ગુજરાત બજેટ 2020 : સરકારે કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે 7,423 કરોડ ફાળવ્યા

News18 Gujarati
Updated: February 26, 2020, 3:39 PM IST
ગુજરાત બજેટ 2020 : સરકારે કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે 7,423 કરોડ ફાળવ્યા
નાણામંત્રી નીતિન પટેલે બજેટમાં ખેડૂતો માટે યોજનાઓની જાહેરાત કરાવી હતી.

ખેડૂતોનો વગર વ્યાજની લોન માટે 1,000 કરોડ રૂપિયાની જોગવાઈ, 29 હજાર ખેડૂતોને ટ્રેક્ટર દીઠ 45,000થી 60,000ની સહાયતા કરાશે

  • Share this:
ગાંધીનગર : આજથી શરૂ થઇ રહેલા ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનાં પ્રથમ દિવસે નાણામંત્રી નીતિન પટેલ રાજ્યનું વર્ષ 2020-21નું બજેટ રજૂ કર્યુ હતું. દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કારમી હાર થયા બાદ રાજ્ય સરકારે નારાજ ખેડૂતો, બેરાજગારોથી માંડીને સામાન્ય જનતાને ખુશ કરવા ફૂલગુલાબી બજેટ રજૂ કર્યુ હતું. સરકારે આ બજેટમાં કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ 7,423 કરોડની જોગવાઈ કરી છે. ઉપરાંત ખેડૂતોને વગર વ્યાજે પાક ધિરાણ મળે તેના માટે 1,000 કરોડની જોગવાઈ કરી છે. નાણા મંત્રી નીતિન પટેલે બજેટમાં વિવિધ યોજનાઓ અને સહાયતાની રકમની જાહેરાત કરી હતી

કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે 7,423 કરોડની જોગવાઇ

વર્ષ 2020 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવા માટે ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ છે. સરકારે સિંચાઇ માટેની સુવિધાઓ, વિના વ્યાજે પાક ધિરાણ, પાક વીમાં, બિયારણ, ખેત ઓજારો અને ખાતરની ખરીદીમાં સહાય, પાક-ઉત્પાદનોની ટેકાના ભાવ ખરીદી જેવી અનેક ખેડૂતલક્ષી યોજનાઓ અમલમાં મૂકી છે. અણધારી કુદરતી આફતો સમયે પણ અમે જગતના તાતની પડખે અડીખમ ઊભા રહ્યા છીએ. આમ, ખેડૂત કલ્યાણની વાત આવે ત્યારે અમારી સરકાર વાવણીથી વેચાણ સુધીના દરેક તબક્કા ખભેથી ખભા મિલાવીને ખેડૂતોની સાથે રહી છે.

રાજ્યના ખેડૂતો સહકારી તેમજ રાષ્ટ્રીયકૃત બેન્ક મારફત દર વર્ષે આશરે 39,000 કરોડનું ટૂંકી મુદતનું પાક ધિરાણ મેળવે છે. જેનું સંપૂર્ણ વ્યાજ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા બેન્કને ચુકવવામાં આવે છે.

ઝીરો ટકા વ્યાજે લોન માટે 1,000 કરોડની જોગવાઈ

આમ, ગુજરાતના ખેડૂતોને ઝીરો ટકા વ્યાજ દરે એટલે કે વ્યાજ રહિત પાક ધિરાણ મળે છે. જે માટે 1,0000 કરોડની જોગવાઇ. મને જણાવતા આનંદ થાય છે કે, રાજય સરકારની ભલામણ ધ્યાને લઇ ભારત સરકારે પાક વીમા યોજના ખેડૂતો માટે મરજિયાત બનાવવાની જાહેરાત કરેલ છે. પરંતુ જે ખેડૂતો પાક વીમો લેવા ઇચ્છતા હશે તેમને મદદ કરવા પાક વીમાનું પ્રીમિયમ ભરવા 1,1190 કરોડની જોગવાઇ રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોના વિવિધ પ્રોજેક્ટ માટે 300 કરોડની જોગવાઇ.29,000 ખેડૂતોને ટ્રેક્ટર દીઠ 45,000 થી 60,000ની સહાય

