પેટાચૂંટણી વિશે અલ્પેશે કહ્યું,'ગમે ત્યારે ચૂંટણી યોજાય, અમે તૈયાર છીએ'

હાલ ગુજરાત વિધાનસભાની (Gujarat Assembly) સાત બેઠક ખાલી છે, જેમાંથી ચાર બેઠક પર 21મી ઓક્ટોબરના રોજ ચૂંટણી યોજાશે. રાધનપુર બેઠક પર પેટા ચૂંટણી જાહેર ન થયા બાદ પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની પ્રતિક્રિયા

News18 Gujarati
Updated: September 21, 2019, 2:37 PM IST
પેટાચૂંટણી વિશે અલ્પેશે કહ્યું,'ગમે ત્યારે ચૂંટણી યોજાય, અમે તૈયાર છીએ'
અલ્પેશ ઠાકોર
News18 Gujarati
Updated: September 21, 2019, 2:37 PM IST
ન્યૂઝ 18 ગુજરાતી : કેન્દ્રીય ચૂંટણી (Elction Commission of India) પંચે ગુજરાતની ચાર વિધાનસભા (4 Assembly Election) બેઠક માટે ચૂંટણીની તારીખો જાહેર કરી છે. જે પ્રમાણે આગામી 21મી ઑક્ટોબરના રોજ મતદાન થશે, જ્યારે 24મી તારીખે પરિણામ જાહેર કરવામાં આવશે. હાલ ગુજરાત વિધાનસભાની (Gujarat Assembly) સાત બેઠકો ખાલી છે. જેમાંથી હાલ ચૂંટણી પંચે ચાર બેઠકની પેટા ચૂંટણીની જાહેરાત કરી છે. આ બેઠકોમાં રાધનપુર, મોરવા હડફ અને બાયડ વિધાનસભા બેઠકોની જાહેરાત ન થયા બાદ રાધનપૂરના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે (Alpesh Thakor)પ્રથમ પ્રતિક્રિયા આપી હતી. અલ્પેશે કહ્યું હતું કે ચારેય બેઠકો પર ભાજપની જીત થશે.

અલ્પેશ ઠાકોરે જણાવ્યું, 'ગમે ત્યારે ચૂંટણી જાહેર થાય અમે તૈયાર છીએ. ચૂંટણી પંચે 4 બેઠકોની જાહેરાત કરી છે, બાકીની પણ જાહેરાત થશે. પ્રજાનો પ્રેમ છે. પ્રજાનો વિશ્વાસ છે. પ્રજાની સાથે છીએ. આ પેટાચૂંટણી હોય કે આગામી પાર્ટી અને કાર્યકર્તાઓ તૈયાર છીએ. ચૂંટણી આવે એટલે જ નેતાઓ દેખાય, ચૂંટણી આવે તો જ નેતા કામે વળગે એવું ભારતીય જનતા પાર્ટીમાં નથી. જ્યારે પણ ચૂંટણી આવશે ત્યારે અમે સજ્જ છે. અહીંયા વ્યક્તિ નહીં પાર્ટી જીતે છે. કમળ ખીલવાનું છે. '

આ પણ વાંચો :  મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણી : 21 ઑક્ટોબરે મતદાન, 24મીએ મતગણતરી

પાર્ટી આદેશ આપશે ત્યાં પ્રચાર કરીશ

અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે અમારી સાથે 370 છે. અમે રામ મંદિરનું નિર્માણ પણ થશે. અમારી પાસે નેતૃત્વ છે એટલે જીત અમારી થશે જ. આ ચૂંટણીમાં પાર્ટી જ્યારે કહેશે અને જ્યાં કહેશે ત્યાં પ્રચાર કરવા માટે જઈશું.

ધવલસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે રાજ્યમાં અને અન્ય રાજ્યોમાં પણ ભારતીય જનતા પાર્ટીનો વિજય નિશ્ચિત છે.

Loading...

ધવલસિંહે કહ્યું ચૂંટણી મોડી થતાં તૈયારી કરવાનો સમય મળશે

ધવલસિંહે જણાવ્યું હતું કે 'કૉંગ્રેસ વારંવાર આક્ષેપ કરે છે કે ચૂંટણી પંચ સ્વતંત્રતાથી કામ નથી કરતી આજે સાબિત થઈ ગયું છે કે કૉંગ્રેસના આક્ષેપો પાયા વિહોણા છે. ચૂંટણી પંચ જ્યારે ચૂંટણી જાહેર કરે ત્યારે બાયડ, રાધનપુર, મોરવા હડફમાં પાર્ટીની જીત થશે. ચૂંટણી મોડી થતાં અમને તૈયારી કરવાનો સમય મળશે.'

જે ધારાસભ્યો સાંસદ બન્યા તે બેઠકો પર મતદાન

ગુજરાતમાં સાત બેઠક ખાલી પડી છે. જેમાં ચાર બેઠક પર મતદાન યોજાશે. હાલ એવી બેઠક પર મતદાન યોજાશે જે બેઠક પરથી ધારાસભ્ય ચૂંટણી લડીને સાંસદ બન્યા છે. જે પ્રમાણે લુણાવાડા, અરમાઇવાડી, ખેરાલુ અને થરાદ બેઠક પર ચૂંટણી યોજાશે.

મોરવા હડફ બેઠક : કોંગ્રેસના ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ખાંટને અનુસુચિત જાતિના પ્રમાણપત્ર મામલે ગેરલાયક ઠેરવતા બેઠક ખાલી પડી.

બાયડ બેઠક : કોંગ્રેસના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા રાજીનામું આપીને ભાજપમાં જોડાતા બેઠક ખાલી પડી.

રાધનપુર બેઠક : કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર રાજીનામું આપીને ભાજપમાં જોડાતા બેઠક ખાલી પડી.

લુણાવાડા બેઠક : ભાજપના ધારાસભ્ય રતનસિંહ રાઠોડ પંચમહાલ લોકસભા બેઠક પરથી ચૂંટાતા બેઠક ખાલી પડી.

આ પણ વાંચો : કેન્દ્રીય ચૂંટણી પંચની જાહેરાત : ગુજરાતની 4 બેઠક પર 21મી ઓક્ટોબરે પેટાચૂંટણી યોજાશે

અમરાઈવાડી બેઠક : ભાજપના ધારાસભ્ય એચ.એસ.પટેલ અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પરથી ચૂંટાતા બેઠક ખાલી પડી.

ખેરાલુ બેઠક : ભાજપના ભરતસિંહ ડાભી પાટણ લોકસભા બેઠક પરથી ચૂંટાતા બેઠક ખાલી પડી.

થરાદ બેઠક : ભાજપના ઉમેદવાર પરબત પટેલ બનાસકાંઠા લોકસભા બેઠકમાં વિજેતા બનતા બેઠક ખાલી પડી.

 
First published: September 21, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...