ડીસા : અલ્પેશ ઠાકોરનું ધરપકડ વોરંટ રદ, 24 સપ્ટેમ્બરે ફરી કોર્ટમાં હાજર રહેવા હુકમ

જાહેર સભામાં ચૂંટણી પ્રચાર દરમિયાન અલ્પેશ ઠાકોરે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા નીરજ બડગુજજર સામે ગંભીર આક્ષેપો કર્યા હતા.

News18 Gujarati
Updated: September 5, 2019, 3:34 PM IST
ડીસા : અલ્પેશ ઠાકોરનું ધરપકડ વોરંટ રદ, 24 સપ્ટેમ્બરે ફરી કોર્ટમાં હાજર રહેવા હુકમ
પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર આજે ડીસા કોર્ટમાં હાજર થયા હતા.
News18 Gujarati
Updated: September 5, 2019, 3:34 PM IST
આનંદ જયસ્વાલ, ડીસા : પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર આજે ડીસા કોર્ટમાં હાજર થયા હતા. અગાઉ જિલ્લા પોલીસ વડા નીરજ બડગુજજરે અલ્પેશ ઠાકોર સામે કરેલા બદનક્ષીના કેસમાં હાજર ન રહેતા અલ્પેશ ઠાકોર સામે ધરપકડ વોરંટ જારી થતાં આજે ડીસા કોર્ટમાં હાજર રહીને વોરંટ રદ કરાવ્યું હતું.

પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર આજે ડીસાની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં હાજર થયા હતા. અગાઉ બનાસકાંઠા જિલ્લા પંચાયતની ચૂંટણી વખતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોરની આસેડા ખાતે ચૂંટણી સભા યોજાઈ હતી. જેમાં જાહેર સભામાં ચૂંટણી પ્રચાર દરમિયાન અલ્પેશ ઠાકોરે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા નીરજ બડગુજજર સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. નીરજ બડગુજર દારૂના બુટલેગર પાસેથી 42 લાખ રૂપિયાનો હપ્તો લેતા હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા.

આ પણ વાંચો : BJPના નવા પ્રદેશ પ્રમુખ વાઘાણી જ રહેશે કે...? આ નામો ચર્ચામાં

પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર આજે ડીસા કોર્ટમાં હાજર થયા હતા.


જે મામલે જિલ્લા પોલીસ વડાએ અલ્પેશ ઠાકોર સામે ડીસા કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ કરી હતી. જે કેસ ડીસાની કોર્ટમાં ચાલતા વારંવાર સમન્સ પાઠવવા છતાં પણ અલ્પેશ ઠાકોર હાજર ન રહેતા કોર્ટે તેમના વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું હતું. ત્યારબાદ આજે અલ્પેશ ઠાકોર ધરપકડ વોરંટ રદ કરવા માટે ડીસાની કોર્ટમાં હાજર થયા હતા. જ્યાં તેમનું વોરન્ટ રદ થયું હતું અને આગામી 24 સપ્ટેમ્બરનાં રોજ તેઓને ફરી કોર્ટમાં હાજર રહેવા માટેનો હુકમ થયો છે.
First published: September 5, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...