બનાસકાંઠા : જુઓ કઇ રીતે 20 જ સેકન્ડમાં બે યુવકો બાઇકની ઉઠાંતરી કરી ભાગી ગયા

બનાસકાંઠાનાં દીયોદર ગામમાંથી બે અજાણ્યા યુવકોએ બાઇકની ઉઠાંતરી થઈ હોવાની ઘટના સામે આવી છે.

News18 Gujarati
Updated: August 3, 2019, 1:40 PM IST
બનાસકાંઠા : જુઓ કઇ રીતે 20 જ સેકન્ડમાં બે યુવકો બાઇકની ઉઠાંતરી કરી ભાગી ગયા
સીસીટીવીનાં ફૂટેજમાંથી લીધેલી તસવીર
News18 Gujarati
Updated: August 3, 2019, 1:40 PM IST
આનંદ જયસ્વાલ, બનાસકાંઠા : બનાસકાંઠાનાં દીયોદર ગામમાંથી ઘોળા દિવસે બે અજાણ્યા યુવકોએ બાઇકની ઉઠાંતરી થઈ હોવાની ઘટના સામે આવી છે. જેમાં પોલીસે બાઈકની ઉઠાંતરી કરનાર શખ્સોની તપાસ હાથ ધરી છે.

આ મામલે મળતી માહિતી પ્રમાણે દિયોદર પંથકમાં ચોરીની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. આજે સવારનાં સમયે દિયોદર ગામમાંથી દિન દહાડે બાઈક પર આવેલા બે યુવકો પાર્ક કરેલા બાઇકની ઉઠાંતરી કરી ફરાર થઈ ગયા છે. જેમાં ભેસાણા ગામના ખેડૂત પટેલ હકમાભાઈ ખરીદી માટે દિયોદર ગામમાં આવ્યા હતા.



તેમણે પૂર્ણિમા સોસાયટી આગળ પોતાનું બાઈક પાર્ક કરી દુકાનમાં ખરીદી માટે ગયા હતા. બાઇક પાર્ક કર્યાના 20 સેકન્ડની અંદર જ અજાણ્યા બે શખ્શો બાઈક પર આવ્યા હતા.

આ પણ વાંચો : અમદાવાદ: હથિયારો સાથે ચોરી કરતી ગેંગનો તરખાટ, ઘટના CCTVમાં
First published: August 3, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...