બનાસકાંઠાઃ ભાચર ગામમાં ખોટું મતદાન થયાનો વીડિયો વાયરલ

વાયરલ વીડિયોની તસવીર

બનાસકાઠા જિલ્લાના થરાદના ભાચર ગામમાં મંગળવારે લોકસભા ચૂંટણી માટે ખોટું મતદાન થયું હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.

 • Share this:
  આનંદ જયસ્વાલ, બનાસકાંઠાઃ 23મી એપ્રિલે ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો માટે મતદાન થયું હતુ. મતદાનના બીજા દિવસે એટલે કે આજે બુધવારે બોગસ વોટિંગના વીડિયો વાયરલ થઇ રહ્યા છે. બાવળાના બાપુપુરા ગામમાં બોગલ વોટિંગ થયું હોવાનો વીડિયો વાયરલ થયા બાદ બનાસકાંઠાના થરાદના ભાચર ગામમાં પણ બોગસ વોટિંગ થયાનો વીડિયો વાયરલ થયો છે.

  મળતી માહિતી પ્રમાણે બનાસકાઠા જિલ્લાના થરાદના ભાચર ગામમાં મંગળવારે યોજાયેલા લોકસભા મતદાન માટેના બુથ નંબર. 172માં ખોટું મતદાન થયું હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. મહિલા સાથે જઇને એક વ્યક્તિએ ખોટું મતદાન કર્યું હોવાની ફરિયાદ થઇ હતી. આ સમયે બુથમાં અંદર બેઠેલા વ્યક્તિએ વીડિયો ઉતારી વાયરલ કર્યો હતો. મતદાન બાદ પોલિંગ એજન્ટે પણ આ યુવકને ઠપકો આપ્યાની વાત વહેતી થઇ છે.

  વીડિયોમાં દેખાય છે તેમ એક મહિલા મતદાન માટે આવે છે ત્યારે એક યુવક પણ તેની સાથે મતદાન કુટીર સુધી જાય છે અને ત્યાંથી પરત ફરે છે. આમ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, આ યુવકે મહિલા સાથે જઇ બોગસ મતદાન કર્યું હશે.

  આ પણ વાંચોઃ-બાવળામાં બોગસ વોટિંગનો વીડિયો વાયરલ, ચૂંટણી પંચે આપ્યા તપાસના આદેશ

  ઉલ્લેખનીય છે કે, બાવળાના બાપુપુરા ગામમાં બોગસ વોટિંગ થયું હતું. વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ મતદાર યાદીમાં નામ જોઈને તેના નામ સામે સહી કરી રહ્યો છે, જ્યારે બીજો વ્યક્તિ ઈવીએમ પાસે ઉભો રહીને વોટિંગ કરી રહ્યો છે. વીડિયોમાં જોવા મળતો વ્યક્તિ અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ જીતેન્દ્રસિંહ ચૌહાણ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

  વીડિયોમાં જોઈ શકાય કે ફરજ પરના કોઈ કર્મચારીએ પણ બોગસ વોટિંગનો વિરોધ કર્યો ન હતો. એવું પણ જોઈ શકાય છે કે જેમણે મત નથી નાખ્યો તેમના મતો બીજેપીના નેતા કરાવી રહ્યા છે.
  Published by:ankit patel
  First published: