસ્કૃતિ જે અમારી ઓળખ છે તેને જાળવી રાખીને કર્મભૂમિ ગુજરાતને પણ આત્મસાત કરીને સામાજિક ઐક્ય દ્વારા અમારો વિકાસ સાધવા સાથે રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપવા માટે પ્રયત્નશીલ છીએ.

આ પણ વાંચો- 50 વર્ષ જૂનો આસામ-મેઘાલય સરહદ વિવાદ ઉકેલાયો, ગૃહમંત્રી અમિત શાહે ભજવી મહત્વની ભૂમિકા

ગુજરાતમાં અમને અપાર પ્રેમ અને સ્નેહ પ્રાપ્ત થયો છે તેમ જ ગુજરાત સરકારે પણ અમને ખૂબ સહકાર આપ્યો છે જે માટે અમે સમગ્ર ગુજરાતના અને ગાંધીનગરના નાગરિકો સહિત સરકારના પણ આભારી છીએ." આ પ્રસંગે રાજસ્થાન સમાજ સાર્વજનિક સેવા ટ્રસ્ટના મહાસચિવ મુકેશકુમાર વ્યાસે આભાર વ્યક્ત કર્યો હતો રાજસ્થાન દિવસની ઉજવણીમાં સૌને જોડાવવા માટે આમંત્રણ આપ્યું હતું.
Published by:rakesh parmar
First published:

Tags: Gandhinagar News, Gandhinagar Sachivalaya, Gujarati news, ગાંધીનગર

આગામી સમાચાર