Home /News /north-gujarat /

વિદેશ મોકલવાના નામે બાળકો સહિત 15 લોકોને બંધક બનાવી માંગી કરોડોની ખંડણી, પોલીસે હેમખેમ છોડાવ્યા

વિદેશ મોકલવાના નામે બાળકો સહિત 15 લોકોને બંધક બનાવી માંગી કરોડોની ખંડણી, પોલીસે હેમખેમ છોડાવ્યા

રેસ્ક્યૂ કરાયેલા લોકો

Gandhinagar Crime News: અમદાવાદ શહેરના નવયુવાન દંપતીઓને (Ahmedabad family) વિદેશ મોકલવાની લાલચ આપી જેઓને છેલ્લા બે મહિનાથી કોલકત્તા (kalkatta) તેમજ દીલ્હી (Delhi) ખાતે બોલાવી તેઓની પાસેથી રૂપિયા પડાવવા સારૂ અજ્ઞાત સ્થળે ગોંધી રાખેલ છે.

વધુ જુઓ ...
ગાંધીનગરઃ ગાંધીનગર lcbએ કબૂતરબાજીનો એક મોટો રેકેટનો પર્દાફાશ કર્યો છે. વિદેશ મોકલવાની લાલચ આપી છેતરપિંડી (faurd) કરી ગેરકાયદેસર ગોંધી રાખી બંદુકની અણીએ ડરાવી ધમકાવી રૂપિયા પડાવતી ગેંગે (gang) છેલ્લા ત્રણ મહિનાથી બંધી બનાવેલા હતા. lcbએ નિર્દોષ લોકોને દિલ્હી તેમજ કોલકત્તા (Delhi and kolkatta) ખાતેથી તેમની ચંગુલમાંથી છોડાવી ગેંગનો પર્દાફાશ કર્યો છે.

પોલીસ ગિરફતમાં આવેલ આરોપીએ નિર્દોષ લોકોને છેતરી એક મોટા ગુનાઓને અંજામ આપી રહ્યો હતો. આરોપી પોતાના સાગરીતો સાથે મળી આ ગુનો કરી રહ્યો હતો. 12/02/2022ના રોજ lcbને રજુઆત મળેલી કે ગાંધીનગર જીલ્લાના ખરણા ગામના તથા મહેસાણા તેમજ અમદાવાદ શહેરના નવયુવાન દંપતીઓને વિદેશ મોકલવાની લાલચ આપી જેઓને છેલ્લા બે મહિનાથી કોલકત્તા તેમજ દીલ્હી ખાતે બોલાવી તેઓની પાસેથી રૂપિયા પડાવવા સારૂ અજ્ઞાત સ્થળે ગોંધી રાખેલ છે.

જે  જેથી તાત્કાલીક LCB-2 ના પો.ઇન્સ શ્રી જે.એચ.સિંધવને તપાસ કરવા આદેશ આપવામાં આવેલ અને જે આધારે LCB-2ના અધિકારી તથા સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી તાત્કાલીક હવાઈ માર્ગે કોલકત્તા તથા દીલ્હી ખાતે રવાના કરીને દીલ્હી ખાતે સ્પેશ્યલ સેલની મદદથી ભોગ બનનારને લોકેટ કરવામાં આવેલ અને તેઓને સહી સલામત છોડાવવા જરૂરી હોવાથી રેસ્ક્યૂ કર્યું હતું.

આ પણ વાંચોઃ-સુરતઃ લગ્નના એક વર્ષમાં જ યુવકે બેંક લોનના હપ્તા ન ભરી શકતા આત્મહત્યા કરી, પરિવારે આર્થિક સહારો ગુમાવ્યો

રેસ્ક્યૂમાં બાળકો સહિત કુલ-15 ભોગ બનનાર ઈસમોને છોડાવી રેલ માર્ગે તેમજ હવાઈ માર્ગે પરત લાવી તેઓની પુછપરછ કરતા મોટો ખુલાસાઓ સામે આવ્યા છે. એજન્ટ રાજેશ નટવરલાલ પટેલનાઓ મારફતે આ લોકોને કોલકત્તા અને દીલ્હી મોકલી આપવામાં આવેલ અને ત્યાં સુશિલ રોય તથા સંતોષ રોય તેમજ કમલ સિંઘાનિયા નામના માણસોએ ભેગા મળી આ લોકોને ગેરકાયદેસર ગોંધી રાખેલા અને તેઓની ઉપર અમાનવીય ત્રાસ ગુજારી તેઓને તેમનાપરિવાર સાથે ફોન ઉપર વાત કરાવડાવી ધાક ધમકી આપી અમો કેનેડા ખાતે પહોચી ગયા છે.

આ પણ વાંચોઃ-સુરતમાં અનોખી ચોરીનો live video, આફ્રિકન ગ્રે પોપટની ચોરી કર્યા બાદ રાખવા માટે પાંજરૂ પણ ઉઠાવી ગયો

તેમ બોલાવડાવી પરિવાર પાસેથી અલગ અલગ રકમ મળી કુલ રૂ.2,35,00,000 જેટલી રકમ ખંડણી સ્વરૂપે વસુલ કરેલ હોવાનું જણાઈ આવેલ છે અને રેસ્ક્યુ કરેલ ઈસમોને સહી સલામત તેમના ઘરે સોંપવામાં આવેલ છે. તેમજ આ ટોળકીએ આવા ગુન્હાઓને અગાઉ પણ અંજામ આપેલ હોવાનુ જણાઈ આવેલ છે. હાલ એક આરોપી રાજેશ નટવરલાલ પટેલની અટકાયત કરવામાં આવેલ છે અને બાકીના આરોપીઓની શોધખોળ ચાલુ છે.

આ બાબતે માણસા પો.સ્ટે ગુન્હો રજી. કરી આગળની તપાસ તજવીજ હાથ ધરવામાં આવેલ છે અને ફરાર આરોપીઓ સુશિલ રોય,સંતોષ રોય અને કમલ સિંઘાનિયા ને પકડવા કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આ બાબતે અન્ય એજન્ટ રમેશભાઈ સોમાભાઈ પટેલની પણ પુછપરછ ચાલુ છે.
Published by:ankit patel
First published:

Tags: Crime news, Gandhinagar News, Gujarati news

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन