બનાસકાંઠા : પછાત જાતિના યુવકનો નગ્ન મૃતદેહ ગામના મંદિર પાસેથી મળ્યો, 6ની ધરપકડ

News18 Gujarati
Updated: July 18, 2020, 11:31 AM IST
બનાસકાંઠા : પછાત જાતિના યુવકનો નગ્ન મૃતદેહ ગામના મંદિર પાસેથી મળ્યો, 6ની ધરપકડ
પોલીસે મૃતકના ભાઈની ફરિયાદના આધારે છ આરોપી સામે નામજોગ ફરિયાદ દાખલ કરીને ધરપકડ કરવામાં આવી છે.

પોલીસે મૃતકના ભાઈની ફરિયાદના આધારે છ આરોપી સામે નામજોગ ફરિયાદ દાખલ કરીને ધરપકડ કરવામાં આવી છે.

  • Share this:
બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના રવિ ગામ ખાતે યુવકનો મૃતદેહ (Dead Body) નિર્વસ્ત્ર અવસ્થામાં મળી આવ્યો છે. પોલીસ ફરિયાદ પ્રમાણે, ગુરુવારે રાત્રે મૃતક પિન્ટુ ગલચરનું ગાળાગાળી કરીને અપહરણ કરાયું હતું અને શુક્રવારે સવારે તેનો મૃતદેહ મળી આવ્યો છે. પોલીસે મૃતકના ભાઈની ફરિયાદના આધારે છ આરોપી સામે નામજોગ ફરિયાદ દાખલ કરીને ધરપકડ કરવામાં આવી છે અને હત્યાના (Murder) કારણ અંગે તપાસ હાથ ધરી છે.

મૃતકના નાનાભાઈ સંજય કેવાભાઈ ગલચરે નોંધાવેલી ફરિયાદ મુજબ, 'રવિ મોટી ગામ ખાતે રહેતા છ શખ્સો ગુરુવારે રાત્રે મોટાભાઈ પિન્ટુ ગલચરનું ગાળાગાળી કરીને અપહરણ કરી ગયા હતા. જે બાદ શુક્રવારે સવારે રવિનો ગામના બસસ્ટેન્ડ પાસેથી નિર્વસ્ત્ર અવસ્થામાં મૃતદેહ મળી આવ્યો હતો. તેને ગોંધી રાખીને માર મારવામાં આવ્યો હતો.'

પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે, પિન્ટુની બોથડ પદાર્થો વડે ફટકારી હત્યા કરવામાં આવી છે. જે બાદ ધાનેરા પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારાઓ એવા રવિ ગામના જ રહીશ આરોપી ગૌતમભાઇ પુરોહિત, કીર્તિભાઈ પુરોહિત, રામભાઈ કપુરજી પુરોહીત, ચેતનભાઈ પુરોહિત, રામજી બાબુજી પુરોહિત અને હંસરાજભાઇ પુરોહિતને ઝડપી પાડ્યા હતા. પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 'પિન્ટુને ગુરૂવારે રાતે બોલેરો ગાડીમાં લઇ ગયા હતા આખી રાત તે પાછો આવ્યો ન હતો અને બીજે દિવસે શંકર મહાદેવનાં મંદિરના બાકડા પાસે મૃત હાલતમાં નગ્ન શરીર મળ્યું હતું. જેથી 6 લોકો સામે હત્યાની ફરિયાદ દાખલ છે.'

આ દૂર્ઘટના અંગે વિપક્ષ કૉંગ્રેસ તથા વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઉપર સવાલ ઉઠાવતા એક ટ્વિટ કરી હતી. આ ઉપરાંત કૉંગ્રેસનાં નેતા અમિત ચાવડાએ પણ એક વીડિયો ટ્વિટ કરીને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

આ પણ વાંચો- સંબંધોનો ખૂન! રાજકોટમાં પતિએ સળિયાના ઘા ઝીંકી પત્નીની કરી હત્યા, પતિ અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાનો આરોપ

મહત્વનું છે કે, યુવકની ઉંમર 27 વર્ષની હતી અને તે છૂટક મજૂરી કરતો હતો. પિન્ટુ પિતા તથા ભાઈબહેન સાથે રહેતો હતો. બનાસકાંઠાના એસ.પી. તરુણ કુમાર દુગ્ગલે જણાવ્યું હતું કે, પોલીસે ફરિયાદના આધારે તમામ છ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે અને હત્યાના કારણો અંગે પૂછપરછ હાથ ધરી છે. આરોપીઓના કોવિડ-19 ટેસ્ટ હાથ ધરવામાં આવ્યા છે અને રિપોર્ટ આવ્યા બાદ અદાલતી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.આ પણ જુઓ - 

પોલીસે આરોપીઓ વિરુદ્ધ ઇન્ડિયન પીનલ કોડ, આઈ.પી.સી.ની કલમ 302, 364, 143, 294 (બી), તથા શિડ્યુલ્ડ કાસ્ટ ઍન્ડ શિડ્યુલ્ડ ટ્રાઇબ (પ્રિવેન્શન ઑફ ઍટ્રોસિટીઝ) ઍક્ટની કલમો લગાડી છે.

આ પણ વાંચો- સુરત : 'હું તારી સાથે જ રહીશ તારે મને રાખવો છે કે નહીં?' માતા-પુત્રીને ચાકુના ઘા ઝીંકી યુવક ફરાર
Published by: Kaushal Pancholi
First published: July 18, 2020, 11:13 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading