ઘૂંઘટ ઓઢી ભાષણ: ગેનીબેને કહ્યું- 'મારે સસરાના ગામની પ્રથા જાળવવી પડે'

"હું અન્ય કોઈ જગ્યાએ લાજ કે ઘૂંઘટ નથી કાઢતી પરંતુ મારા સસરાના ગામે મારે પ્રથા જાળવવી પડે. હું આ પ્રથા દૂર કરવાનો પ્રયાસ કરું તો લોકો ખોટું અર્થઘટન કાઢે."

News18 Gujarati
Updated: October 29, 2018, 3:02 PM IST
ઘૂંઘટ ઓઢી ભાષણ: ગેનીબેને કહ્યું- 'મારે સસરાના ગામની પ્રથા જાળવવી પડે'
ગેનીબેન ઠાકોર વાવ બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય છે.
News18 Gujarati
Updated: October 29, 2018, 3:02 PM IST
બનાસકાંઠાઃ વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર રવિવારે દિયોદરના કોતરવાડા ખાતે એક નવી બનેલી હોટલના ઉદ્ઘાટન પ્રસંગે પહોંચ્યાં હતાં. અહીં પ્રાસંગિત ભાષણ આપતી વખતે તેમણે ઘૂંઘડ કાઢી રાખ્યો હતો. આ કાર્યક્રમમાં રાધનપુરના કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર તેમજ ઠાકોર સમાજના અન્ય આગેવાનો હાજર હતા. લોકોએ ચૂંટેલા પ્રતિનિધિઓએ સમાજને નવી રાહ બતાવવા માટે કુરિવાજોથી દૂર રહેવું જોઈએ તેના બદલે ખૂદ ધારાસભ્ય 'લાજપ્રથા'ને આગળ ધપાવે તે બાબતને ધારાસભ્ય ગેનીબેન ઠાકોરની ટીકા થઈ રહી છે. આ બાબતે તેમણે ન્યૂઝ18 ગુજરાતી સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, કોતરવાડા મારું સાસરીપક્ષ હોવાથી મેં ઘૂંઘટ કાઢીને ભાષણ આપ્યું હતું.

ગેનીબેને ભાષણ આપતી વખતે શું કહ્યું હતું?

એક હોટલના ઉદ્ઘાટન પ્રસંગે કોતરવાડા આવી પહોંચેલા વાવના ધારાસભ્ય એ જણાવ્યું કે, "લોકો મને કહે છે કે મારે કોતરવાડામાં ઘૂંઘડ ન કાઢવો જોઈએ. પરંતુ આ મારું સાસરીપક્ષ છે. અહીંની પરંપરા છે જેને હું જાળવતી આવી છું અને ભવિષ્યમાં પણ જાળવી રાખીશ. અન્ય જગ્યાએ લોકો ભલે મને મેડમ, બેન, ધારાસભ્ય કહે પરંતુ આ ગામ માટે હું વહુ છું અને રહીશ."

આ પણ વાંચોઃ  ગેનીબેન ઠાકોરનો સરકાર પર આરોપ લગાવતો વીડિયો વાયરલ

આ અંગે ન્યૂઝ18 ગુજરાતી સાથે વાતચીત કરતા વાવના ધારાસભ્ય ગેનીબેને જણાવ્યું કે, "જ્યાં સભા હતી એ મારા સસરાનું ગામ હતું. આ ગામ દિયોદર વિધાનસભામાં આવે છે. હું વાવ વિધાનસભા વિસ્તારની ધારાસભ્ય છું. અહીં લાજ કાઢવી જ પડે એવી વર્ષોની પરંપરા છે. હું 22 વર્ષથી જાહેર જીવનમાં છું. હું અન્ય કોઈ જગ્યાએ લાજ કે ઘૂંઘટ નથી કાઢતી પરંતુ મારા સસરાના ગામે મારે પ્રથા જાળવવી પડે. જો હું તેને દૂર કરવાનો પ્રયાસ કરું તો લોકો તેનું ખોટું અર્થઘટન કાઢે."


ગેનીબેનને વધુમાં જણાવ્યું કે, "ઘૂંઘટ કાઢવાથી કોઈ ખોટો સંદેશ જવાનો કોઈ પ્રશ્ન જ નથી. કારણ કે દરેક સમાજને અલગ અલગ રિવાજો હોય છે. અમે જે વિસ્તારમાં રહીએ છીએ એ હજી રૂઢિચુસ્ત છે. જો આ પ્રથા બંધ કરવાની વાત કરીએ તો લોકો ખોટું સમજે છે. મેં આ પરંપરા જાળવી રાખવા માટે ઘૂંઘટ કાઢ્યો હતો. સારું ન લાગે એટલે લાજ કાઢી હતી."
First published: October 29, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...