બનાસકાંઠાઃ દિયોદરમાં વ્યાજખોરોના ત્રાસથી ખેડૂતનો આપઘાતનો પ્રયાસ

બનાસકાંઠાના દિયોદરમાં ફરી એકવાર વ્યાજખોરોના ત્રાસ વધી ગયો છે. અને તેથી એક મજૂરી કરી ગુજરાત ચલાવતા વ્યક્તિએ ઝેરી પ્રવાહી ગટગટાવી આત્મહત્યા નો પ્રયાસ કર્યો

News18 Gujarati
Updated: August 6, 2019, 2:59 PM IST
બનાસકાંઠાઃ દિયોદરમાં વ્યાજખોરોના ત્રાસથી ખેડૂતનો આપઘાતનો પ્રયાસ
આપઘાત કરનાર ખેડૂતની તસવીર
News18 Gujarati
Updated: August 6, 2019, 2:59 PM IST
આનંદ જયસ્વાલઃ બનાસકાંઠાના ફરી વ્યાજખોરોનો આતંક વધી ગયો છે જેમાં દિયોદર ના પાલડી ગામે એક વ્યક્તિએ છ વ્યાજખોરો ના માનસિક ત્રાસ કારણે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે જે મામલે તેમના પુત્ર એ પોલીસ ફરિયાદ ની તજવીજ હાથ ધરી છે

બનાસકાંઠાના દિયોદરમાં ફરી એકવાર વ્યાજખોરોના ત્રાસ વધી ગયો છે. અને તેથી એક મજૂરી કરી ગુજરાત ચલાવતા વ્યક્તિએ ઝેરી પ્રવાહી ગટગટાવી આત્મહત્યા નો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં દિયોદરના પાલડી ગામમાં રહેતા લાધાજી ઠાકોરને અગાઉ નાણાકીય ભીડ હોવાના કારણે ગામના જ કેટલાક લોકો પાસેથી 7 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા.

પરંતુ બાદમાં તેઓને પરિસ્થિતિ વધારે કથળતા તેઓ સમયસર નાણાં પરત આપી શક્યા નહોતા જેથી વ્યાજખોરોએ પૈસા પરત મેળવવા રાધાજી ઠાકોર ને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.

આ પણ વાંચોઃ-સાબરકાંઠાઃ પુત્રીને શાળાએ મૂકીને પરત આવતા પિતાનું મોત, બાઇક નદીમાં ખાબક્યું

છેલ્લે છેલ્લે તેઓને જાનથી મારી લીંબડે લટકાવી દેવાની ધમકી આપતા આખરે કંટાળીને લાધાજીએ મોડી રાત્રે ઝેરી પ્રવાહી ગટગટાવી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે.

આ બનાવની જાણ થતાંજ તેમના પરિવારજનોએ અસરગ્રસ્ત લાધાજી ને સારવાર માટે દિયોદર રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા અને આ અંગે તેમના પુત્રએ પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી છે.
First published: August 6, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...