કમોસમી વરસાદ, વાવાઝોડું, અતિવૃષ્ટિ, જીવજંતુનો ઉપદ્રવ અને અન્ય પરિબળોથી પાક ઉત્પાદન બાદનું નુકસાન અટકાવવા માટે મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજનાની જાહેરાત કરતા હર્ષની લાગણી અનુભવું છું. આ યોજના અંતર્ગત ખેડૂતોને ખેતરમાં નાના ગોડાઉન-ઓન ફાર્મ સ્ટોરેજ સ્ટ્રકચર બનાવવા માટે એકમ દીઠ 30,000ની સહાય આપવામાં આવશે. આવા સ્ટ્રક્ટરના બાંધકામ માટે એન.એ.ની મંજૂરીથી મુકિત આપવામાં આવશે. જેના માટે 300 કરોડની જોગવાઇ.કૃષિ યાંત્રિકીકરણ અંતર્ગત 29,000 ખેડૂતોને ટ્રેક્ટર દીઠ 45,000 થી 60,000ની સહાય તેમજ આશરે 32,000 ખેડૂતોને વિવિધ ઓજારોની ખરીદીમાં સહાય આપવા 235 કરોડની જોગવાઇ.

પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂતને  ગાય દીઠ માસિક 900 રૂની સહાય

વર્તમાન સમયમાં જંતુનાશક દવાઓ અને રસાયણિક ખાતરોના વધુ પડતા ઉપયોગથી. થતાં નુકસાનને લીધે પ્રાકૃતિક ખેત ઉત્પાદનોની માંગ વધી છે. અમે દક્ષિણ ગુજરાતમાં વલસાડ અને ડાંગ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાની યોજનાઓ અમલમાં મૂકી છે. હવે ગુજરાતના ખેડૂતો ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે નવી યોજનાની હું જાહેરાત કરુ છું. આ યોજના અંતર્ગત ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂતને એક ગાય દીઠ નિભાવ ખર્ચ માસિક 900 એટલે કે વાર્ષિક 10,800 સહાય આપવામાં આવશે. પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતે ગાયનું છાણિયું ખાતર અને જીવામૃતનો ઉપયોગ કરવાનો રહેશે. જેના કારણે લાંબા ગાળે જમીનની ફળદ્રુપતા વધશે, લોકોને સ્વાથ્યપ્રદ ઓર્ગેનિક અનાજ અને શાકભાજી મળી રહેશે તેમજ ગૌ સેવાનો લાભ પણ મળશે. આ યોજના અંતર્ગત અંદાજે 50 હજાર ખેડૂતોને આવરી લેવા માટે 50 કરોડની જોગવાઇ.

ઉડાન યોજના : ખેડતો પોતાના ઉત્પાદન રાજ્યના અન્ય શહેરોમાં અદ વેચાણ અર્થે લઇ જઇ શકે તે માટે પરિવહન સુવિધા ઉપલબ્ધ , છે. આ હેતુ માટે ભારત સરકારે કિસાન રેલ અને ઉડાન યોજ સુસંગત કિસાન પરિવહન યોજનાની હું જાહેરાત હળવા ભારવાહક વાહનની ખરીદી માટે 50હજારથી 75,000 સહાય આપવામાં આવશે. જેમાં પ્રથમ તબક્કે અંદાજિત પાંચ હજાર ખેડૂતોને લાભ આપવા હજાર સહાય આપવા 30 કરોડની જોગવાઈ

રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મિશન હેઠળ ઘઉ,ચોખા, કઠોળ, બરછટ અનાજ, કપાસ શેરડી, તથા તેલીબિયાંના પાકોના ઉત્પાદનમાં વૃદ્ધી માટે 87 કરોડની સહાય આપવામાં આવશે.

ખેડૂતોને અકસ્માત વીમા યોજના હેઠળ 72 કરોડ રૂપિયાની સહાયતા આપવામાં આવશે જ્યારે એગ્રો અને ફૂડ પ્રોસેસીંગ એકમોને સહાય આપવા માટે 34 કરોડ રૂપિયાની સહાયતા આપવામાં આવશે.

દેશની પ્રથમ ગુજરાત ઓર્ગેનિક એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી પંચમહાલ જિલ્લાના હાલોલમાં સ્થાપવામાં આવશે તેના માટે 12 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવશે.

ગુજરાત બજેટના અન્ય સમાચારો વાંચો 

ગુજરાત બજેટ 2020 : ગરીબી દૂર કરવાના દાવા વચ્ચે રાજ્યમાં ગરીબોની સંખ્યામાં વધારો

Live ગુજરાત બજેટ : વડોદરામાં 600 પથારીની નવી મેટરનિટી ચાઇલ્‍ડ હૉસ્પિટલ બનશે

રાજ્યનાં બજેટમાં માત્ર ભાષણનો ભંડાર ન હોય પરંતુ વાસ્તવિકતાનો સ્વીકાર હોય તેવી અપેક્ષા : કૉંગ્રેસ

 

 
First published: February 26, 2020, 3:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading