પાલનપુર : યુવક-યુવતીએ સ્કૂલ કેમ્પસમાં કરી આત્મહત્યા, પ્રેમ સંબંધ કારણભૂત

News18 Gujarati
Updated: March 16, 2020, 12:09 PM IST
પાલનપુર : યુવક-યુવતીએ સ્કૂલ કેમ્પસમાં કરી આત્મહત્યા, પ્રેમ સંબંધ કારણભૂત
પખાણવા ગામના યુવક-યુવતીએ પ્રેમ સંબંધમાં આત્મહત્યા કરી લેતાં સમગ્ર પંથકમાં માતમ છવાયો

પખાણવા ગામના યુવક-યુવતીએ પ્રેમ સંબંધમાં આત્મહત્યા કરી લેતાં સમગ્ર પંથકમાં માતમ છવાયો

  • Share this:
પાલનપુર : બનાસકાંઠા જિલ્લા (Banaskantha District)ના પાલનપુર (Palanpur) તાલુકાના પખાણવા ગામથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પખાણવા ગામની પ્રાથમિક શાળા (Primary School)માં પતરાના એંગલ સાથે યુવક-યુવતીની લટકતી લાશો મળી આવતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

મળતી માહિતી મુજબ, પખાણવા ગામની પ્રાથમિક શાળા ખાતે પતરાના એંગલ સાથે ગળે ફાંસો ખાઈને યુવક-યુવતીએ આત્મહત્યા (Double Suicide) કરી લીધી છે. યુવક-યુવતીની લટકતી લાશો જોઈને સ્થાનિક લોકોએ પાલનપુર તાલુકા પોલીસ (Palanpur Police)ને જાણ કરી હતી. ડબલ સુસાઇડની જાણ થતાં જ તાલુકા પોલીસ પખાણવા ગામે પહોંચીને તપાસ હાથ ધરી હતી.

પખાણવા ગામની પ્રાથમિક શાળા ખાતે પતરાના એંગલ સાથે ગળે ફાંસો ખાઈને યુવક-યુવતીએ આત્મહત્યા કરી લીધી.


પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે યુવક અને યુવતીએ પ્રેમ સંબંધમાં ગળે ફાંસો ખાઈ લીધા છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે યુવક અને યુવતી પખાણવા ગામના જ રહેવાસી છે. મૃતક યુવકનું નામ જીતેન્દ્ર અહીણીયાતર અને મૃતક યુવતીનું નામ પાયલ ખેંચતી છે. બંનેએ પ્રેમ સંબંધના કારણે આત્મહત્યા કરતાં સમગ્ર ગામમાં માતમ છવાઈ ગયો છે.

આ પણ વાંચો, રાજકોટ : GPCBના પૂર્વ અધિકારીએ ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત કર્યો, કારણ અકબંધ

પાલનપુર તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચીને લાશોનો કબજો લઈ પોસ્ટમોર્ટમ (Postmortem) માટેની કાર્યવાહી હાથ ધરી રહી છે. આ ઉપરાંત બંનેના આત્મહત્યાના ચોક્કસ કારણો જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે.આ પણ વાંચો, ઈશાંતની લવ સ્ટોરી : પ્રતિમા આ કારણે ઈર્ષ્યા કરતી હતી, 6 વર્ષ બાદ કર્યા લગ્ન
First published: March 16, 2020, 12:09 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading