ગુજરાત બજેટ 2020 : મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે 3150 કરોડની ફાળવણી

News18 Gujarati
Updated: February 26, 2020, 4:40 PM IST
ગુજરાત બજેટ 2020 :  મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે 3150 કરોડની ફાળવણી
પ્રતિકાત્મક તસવીર

આંગણવાડી સુપોષિત ફરનાર પ્રત્યેક આશા વર્કરને રૂપિયા 12,000નો પુરસ્કાર આપવામાં આવશે જે માટે રૂ.8 કરોડ જોગવાઈ

  • Share this:
ગાંધીનગર : આજથી શરૂ થઇ રહેલા ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનાં પ્રથમ દિવસે નાણામંત્રી નીતિન પટેલ રાજ્યનું વર્ષ 2020-21નું બજેટ રજૂ કર્યુ હતું. દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કારમી હાર થયા બાદ રાજ્ય સરકારે નારાજ ખેડૂતો, બેરાજગારોથી માંડીને સામાન્ય જનતાને ખુશ કરવા ફૂલગુલાબી બજેટ રજૂ કર્યુ હતું. સરકારે આ બજેટમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલમાટે કુલ 3150 કરોડની જોગવાઈ કરી છે. નાણામંત્રી નીતિન પટેલે સરકારની યોજનાઓની જાહેરાત કરી હતી.

પોષણ અભિયાન અંતર્ગત રૂ.55 કરોડના ખર્ચે 53,029 આંગણવાડીમાં સ્માર્ટ ફોન અને ગ્રોથ મોનિટરીંગ ડિવાઇસ આપવામાં આવ્યા છે , જેના કારણે 11 જેટલાં રજિસ્ટરોના સ્થાને સમગ્ર કામગીરી સ્માર્ટ ફોન વડે ડિજિટલી કરવામાં આવે છે . આ કામગીરીના મોનિટરીંગ અને માર્ગદર્શન માટે અંદાજે રૂ. 2 કરોડના ખર્ચે સ્ટેટ મેનેજમેન્ટ સેન્ટરની સ્થાપના કરવામાં આવી છે . જેને વધુ સુદઢ કરવા પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટની સ્થાપના કરવામાં આવશે

આશા વર્કર અને તેડાગરને પુરસ્કાર


પોષણ અભિયાન અંતર્ગત 100% સુપોષિત આંગણવાડીની સિદ્ધિ હાંસલ કરનાર પાયાના કર્મચારીઓને પોષણ ત્રિવેણી પ્રોત્સાહન પુરસ્કાર આપવામાં આવશે . આ અંતર્ગત આંગણવાડી વર્કર અને તેડાગરને અનુક્રમે રૂ. 12,000 અને રૂ.6,000 તેમજ પોતાના કાર્યક્ષેત્રની તમામ આંગણવાડી સુપોષિત ફરનાર પ્રત્યેક આશા વર્કરને 12,000નો પુરસ્કાર આપવામાં આવશે જે માટે રૂ.8 કરોડ જોગવાઈ કરાઈ છે.

અન્ય જાહેરાતોશહેરી વિસ્તારોમાં પ્રતિ આંગણવાડી 29 લાખ મુજબ 500 આંગણવાડી કે બાંધકામ માટે રૂ.35 કરોડ

  • અમદાવાદ , સુરત , વડોદરા અને રાજકોટ જિલ્લાઓની મધ્યસ્થ જેલોમાં મીની આંગણવાડીઓ શરૂ કરવામાં આવશે .

  • ગંગા સ્વરૂપમાં આર્થિક સહાય યોજના હેઠળ અંદાજિત ૫ લાખ લાભાર્થી વિધવા બહેનોને સહાય આપવા માટે રૂ 500 કરોડની જોગવાઈ

  • બેટી બચાવો બેટી ભણાવોને પ્રોત્સાહન આપતી લોકપ્રિય વ્હાલી દીકરી યોજના માટે રૂ.50 કરોડની જોગવાઇ

  • 181 - અભયમ મહિલા હેલ્પ લાઈન અંતર્ગત મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાયેલ બહેનોને મદદ કરવા અને જરૂરિયાતમંદ બહેનો અને દીકરીઓનું કાઉન્સેલીંગ કરવા રૂ 12 કરોડની જોગવાઇ

  • દૂધ સંજીવની યોજના આંગણવાડી અને પ્રાથમિક શાળાના બાળકો , ધાત્રી માતાઓ સહિત અંદાજિત 30 લાખ લાભાર્થીઓને દૂધ સંજીવની યોજના મારફત ફ્લેવર્ડ દૂધ પૂરું પાડવા માટે કુલા રૂ.342 કરોડની જોગવાઈ


બજેટના અન્ય સમાચાર વાંચો 

ગુજરાત બજેટ 2020 : સરકારે કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે 7,423 કરોડ ફાળવ્યા

ગુજરાત બજેટ 2020 : ગરીબી દૂર કરવાના દાવા વચ્ચે રાજ્યમાં ગરીબોની સંખ્યામાં વધારો

Live ગુજરાત બજેટ : વડોદરામાં 600 પથારીની નવી મેટરનિટી ચાઇલ્‍ડ હૉસ્પિટલ બનશે

રાજ્યનાં બજેટમાં માત્ર ભાષણનો ભંડાર ન હોય પરંતુ વાસ્તવિકતાનો સ્વીકાર હોય તેવી અપેક્ષા : કૉંગ્રેસ
Published by: Jay Mishra
First published: February 26, 2020, 4:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading