Home /News /north-gujarat /

બનાસકાંઠામાં પ્રેમીકાને મળવા ગયેલા યુવકનું ગામ લોકોએ કર્યું મુંડન, વીડિયો વાયરલ

બનાસકાંઠામાં પ્રેમીકાને મળવા ગયેલા યુવકનું ગામ લોકોએ કર્યું મુંડન, વીડિયો વાયરલ

બનાસકાંઠા જિલ્લામાં બે દિવસમાં મુંડન કરતો આ ત્રીજો વીડિયો છે, જેને લઇને સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

બનાસકાંઠા જિલ્લામાં બે દિવસમાં મુંડન કરતો આ ત્રીજો વીડિયો છે, જેને લઇને સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

    આનંદ જયશ્વાલ, બનાસકાંઠા

    બનાસકાંઠામાં ફરી એકવાર એક વીડિયો ચર્ચામાં છે, અહીં પ્રેમીકાને મળવા ગયેલા યુવકનું બળજબરી પૂર્વક મુંડન કર્યું, એટલું જ નહીં મુંડન કરતો વીડિયો પર બનાવવામાં આવ્યો, જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ઉલ્લેખનીય છે કે બે દિવસમાં જિલ્લામાં એક જ પ્રકારની ત્રણ ઘટનાઓથી અનેક તર્કવિતર્ક સર્જાયા છે.

    અહીં ક્લિક કરી વાંચો 'Secret Games'માં છવાયેલી ઇરાની મોડલનો હોટ અંદાજ

    પ્રાપ્ત વિગત પ્રમાણે બનાસકાંઠાના લાખાણીના ભાદરા ગામે રાતે એક પ્રેમી તેની પ્રેમીકાને મળવા ગયો હતો. આ દરમિયાન ગ્રામજનોએ યુવકને પકડી બળજબરીપૂર્વક મુંડન કર્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે આ યુવક ઘોડાસર ગામનો રહેવાસી છે.

    શું છે વીડિયોમાં ?

    વીડિયોમાં દેખાઇ રહ્યું છે, રાતના સમયે પ્રેમીકાને મળવા આવેલા અન્ય ગામના એક શખ્સ જે 30થી 40 વર્ષની ઉંમરની આસપાસનો છે, જેને કેટલાક શખ્સોએ પકડી રાખ્યો છે. એક શખ્સ વીડિયો ઉતારી રહ્યો છે, તો અન્ય કેટલાક લોકો કાતરથી ઝડપાયેલા શખ્સના વાળ કાપી રહ્યાં છે. સાથે કેટલાક લોકો બોલી રહ્યાં છે કે આ ગામની મેટર છે. થોડી જ ક્ષણોમાં ઝડપાયેલા વ્યક્તિના વાળ કારી નાખવામાં આવે છે. જો કે ઝડપાયેલા શખ્સને કોઇ માર મારી રહ્યાં નથી.

    બીજી બાજુ બે દિવસ પહેલા જ બનાસકાંઠામાં આવી જ રીતે પ્રેમીનું મુંડન કરતા બે વીડિયો સામે આવ્યા હતા, એવામાં ફરી બે દિવસમાં આ ત્રીજો વીડિયો છે, જેને લઇને સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે, બીજી બાજુ સમગ્ર મામલે હાલ કોઇ પોલીસ ફરિયાદ પણ નોંધાઇ નથી.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Meet a lover, Young man Tonsil, ગ્રામજનો

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन