ધોરણ 12 સાયન્સના પરિણામમાં છોકરાઓએ મારી બાજી, બે વર્ષથી વિદ્યાર્થિનીઓ હતી આગળ

ધોરણ 12 સાયન્સના પરિણામમાં છોકરાઓએ મારી બાજી, બે વર્ષથી વિદ્યાર્થિનીઓ હતી આગળ
પ્રતિકાત્મક તસવીર

12 સાયન્સનું 71.34 ટકા પરિણામ આવ્યું છે.

 • Share this:
  ગાંધીનગર - આજે 17 મે રવિવારે, ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ઓનલાઇન બોર્ડની વેબસાઇટ www.gseb.org જાહેર થયું છે. 12 સાયન્સનું 71.34 ટકા પરિણામ આવ્યું છે. આ વર્ષે 84.69 ટકા પરિણામ સાથે રાજકોટ પ્રથમ નંબર પર છે. જેમા વિદ્યાર્થીઓનું 71.69 જ્યારે વિદ્યાર્થિનીઓનું 70.85% પરિણામ આવતા છોકરાઓએ બાજી મારી છે.

  ગત બે વર્ષનાં પરિણામમાં વિદ્યાર્થિનીઓ આગળ હતી.  વર્ષ 2019માં એટલે ગત વર્ષે વિદ્યાર્થિનીઓએ બાજી મારી હતી. 2019માં વિદ્યાર્થિનીઓની ટકાવારી 72.01 હતી જ્યારે વિદ્યાર્થીઓની ટકાવારી 71.83 હતી. એ પહેલા પણ વર્ષ 2081ની વાત કરીએ તો તેમાં પણ વિદ્યાર્થિનીઓએ બાજી મારી હતી. વિદ્યાર્થીઓની પાસ થવાની ટકાવારી 74.91 અને વિદ્યાર્થીઓની 71.84 હતી.

  આ પણ વાંચો - ધો.12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર, સૌથી પહેલા અહીં ક્લિક કરીને જાણી લો Result

  સૌથી ઓછું પરિણામ ફિઝિક્સ વિષયમાં આવ્યું

  ધોરણ 12 સાયન્સમાં 1,16,643 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તેમાં 83,111 વિદ્યાર્થીઓ પાસ થયા છે, જ્યારે 33,532 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. વિષયવાર પરિણામ જોવામાં આવે તો ગુજરાતી, હિન્દી, મરાઠી, ઉર્દુ અને અરેબિકનું પરિણામ 100 ટકા આવ્યું છે. સૌથી ઓછું જ્યારે ફિઝિક્સનું 72.48 ટકા, કેમેસ્ટ્રીનું 72.36 ટકા અને બાયોલોજીનું 85.99% પરિણામ આવ્યું છે. અંગ્રેજીનું પરિણામ 98 ટકા આવ્યું છે.

  બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં ગુજરાત પહેલા નંબરે

  આજે આવેલા ધોરણ 12 સાયન્સના પરિણામ અંગે રાજ્યનાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, 'રાજ્યમાં ઘોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 71.34 ટકા પરિણામ આવ્યું છે. રાજ્ય સરકારે કોરોનાના કહેર વચ્ચે બોર્ડની પરીક્ષા સારી રીતે પૂર્ણ કરી દીધી છે. દેશમાં બોર્ડની બોર્ડની પરીક્ષા પૂર્ણ કરવામાં અને તેનું પરિણામ જાહેર કરવામાં કદાચ ગુજરાત પ્રથમ નંબરે છે.'

  અત્યારે માર્કશીટ નહીં મળે

  મળતી માહિતી પ્રમાણે કોરોના વાયરસના સમયમાં સંક્રમણે ફેલાવો રોકવા માટે અને લોકડાઉનની સ્થિતિમાં વિદ્યાર્થીઓ અત્યારે માત્ર પરિણામ જોઈ શકશે.આ ઉપરાંત બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ માર્ચ -2020ના ઉમેદવારોની માર્કશીટ અને પ્રમાણપત્રના વિતરણની તારીખ બાદમાં જાહેર કરાશે તથા ગુણચકાસણી, ગુણતુટ તથા પરિણામ જમા કરાવવા અંગેની સૂચનાનાઓ પણ અલગથી પ્રસિદ્ધ કરવામાં આવશે.

  આ પણ જુઓ - 
  Published by:News18 Gujarati
  First published:May 17, 2020, 09:08 am

  ટૉપ ન્યૂઝ