કોરોનાથી રાજ્યમાં વધુ એક મોત, પોઝિટિવ કેસની સંખ્યા વધીને 108 થઇ

News18 Gujarati
Updated: April 4, 2020, 9:41 PM IST
કોરોનાથી રાજ્યમાં વધુ એક મોત, પોઝિટિવ કેસની સંખ્યા વધીને 108 થઇ
જયંતિ રવિની ફાઇલ તસવીર

ગુજરાતમાં 14 લોકોએ કોરોનાને માત આપી

  • Share this:
ગાંધીનગર : કોરના વાયરસનો (coronavirus) કેર રાજ્યમાં (Gujarat) ધીરે ધીરે વધી રહ્યો છે. ત્યારે મળતી માહિતી પ્રમાણે કોરોનાને કારણે અમદાવાદમાં (Ahmerdabad) વધુ એક મહિલા દર્દીનું મોત નીપજ્યું છે. આ સાથે રાજ્યમાં કુલ 10 મોત નીપજ્યાં છે. રાજ્યમાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધીને 108 થઇ ગઇ છે. જ્યારે આજે પાંચ કોરોનાનાં દર્દીઓને રજા આપવામાં આવી છે. 24 કલાકમાં 13 નવા દર્દીઓ થયા છે. અમદાવાદમાં 45, ગાંધીનગરમાં 13, સુરતમાં 13, વડોદરામાં 9, રાજકોટમાં 10, કચ્છમાં 1, ભાવનગરમાં 9,  મહેસાણામાં 1, ગીર સોમનાથમાં 2, પોરબંદરમાં 3, પંચમહાલમાં 1, પાટણમાં 1 કેસ નોંધાયા છે.

આ પણ વાંચો : પાટણ જિલ્લામાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો, યુવક મુંબઇથી આવ્યો હતો

80 વર્ષનાં મહિલા કોરોના સામે જીત્યા જંંગ

આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ (Jayanti S. Ravi) જણાવ્યું કે, આજે કોરોનાનાં જે દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે તેમાંથી એક મહિલા 80 વર્ષની ઉંમરનાં હતાં. જેમને ડાયાબિટીશ અને બીપી જેવી બીમારી પણ હતી. આ સાથે એક સગર્ભા મહિલા પણ હતા. આ સાથે તેમણે જણાવ્યું કે, હાલ 108 દર્દીઓમાંથી કોઇપણ વેન્ટિલેટર પર નથી. અમદાવાદમાં અત્યાર સુધીમાં પાંચ લોકોનાં મોત થયા છે.

આ પણ વાંચો : Tabligi jamat : તબલીગી જમાતના મેળાવડા મામલે ગુજરાત હાઇકોર્ટે કરી લાલ આંખ

રોગપ્રતિકારક શક્તિ વધારોઆ ઉપરાંત તેમણે જણાવ્યું કે, સરકાર કોરોના સામે લડવા માટે બનતી તૈયારીઓ કરી રહી છે. ઘરોમાં બેસીને તમે પણ પોતાની રોગપ્રતિકારક શક્તિ વધારો. પોતાના શરીરને હાઇડ્રેડ રાખો, બને તેટલું પાણી પીઓ. ગરમ પાણી પીઓ. દૂધમાં હળદર નાંખીને પીઓ, આ ઉપાયોથી તમારી રોગ પ્રતિકારક શક્તિ વધશે. આ સાથે તમે દિવસમાં ઓછામાં ઓછો અડધો કલાક પ્રાણાયમ, યોગ તમને ફાવે તેવી કસરત કરો. લીંબુ પાણી પીઓ, વિટામિન સી મળે તેવું ખાઓ. એટલે આમળા અને લીંબુનું સેવન વધારો.

આ વીડિયો પણ જુઓ
First published: April 4, 2020, 11:07 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading