દાંતા પંથકમાં આતંક મચાવતા નરભક્ષી રીંછને પકડવા વન વિભાગનું સર્ચ ઓપરેશન

H
Updated: January 1, 1970, 5:30 AM IST
દાંતા પંથકમાં આતંક મચાવતા નરભક્ષી રીંછને પકડવા વન વિભાગનું સર્ચ ઓપરેશન
દાંતા પંથકમાં છેલ્લા ચારેક દિવસથી આતંક મચાવી રહેલા નરભક્ષી રીંછને પકડવા માટે વન વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. માદા રીંછે અત્યાર સુધીમાં ત્રણ યુવાનોને શિકાર બનાવ્યા છે અને ચાર વ્યક્તિઓને ઘાયલ કર્યા છે.
H
Updated: January 1, 1970, 5:30 AM IST
દાંતા #દાંતા પંથકમાં છેલ્લા ચારેક દિવસથી આતંક મચાવી રહેલા નરભક્ષી રીંછને પકડવા માટે વન વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. માદા રીંછે અત્યાર સુધીમાં ત્રણ યુવાનોને શિકાર બનાવ્યા છે અને ચાર વ્યક્તિઓને ઘાયલ કર્યા છે. દાંતા તાલુકાના કાંસા ગામ વિસ્તારમાં માદા રીંછના આતંકથી લોકો ફફડી રહ્યા છે. રવિવારથી લઇને મંગળવાર સુધીમાં ત્રણ વ્યક્તિઓને મોતને ઘાટ ઉતાર્યા બાદ આજે પણ આ નરભક્ષી રીંછ પકડાયું નથી ત્યારે લોકોમાં ભયનો માહોલ છે. રીંછને પકડવા માટે વન વિભાગે ખાસ આયોજન કર્યું છે. 100થી વધુની લોકોની ખાસ ટીમો બનાવાઇ છે અને જંગલ વિસ્તારમાં સર્ચ ઓપરેશ હાથ ધરાયું છે. ઉપરાંત ટ્રાન્કવીલાઇજેઝન ગન, પાંજરૂ, ટ્રેપિંગ કેમેરા સહિતના સાધનોનો પણ ઉપયોગ કરાઇ રહ્યો છે.
રીંછે ત્રણને ફાડી ખાધા હોળીના દિવસથી લઇને મંગળવાર સુધીમાં રીંછે ત્રણ વ્યક્તિઓને પોતાના શિકાર બનાવ્યા છે અને જીવતા ફાડી ખાધા છે. અમીરગઢ તાલુકાના ખાપરાના ભીખાભાઇ (ઉ.વ.35), ખાપરાના ભાણાભાઇ (ઉ.વ.25) અને વન કર્મી રાયકણભાઇ પટણીનું મોત નીપજ્યું છે. જ્યારે ચારથી વધુને ઇજાઓ થવા પામી છે. હોળીના દિવસે પહેલો શિકાર અમીરગઢ તાલુકાના ખાપરા ગામના ભીખાભાઇ ગલાભાઇ વહેલી સવારે ખેતર બાજુ જવા નીકળ્યા હતા. પરંતુ સાંજ થવા સુધી ઘરે પરત ફર્યા હતા. એમને શોધવા લોકો ખેતર અને જંગલમાં નીકળ્યા હતા. જ્યાં દાંતાના કાંસા ગામની સીમ નજીક રીંછ ભીખાભાઇના મૃતદેહનું ભક્ષણ કરી રહ્યું હતું. બચવા ઝાડ પર ચડ્યા પણ... ભીખાભાઇને શોધતા શોધતા ભાણાભાઇ, કાળુભાઇ અને રામાભાઇ દાંતાના કાંસાની સીમમાં આવી પહોંચ્યા હતા. જ્યાં એક રીંછ ભીખાભાઇનું ભક્ષણ કરતાં ભાણાભાઇ સહિતે રીંછનો સામનો કર્યો હતો. પરંતુ આતંકી રીંછે આ ત્રણેય પર હુમલો કર્યો હતો. જેમાં રીંછથી બચવા ભાણાભાઇ ઝાડ પર ચડ્યા હતા પરંતુ રીંછે એમને શિકાર બનાવ્યા હતા. વન કર્મીને રીંછ ઉઠાવી ગયું આતંકી રીંછે વન કર્મીને શિકાર બનાવ્યા હતા. કાંસા ડુંગર પર આગ લાગતાં એને કાબુમાં લેવા માટે વન કર્મીઓ જંગલમાં આવ્યા હતા. આ સમયે રીંછે હુમલો કરતાં વન કર્મી રાયકણભાઇ પટણી નીચે પડી ગયા હતા. જેમને રીંછ ઉઠાવી ગયું હતું.
First published: March 15, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर