પાલનપુર : સગાઈ તૂટી જતાં યુવાને ડોક્ટર હાઉસના ધાબા પરથી ઝંપલાવ્યું

ધાબા પરથી નીચે કૂદેલો યુવક.

યુવકને બચાવવા માટે બે કલાક સુધી મથામણ ચાલી હતી, યુવકની માનસિક સ્થિતિ સારી ન હોવાનો પિતાનો દાવો.

 • Share this:
  આનંદ જયસ્વાલ, બનાસકાંઠા : પાલનપુર ખાતે આવેલા ડોક્ટર હાઉસ ખાતેથી એક યુવાને નીચે ઝંપલાવ્યું હતું. જોકે, નીચે ઉભેલા લોકોએ એક નેટના સહારે યુવકને ઝીલી હતો. યુવકને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

  મળતી માહિતી પ્રમાણે સગાઈ તૂટી ગયા બાદ યુવકે આવું પગલું ભર્યું હતું. યુવક ડોક્ટર હાઉસ ઉપર આપઘાત કરવાના ઈરાદા સાથે ઉપર ચઢી ગયો હતો. યુવકના પિતાના જણાવ્યા પ્રમાણે તેના પુત્રની માનસિક હાલત સારી નથી. જોકે, સૂત્રો કહી રહ્યા છે કે સગાઈ તૂટી ગયા બાદ યુવક આપઘાતના વિચાર સાથે અહીં આવી પહોંચ્યો હતો.

  આપઘાતના ઈરાદા સાથે ઉપર ચડી ગયેલા યુવકને નીચે ઉતારવા માટે પોલીસ અને સેવાભાવી યુવાનોએ ખૂબ મહેનત કરી હતી. જોકે, યુવક માન્યો ન હતો અને તેણે નીચે ઝંપલાવ્યું હતું. જોકે, આ દરમિયાન નીચે ગાદલા પાથરી દેવામાં આવ્યા હતા તેમજ નેટ પાથરી દેવામાં આવી હતી.

  આ પણ વાંચો : સુરત : શોપિંગ સેન્ટરના ચોથા માળેથી કૂદીને યુવકનો આપઘાત, ઘટના CCTVમાં કેદ

  યુવકે નીચે ઝંપલાવતા જ લોકોએ નેટમાં તેને ઝીલી લીધો હતો. ઉપરથી કૂદકો મારતા યુવકને થોડી ઈજા પહોંચી હતી. યુવકને સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે ડોક્ટર હાઉસ ખાતે આસરે બે કલાક સુધી આ ડ્રામા ચાલ્યો હતો.
  Published by:Vinod Zankhaliya
  First published: