બનાસકાંઠાઃ શ્રાવણ માસમાં કતલખાના બંધ કરવા માટે આવેદન અપાયું

News18 Gujarati
Updated: July 31, 2019, 2:39 PM IST
બનાસકાંઠાઃ શ્રાવણ માસમાં કતલખાના બંધ કરવા માટે આવેદન અપાયું
કતલખાના વિરુદ્ધ યોજાયેલી રેલી

શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં હત્યા ના થાય તે માટે હિન્દુ સંગઠનો અને જૈન સમાજ દ્વારા કતલખાનાના વિરોધમાં રેલી યોજાઈ હતી.

  • Share this:
આનંદ જયસ્વાલ, બનાસકાંઠાઃ પવિત્ર શ્રાવણ માસ શરૂ થવાને હોવી ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે આ પવિત્ર દિવસો માં કોઈ જીવ હત્યાના થાય તે માટે ધાનેરામાં જૈન સમાજ અને હિન્દુ સંગઠનો દ્વારા તંત્રને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

બનાસકાંઠામાં પવિત્ર શ્રાવણ માસ શરૂ થવાની આડે ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે ધાનેરામાં અસંખ્ય ગેરકાયદેસર કતલખાના ધમધમી રહ્યા છે. જેમાં રોજ અસંખ્ય જીવોની હત્યા થાય છે. ત્યારે શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં હત્યા ના થાય તે માટે હિન્દુ સંગઠનો અને જૈન સમાજ દ્વારા કતલખાનાના વિરોધમાં રેલી યોજાઈ હતી.

આ પણ વાંચોઃ-દાંતીવાડાના ડાભીપુરામાં મહિલા પર દીપડાનો હિંસક હુમલો

જે રેલીમાં મહિલાઓ સહિત 500થી વધુ જોડાયા હતા અને ત્યારબાદ મામલતદાર, ચીફ ઓફિસર અને પી આઈને આવેદનપત્ર આપી કતલખાના બંધ કરાવવા માટે રજુઆત કરાઈ હતી. તેમજ જો શ્રાવણ માસ દરમિયાન કતલખાના બંધ નહીં કરાવાય તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચારી હતી.
First published: July 31, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...